કામની વાત:'પીએમ કિસાન યોજના'માં E-KYC નહીં હોય તો અગિયારમા હપ્તાની રકમ નહીં મળે, ઈ-કેવાયસીની આ રહી પ્રોસેસ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અવનવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જે પૈકી એક યોજના છે પીએમ કિસાન યોજના. આ યોજના હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવે છે. જે કિસાન આ યોજનાનો લાભ લઇ રહ્યા છે તે ખેડૂતોએ 31 મે સુધીમાં KYC કરાવવું જરૂરી છે. તમે ઇચ્છો તો E-KYC પણ કરાવી શકો છો. 31 મે બાદ જે ખેડૂતોએ E-KYC કરાવ્યું નહીં હોય તે ખેડુતોને અગિયારમા હપ્તાનાં બે હજાર રૂપિયા નહીં મળે.

ઘર બેસીને આ રીતે કરી શકો છો E-KYC
ખેડૂતો બે રીતે પીએમ કિસાન યોજના માટે E-KYC કરાવી શકે છે. ખેડૂતો નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને E-KYC કરાવી શકે છે. આ સિવાય પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર ઘરે બેસીને E-KYC થઇ શકે છે. આ માટે આધારકાર્ડમાં તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. લિંક થયા બાદ લેપટોપ, મોબાઈલથી ઓટીપી દ્વારા KYC કરી શકો છો.

આ રીતે ચેક કરો સ્ટેટસ

  • જો તમે આ યોજના માટે રજીસ્ટર કર્યું છે તો પીએમ કિસાન પોર્ટલ પર જઈને તમે નામ ચેક કરી શકો છો. નામ ચેક કરવાની આ રહી છે પ્રોસેસ
  • સૌથી પહેલાં પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ.
  • વેબસાઈટમાં ફાર્મર કોર્નર પર જઈને લાભાર્થીના લિસ્ટ પર ક્લિક કરો.
  • આ બાદ રાજ્ય, જિલ્લા, ઉપજિલ્લા, બ્લોક અને ગામની જાણકારી આપો.
  • આ બાદ તમારે Get Report પર ક્લિક કરવું પડશે. આ રિપોર્ટમાં તમારા ગામનાં બધા જ લાભાર્થીઓની જાણકારી મળશે.
  • આ લિસ્ટમાં તમે તમારું નામ પણ ચેક કરી શકો છો.