સુવિધા:IRCTC દ્વારા બસની ટિકિટ બુક કરાવવાનું વધુ સરળ, અભીબસ સર્વિસે IRCTCની સાથે ભાગીદારી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અભીબસ સર્વિસ દ્વારા દરરોજ લગભગ 30 હજારથી વધારે ટિકિટનું બુકિંગ થાય છે

હવેથી તમારે બસની ટિકિટ બુક કરાવવા માટે હેરાન નહીં થવું પડે. ઓનલાઈન ઈ-ટિકિટિંગ પ્લેટફોર્મ AbhiBus Servicesએ IRCTCની સાથે ભાગીદારી કરી છે. હવે તમે સરળતાથી બસની ટિકિટ બુક કરાવી શકો છો. અભીબસ સર્વિસીઝ 3000 પ્રાઈવેટ બસ ઓપરેટરોને એગ્રીગેટ સોલ્યુશન પ્રદાન કરે છે.

તમે તમારા હિસાબથી સિલેક્ટર કરી શકશો સીટ
તેમાં ગ્રાહક પોતાની સુવિધા અનુસાર, AC, નોન-AC અને સ્લીપર બસને પસંદ કરી શકે છે. અત્યારે અભીબસ સર્વિસીઝની સાથે લગભગ 4.5 કરોડથી પણ વધારે ગ્રાહકો જોડાયા છે. તે સૌથી જૂની બસ ટિકિટ સર્વિસિંગ કંપની છે.

એપ અને વેબસાઈટ દ્વારા બુકિંગ કરી શકો છો
સમગ્ર દેશમાં IRCTC દ્વારા દરરોજ લગભગ 9 લાખથી વધારે ટ્રેનની ટિકિટ બુકિંગ કરવામાં આવે છે. બસ ટિકિટનું બુકિંગ તમે Abhibus.com અને મોબાઈલ એપ દ્વારા કરી શકો છો.

કોરોનાવાઈરસના કારણે ટ્રેનોનું લિમિટેડ સંચાલન થઈ રહ્યું છે, જેના કારણે બસોની ડિમાન્ડ લગભગ 200 ટકા વધી ગઈ છે. લોકડાઉન બાદ જ્યારે નિયમો હળવા કરવામાં આવ્યા ત્યારે બસોની માગ ઘણી વધી ગઈ, ત્યારબાદ કંપનીએ 150 લગભગ પ્રાઈવેટ અને 3 સરકારી ઓપરેટરોની સાથે મળીને કામ કર્યું અને મુસાફરોને સારી સુવિધા ઉપલબ્ધ કરાવી.

દરરોજ 30 હજાર ટિકિટ બુકિંગ થાય છે
અભીબસ સર્વિસ દ્વારા દરરોજ લગભગ 30 હજારથી વધારે ટિકિટનું બુકિંગ થાય છે. કંપની વર્તમાનમાં APSRTC, TSRTC, KeralaRTC, PRTC (પુડુચેરી), OSRTC, KTC (ગોવા), MSRTC, GSRTC, UPSRTC, BSRTC, HRTC (હિમાચલ), RSRTC, હરિયાણા રોડવેઝ, WBTC સહિત વિવિધ રાજ્ય પરિવહન નિગમોની સાથે ભાગીદારી કરી છે.