તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરાનાના આફ્રિકન સ્ટ્રેનની એન્ટ્રી ભારતમાં થઈ ચૂકી છે. અત્યાર સુધી તેનાથી 187 લોકો સંક્રમિત થયા છે. ચિંતાની વાત એ છે કે દક્ષિણ આફ્રિકી સ્ટ્રેન, બ્રિટનના સ્ટ્રેન કરતાં અલગ છે. અફ્રિકી વેરિઅન્ટ પર હાલ રિસર્ચ ચાલી રહ્યું છે. અત્યાર સુધીના રિસર્ચના પરિણામો પરથી કહી શકાય કે આફ્રિકી વેરિઅન્ટ વધુ ઘાતક છે. જોકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હાલ કોઈ પણ પરિણામે પહોંચવું એ ઉતાવળ ગણાશે.
આવો 5 સવાલ જવાબથી સમજીએ અફ્રિકી સ્ટ્રેન વિશે....
શું છે આફ્રિકી સ્ટ્રેન?
કોરોનાવાઈરસ સહિતના તમામ વાઈરસ હંમેશાં એક નવાં સ્ટ્રેન તરીકે વિકસિત થાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ જ તેમનો સ્વભાવ છે. વાઈરસની સંરચનામાં થોડા ઘણા આનુવંશિક ફેરફાર આવે છે, ત્યારબાદ તેમની અનેક કોપીઝ બને છે. તેમાંથી કેટલાક ખતરનાક હોય છે તો કેટલાક સામાન્ય પ્રકારના હોય છે. અત્યાર સુધી કોરોનાના પણ ઘણા સ્ટ્રેન સામે આવી ચૂક્યા છે. તેમાંથી સૌથી ખતરનાક આફ્રિકી સ્ટ્રેન છે. તેને 501.V2 અથવા B.1.351 પણ કહેવાય છે.
શું આફ્રિકી સ્ટ્રેન વધુ ખતરનાક છે?
અત્યાર સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ કે આફ્રિકી સ્ટ્રેન કેટલો ખતરનાક છે, પરંતુ એ કહી શકાય કે તે જૂનાં વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે.
શું સાઉથ આફ્રિકી વેરિઅન્ટ પર વેક્સિન કામ કરશે?
વૈજ્ઞાનિકોએ આફ્રિકી સ્ટ્રેન પર ઘણા પ્રકારની વેક્સિન ટેસ્ટ કરી. તેના માટે વૈજ્ઞાનિકોએ પીડિતના બ્લડ સેમ્પલની મદદ લીધી, જેના દ્વારા આફ્રિકી વેરિઅન્ટમાં જોવા મળતાં N501Y અને E484k પર સ્ટડી કરવામાં આવી, પરંતુ વૈજ્ઞાનિકો હજી સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી.
ICMR નવાં સ્ટ્રેનની તપાસ કરી રહ્યું છે
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) કોરોનાના આફ્રિકી સ્ટ્રેન પર નજરા રાખી રહ્યું છે. ICMRના ડાયરેક્ટર બલરામ ભાર્ગવે કહ્યું કે, દેશમાં નવા કોરોના વેરિઅન્ટના કુલ 186 દર્દીઓ સામે આવ્યા છે. તમામને ક્વૉરન્ટીન કરવાની સાથે સારવાર પણ કરવામાં આવી રહી છે. તેમનાં લક્ષણો પર નજર રાખવામાં આવી રહી છે. ICMR-NIV મળીને SARS-CoV-2ના દક્ષિણ આફ્રિકી વેરિઅન્ટને આઈસોલેટ અને કલ્ચર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નવાં સ્ટ્રેનને રોકવા માટેની કઈ પદ્ધતિ છે?
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, તે કોરોનાનું નવું વેરિઅન્ટ છે, તેથી કોરોનાનો ફેલાવો અટકાવવા આપણે જે કરી રહ્યા છીએ, તેને ચાલું રાખવાનું છે. તેને અટકાવવા માટે દુનિયાની કોઈ હેલ્થ એજન્સીએ હજી સુધી કોઈ અલગ ગાઈડલાઈન જાહેર કરી નથી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.