તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Due To Kovid, The Government Once Again Extended The Validity Of Motor Vehicle Documents, Now Driving Licenses, RCs And Permits Will Be Valid Till March 31.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:કોવિડના કારણે સરકારે મોટર વ્હીકલ ડોક્યુમેન્ટ્સની વેલિડિટી ફરી એકવાર લંબાવી, હવે 31 માર્ચ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ, RC અને પરમિટ માન્ય રહેશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ચોથી વાર વેલિડિટી વધારી
  • મંત્રાલયે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઇઝરી મોકલી

કોવિડ -19 રોગચાળાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પરિવહન મંત્રાલયે ફરી એકવાર ડ્રાઇવિંગ લાઇસન્સ (DL), રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) અને પરમિટની વેલિડિટી વધારી દીધી છે. હવે મોટર વ્હીકલ ડોક્યૂમેન્ટ્સ 31 માર્ચ 2021 સુધી માન્ય રહેશે. એટલે કે, જે ડોક્યૂમેન્ટ્સની વેલિડિટી પૂરી થઈ ગઈ હશે તે હવે માન્ય રહેશે.

ચોથી વખત વેલિડિટી વધારી
કોવિડ-19ને ધ્યાનમાં રાખીને 30 માર્ચ 2020ના રોજ માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે એક્સપાયર થઈ ચૂકેલા મોટર વ્હીકલ ડોક્યૂમેન્ટ્સની માન્યતા જૂન સુધી વધારી દીધી છે. 9 જૂને ઓર્ડર ફરીથી ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યો હતો. ઓગસ્ટમાં ત્રીજી વખત ડોક્યૂમેન્ટ્સની વેલિડિટી વધારીને 31 ડિસેમ્બર 2020 કરવામાં આવી. હવે મંત્રાલયે મોટર વ્હીકલ્સ ડોક્યૂમેન્ટ્સની વેલિડિટી ચોથીવાર વધારી દીધી છે. મંત્રાલયે વધતી વેલિડિટી સંબંધિત ફેરફાર લાગુ કરવા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે.

1 ફેબ્રુઆરી 2020થી 31 માર્ચ 2021 સુધીમાં એક્સપાયર થતાં ડોક્યૂમેન્ટ્સ માન્ય રહેશે
મંત્રાલયે બહાર પાડેલી એડવાઇઝરીમાં જણાવ્યું છે કે, કોવિડ-19 સંક્રમણને ધ્યાનમાં રાખીને ફરી એકવાર મોટર વ્હીકલ ડોક્યૂમેન્ટ્સની વેલિડિટીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. એડવાઇઝરીમાં જણાવ્યા મુજબ, 1 ફેબ્રુઆરી 2020થી 31 માર્ચ 2021 સુધીમાં એક્સપાયર થઈ રહેલા ડોક્યૂમેન્ટ્સને આ એક્સ્ટ્રા વેલિડિટીનો લાભ મળશે. એટલે કે, આ સમયગાળા દરમિયાન એક્સપાયર થઈ રહેલાં તમામ ડોક્યૂમેન્ટ્સ 31 માર્ચ 2021 સુધી માન્ય રહેશે. એડવાઇઝરી જણાવવામાં આવ્યું છે કે, એન્ફોર્સમેન્ટ ઓથોરિટી આ તમામ ડોક્યૂમેન્ટ્સને 31 માર્ચ 2021 સુધી માન્ય ગણે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો