તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • DSSC Sarkari Naukri | DSSC Multitasking Staff And More Recruitment 2021: 138 Vacancies For Various Posts, Defence Services Staff College Notification For Details Like Eligibility, How To Apply

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજે 10-12 પાસ ઉમેદવાર માટે ભરતીની જાહેરાત કરી, 22 મે સુધી અરજી કરી શકાશે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી કુલ 83 પદો પર ભરતી કરવામાં આવશે
  • પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને 19,990 રૂપિયાથી લઈને 81,110 રૂપિયાની સેલરી મળશે

DSSC (ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજ)એ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, LDC (લોઅર ડિવિઝન ક્લર્ક), મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ સહિત વિવિધ પદો પર ભરતીની જાહેરાત કરી છે. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી કુલ 83 પદો પર ભરતી કરવામાં આવશે. આ પદો માટે એપ્લિકેશન પ્રોસેસ 22મેથી સુધી કાર્યરત રહેશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ડેડલાઈન પહેલાં ઓફિશિયલ વેબસાઈટ dssc.gov.in પર અરજી કરી શકે છે.

પદોની સંખ્યા: 83

પદસંખ્યા
સ્ટેનો ગ્રેડ- 204
LDC (લોઅર ડિવિઝન ક્લર્ક)10
સિવિલિયન મોટર ડ્રાઈવર (સાધારણ ગ્રેડ)07
સુુખાની01
કારપેન્ટર01
મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ60

યોગ્યતા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત બોર્ડનું 10-12 પાસ સર્ટિફિકેટ હોવું જોઈએ. આ સાથે જ ઉમેદવારને હિન્દી ટાઈપિંગ આવડવું જોઈએ.

વય મર્યાદા
અરજી કરનારા ઉમેદવારની ઉંમર 18થી 27 વર્ષની હોવી જોઈએ. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને તેમાં કેટલીક છૂટછાટ મળશે.

મહત્ત્વની તારીખ
ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ શરૂ થવાની તારીખ: 1 મે
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ: 22 મે

સિલેક્શન પ્રોસેસ
આ પદો માટે ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે.

સેલરી
પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને 19,990 રૂપિયાથી લઈને 81,110 રૂપિયાની સેલરી મળશે.

આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદો માટે dssc.gov.inનાં માધ્યમથી અરજી કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો