તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શું ખુશ રહેવા માટે પૈસા હોવા જરૂરી છે? આ સવાલ ઘણો જૂનો છે, પરંતુ જવાબ હંમેશાં હા છે. sciencemag.orgએ કોરોનાના સમયગાળામાં લોકો સાથે સંબંધિત એક સ્ટડી કરી. તેમાં ગરીબ અને માનસિક સમસ્યાઓની વચ્ચે સીધો સંબંધ હોવાનું જાણવા મળ્યું. આ સ્ટડીને આધાર બનાવીને હવે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ના એક્સપર્ટ્સ મેન્ટલ હેલ્થ સંબંધિત સમસ્યાને રાજકીય અને સરકારની સમસ્યા જણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે માનસિક સમસ્યાઓનું નિરાકરણ સરકાર અથવા સિસ્ટમ જ કાઢી શકે છે.
શું કહે છે સ્ટડી?
સ્ટડી અનુસાર, કોરોના મહામારીમાં દુનિયાભરમાં કરોડો લોકો બેરોજગાર થયા. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી એટલે CMIEના આંકડાના અનુસાર, માત્ર ભારતમાં એપ્રિલથી જૂનની વચ્ચે લગભગ 1.9 કરોડ લોકો બેરોજગાર થયા. તેના કારણે લોકોમાં એન્ઝાયટી, ડિપ્રેશન, અને સ્ટ્રેસની સમસ્યા જોવા મળી.
અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશનના અનુસાર, ખાવાનું, રહેવાનું અને હેલ્થ કેર મનુષ્યની બેઝિક જરૂરિયાત છે. જ્યારે વ્યક્તિને તેમાંથી કોઈ એક પણ સુરક્ષિત જોવા નથી મળતું તો તેના માટે તે સૌથી ખરાબ સમય હોય છે.
ગરીબીમાં પણ જેન્ડર ગેપ, મહિલાઓ વધારે તકલીફમાં
care.orgએ 40 દેશોની 10 હજાર મહિલાઓ પર સ્ટડી કરી. તેમાં ખબર પડી કે પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં ગરીબીને લીધે માનસિક તકલીફનું રિસ્ક વધારે છે. કારણકે મહિલાઓ પર ઘરની જવાબદારી છે.
ખાસ કરીને મહિલાઓ ઈનફોર્મલ સેક્ટરમાં કામ કરે છે, જેમ કે મજૂરી, સિલાઈકામ અને ઘરની સાફ-સફાઈનું કામ. તેમાં ગરીબીને લીધે મેન્ટલ હેલ્થ ડિસઓર્ડરના કેસ વધારે આવે છે.
આ તકલીફ કેવી રીતે દૂર કરી શકાય?
સ્ટડી પ્રમાણે ગરીબી, ડિપ્રેશન અને એન્ઝાયટી એકબીજા સાથે જોડાયેલા છે. લૉ ઈન્કમને લીધે દુનિયામાં સૌથી વધારે સ્ટ્રેસના કેસ આવ્યા છે. તેમાંથી બહાર નીકળવા માટે બેઝિક જરૂરિયાત પૂરી કરવી જરૂરી છે. આ ત્યારે જ શક્ય છે જ્યારે તેને મેન્ટલ હેલ્થ ઈશ્યુ રીતે નહિ પણ રાજકીય તકલીફની જેમ જોવામાં આવે. આ માટે સરકારે મદદ કરવી પડશે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.