તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Eating Ghee Helps You Lose Weight, But You Have To Workout, Find Out How Much Ghee People Of Any Age Can Eat

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહત્ત્વની વાત:ઘી ખાવાથી વજન ઓછું થાય છે, પરંતુ વર્કઆઉટ કરવું પડશે, જાણો કઈ ઉંમરના લોકો કેટલું ઘી ખાઈ શકે છે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક સામાન્ય વ્યક્તિ દરરોજ 6થી 8 નાની ચમચી ઘી ખાઈ શકે છે
  • જો કોઈ બીમારી છે તો ડૉક્ટરની સલાહ બાદ જ ઘી ખાવું

શું તમે જાણો છે કે ઘી વજન ઓછું કરવામાં પણ મદદરૂપ છે? હા, તે સાચું છે, પરંતુ તેના માટે વધારે ઘી ખાવાની જરૂર નથી. માત્ર 1થી 2 ચમચી ઘી જ ખાવું અને દરરોજ ખાવું પડશે. જો તમને કોઈ બીમારી છે, તો ઘી ખાતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી. આ વાત એક સ્ટડીમાં જાણવા મળી છે. જાણો ઘી કેટલું જરૂરી છે? તેના ખાવાના ફાયદા શું છે.

ઘી ખાવાની સાથે વર્કઆઉટ પણ કરવું પડશે
સામાન્ય રીતે લોકો વેટ લોસ દરમિયાન ઘી ખાવાનું ટાળે છે, કેમ કે, ઘીમાં ભરપૂર પ્રમાણમાં ફેટ હોય છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, દરરોજ એકથી બે નાની ચમચી ઘી ખાવાથી વજન નિયંત્રિત રહે છે. રાયપુરમાં ડાયટિશિયન અને ફિટનેસ એક્સપર્ટ ડૉક્ટર નિધિ પાંડેના જણાવ્યા પ્રમાણે, વેટ લોસમાં ઘી ત્યારે મદદગાર થશે, જ્યારે તમે ઘી ખાવાની સાથે વર્કઆઉટ કરશો. જો તમે ઘી ખાવ છો અને આખો દિવસ બેસી રહો છો તો કંઈ નહીં થાય. ડૉ. નિધિ ઘી સંબંધિત તમામ સવાલોના જવાબ આપી રહી છે.

ઘી વજન ઘટાડવામાં કેવી રીતે અસરકારક છે?
ઘીમાં ઓમેગા 3 ફેટ (DHA) અને ઓમેગા 6 (CLA) ભરપૂર પ્રમાણમાં હોય છે. તેથી તે વજન ઘટાડવા માટે સારું માનવામાં આવે છે. ઓમેગા 6 ફેટ દ્રવ્યમાનને ઘટાડીને શરીરને સ્લિમ બનાવે છે.

ઘીમાં જરૂરી એમીનો એસિડ હોય છે, જે ફેટ કોષોના આકારને નાના કરે છે. તેથી જો તમારું શરીર ઝડપથી ચરબી જમા કરે છે તો ઘી ખાવું ફાયદાકારક થઈ શકે છે. તે ઉપરાંત ઘીમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ બોડી ફેટ ઘટાડવામાં મદદ કરે છે.

ઘીનો કેટલો ઉપયોગ કરવો જોઈએ?
એક સામાન્ય વ્યક્તિ દરરોજ 6થી 8 નાની ચમચી ઘી ખાઈ શકે છે.

ગાય અને ભેંસના ઘીમાંથી કયું ઘી શ્રેષ્ઠ?
આયુર્વેદ પ્રમાણે, ગાયનું ઘી સૌથી સારું ગણાય છે. જો તમે રેગ્લુયલર વર્કઆઉટ કરો છો તો ભેંસનું ઘી પણ લઈ શકો છો. જો તમે દૂઘ પચાવી નથી શકતા તો તમે એક્સપર્ટની સલાહ પ્રમાણે ઘી લિમિડેટ માત્રામાં લઈ શકો છો.

શું કહે છે સ્ટડી?

  • ઘીમાં ફેટી એસિડના કમ્પોઝિશન સમજવા માટે એક સ્ટડી કરવામાં આવી. તેમાં જોવા મળ્યું કે, ઘી DHA (ડોકોસાહેક્સેનોઈક એસિડ)નો એક સારો સ્રોત છે.
  • DHA ઓમેગા 3 ફેટી અસિડ છે. તે આપણા શરીરમાં નથી બનતું, તેથી ઘી ખાવું જરૂરી છે.
  • ઓમેગા 3 ફેટી એસિડ અખરોટ, માછલીના તેલ અને અળશીનાં બીજમાં મળે છે.

ઘી વિશે આયુર્વેદ શું કહે છે?

  • આયુર્વેદ પ્રમાણે, ડાયટમાં ઘી લેનાર વ્યક્તિની ઉંમર લાંબી હોય છે. ઘી ખાવાથી ઘણા પ્રકારની બીમારીનું જોખમ ઓછું રહે છે. ઘી સાંધા મજબૂત કરે છે.
  • તે નાનાં આંતરડાંની કાર્યક્ષમતા વધારે છે અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ટ્રેક્ટનું એસિડિક PH ઓછું કરે છે. સાથે જ ઘી ઓમેગા 3 ફેટિ અસિડથી ભરપૂર હોય છે, જે LDL એટલે કે ખરાબ કોલેસ્ટેરોલ ઓછું કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો