તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • DSSSB Announces Recruitment For 5807 Posts Of Trend Graduate Teacher, Last Day To Apply Today

સરકારી નોકરી:DSSSBએ ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચરની 5807 જગ્યા પર ભરતી જાહેર કરી, આજે અપ્લાય કરવાનો છેલ્લો દિવસ

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 32 વર્ષથી ઓછી હોવી જોઈએ
  • સિલેક્ટ થયેલા ઉમેદવારને 9300 રૂપિયાથી લઈને 34,800 રૂપિયાનો પગાર મળશે

દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (DSSSB)એ ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર (TGT)ની આશરે 5000 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 4 જૂનથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 3 જુલાઈ સુધી ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 5807 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

લાયકાત
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સ 45% માર્ક્સ સાથે સંબંધિત વિષયમાં ગ્રેજ્યુએશન કે સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ.

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 32 વર્ષથી ઓછી હોવી જોઈએ. રિઝર્વ કેટેગરીને નિયમપ્રમાણે છૂટ આપવામાં આવશે.

જગ્યાની સંખ્યા- 5807

જગ્યાસંખ્યા
TGT ઇંગ્લિશ (મહિલા)961
TGT ઉર્દૂ (પુરુષ)346
TGT બંગાળી (મહિલા)1
TGT ઇંગ્લિશ (પુરુષ)1029
TGT ઉર્દૂ (મહિલા)571
TGT સંસ્કૃત (પુરુષ)866
TGT સંસ્કૃત (મહિલા)1159
TGT પંજાબી (પુરુષ)382
TGT પંજાબી (મહિલા)492

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 4 જૂન, 2021
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: ૩ જુલાઈ, 2021

સિલેક્શન પ્રોસેસ
અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે. એક્ઝામમાં જનરલ અવેરનેસ, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ, અર્થમેટિક, ન્યૂમેરિકલ, હિન્દી અને કોમ્પ્રીહેન્શન રિલેટેડ પ્રશ્નો પૂછવામાં આવશે.

સેલરી
આ જગ્યા પર સિલેક્ટ થયેલા ઉમેદવારને 9300 રૂપિયાથી લઈને 34,800 રૂપિયાનો પગાર મળશે.

એપ્લિકેશન ફી
જનરલ: 100 રૂપિયા
મહિલા, SC,ST,PWD, ભૂતપૂર્વ સૈનિક: કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 4 જૂનથી 3 જુલાઈ સુધી ઓફિશિયલ વેબસાઈટ dsssb.delhi.gov.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.