યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ મેઈન પરીક્ષા 2020 માટે ઈ-એડમિટ કાર્ડ જારી કર્યું છે. UPSC સિવિલ સર્વિસ મેઈન એક્ઝામ 2020 માટે ડિટેલ્સ એપ્લિકેશન ફોર્મ (DAF) સબમિટ કરનારા કેન્ડિટેડ પોતાના UPSC મેસ એડમિટ કાર્ડ કમિશનના એપ્લિકેશન પોર્ટલ, upsconline.nic.inથી ડાઉનલોડ કરી શકે છે. UPSCની સિવિલ સેવા મુખ્ય પરીક્ષા 2020નું શિડ્યુઅલ 6 નવેમ્બર, 2020ના રોજ જારી કરવામાં આવ્યું હતું, જેના અનુસાર પરીક્ષા 8થી 17 જાન્યુઆરી, 2021 દરમિયાન લેવામાં આવશે.
UPSCની તરફથી જારી નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે, ઓનલાઈન ડાઉનલોડ કરવામાં આવેલા ઈ-એડમિટ કાર્ડમાં કોઈપણ પ્રકારની ભૂલ થવા પર ઉમેદવારે તરત આયોગનો સંપર્ક કરવો. તે ઉપરાંત ઉમેદવારે ધ્યાન રાખવું કે પરીક્ષા માટે જતી વખતે ઈ-એડમિટ કાર્ડની સાથે એક ફોટો આઈડી પણ સાથે લઈ જવું પડશે.
સિવિલ સેવા મુખ્ય પરીક્ષા માટે કોવિડ-19ની સૂચના
કોરોનાકાળમાં યોજાનારી પરીક્ષા માટે સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર એડમિટ કાર્ડ જારી કરવાની સાથે પરીક્ષામાં સામેલ થતા ઉમેદવારો માટે પરીક્ષા દરમિયાન જરૂરી સૂચનાઓ સાથે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ ગાઈડલાઈન પણ જારી કરી છે. આ તમામ નિર્દેશોનું પાલન ઉમેદવારોએ ફરજિયાતપણે કરવું પડશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.