DSRVS (ડિજિટલ શિક્ષા અને રોજગાર વિકાસ સંસ્થાન)એ બ્લોક પ્રોગ્રામ સુપરવાઈઝરના 138 પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદો પર ગ્રેજ્યુએટ ઉમેદવારો 15 એપ્રિલ સુધી અરજી કરી શકશે.
યોગ્યતા
બ્લોક પ્રોગ્રામ સુપરવાઈઝરના પદો પર ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ સરકાર માન્ય યુનિવર્સિટી અથવા ઈન્સ્ટિટ્યુટથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.
વય મર્યાદા
આ પદ પર અરજી કરનાર ઉમેદવારની ઉંમર 1 ઓગસ્ટ, 2021ના રોજ મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 37 વર્ષથી વધારે ન હોવી જોઈએ. રિઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદામાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.
મહત્ત્વની તારીખો
સેલરી
બ્લોક પ્રોગ્રામ સુપરવાઈઝરના પદો પર પસંદગી પામેલા ઉમેદવારને 20,600 રૂપિયાથી લઈને 32,800 રૂપિયા સુધી દર મહિને સેલરી મળશે.
આ રીતે અરજી કરો
તમે DSRVSની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ એડવર્ટાઈઝમેન્ટ લિંક પર ક્લિક કરી અરજી કરી શકો છો. અરજી કરતાં પહેલાં નોટિફિકેશન ધ્યાનથી વાંચી લો. અરીજી કરવામાં કોઈ ભૂલ હશે તો તમારી અરજી રદ્દ કરવામાં આવશે.
ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.
ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.