તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • DSSC Has Announced Recruitment For 83 Posts Including Stenographer, Standard 10 12 Pass Candidates Will Be Able To Apply Till May 22.

સરકારી નોકરી:DSSCએ સ્ટેનોગ્રાફર સહિત 83 જગ્યા માટે ભરતી બહાર પાડી, ધોરણ 10-12 પાસ કેન્ડિડેટ્સ 22 મે સુધી અપ્લાય કરી શકશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા ઉમેદવારની ઉંમર 18થી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ
  • કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે

ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ (DSSC)એ સ્ટેનોગ્રાફર ગ્રેડ-II, લોઅર ડિવીઝન ક્લર્ક (LDC), મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ સહિત અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 83 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 22 મે સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ નક્કી કરેલી તારીખ પહેલાં ઓફિશિયલ વેબસાઈટ dssc.gov.in પર અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે કોઈ પણ માન્ય બોર્ડમાંથી ધોરણ-10,12 પાસ હોવા જોઈએ. આ ઉપરાંત તેમને હિન્દી ટાઈપિંગ પણ આવડવું જોઈએ. ટાઈપિંગ વિશે વધુ જાણકારી જોવા ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 18થી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

જગ્યાની સંખ્યા- 83

જગ્યાસંખ્યા
સ્ટેનો ગ્રેડ- II04
લોઅર ડિવીઝન કલર્ક (LDC)10
સિવિલિયન મોટર ડ્રાઈવર (નોર્મલ ગ્રેડ)07
સુખાની01
કારપેન્ટર01
મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ60

મહત્ત્વની તારીખો
ઓનલાઈન અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 1 મે
ઓનલાઈન અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 22 મે

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે.

સેલરી
સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહીને 19,900થી લઈને 81,100 રૂપિયાનો પગાર આપવામાં આવશે. પોસ્ટ પ્રમાણે સેલરી નોટિફિકેશનમાં જોઈ શકો છો.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ dssc.gov.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: