તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:હવે ડ્રાઈવિંગ લાઈસન્સ, RC અને વાહનોની પરમિટ 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકારે એક વખત ફરીથી વાહનોના દસ્તાવેજોની માન્યતા અવધિ વધારી દીધી છે

કેન્દ્ર સરકારે એક વખત ફરીથી વાહનોના દસ્તાવેજોની માન્યતા અવધિ વધારી દીધી છે. દેશમાં કોરોનાના કહેરને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ડ્રાઈવિંગ લાઇસન્સ (DL), રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) અને વાહનોની પરમિટ અને ફિટનેસ 30 સપ્ટેમ્બર 2021 સુધી માન્ય રહેશે.

માર્ગ પરિવહન મંત્રાલયે આદેશ જાહેર કર્યો
માર્ગ પરિવહન મંત્રાલયની તરફથી જારી કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, એનફોર્સમેન્ટ અધિકારી ફિટનેસ, તમામ પ્રકારની પરમિટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વાહનોનું રજિસ્ટ્રેશન અને અન્ય તમામ સંબંધિત દસ્તાવેજોની માન્યતા 30 સપ્ટેમ્બર 2021 સુધી માન્ય રહેશે. તેમાં તે તમામ દસ્તાવેજો સામેલ છે જેની માન્યતા 1 ફેબ્રુઆરી 2020 બાદ અથવા 30 સપ્ટેમ્બર 2021 સુધી પૂરી થઈ રહી હતી. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ નિર્ણયથી નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા ટ્રાન્સપોર્ટ સંબંધિત સેવાઓ લેવામાં મદદ મળશે.

મંત્રાલયની સલાહ- આદેશનું પાલન તમામ રાજ્યોએ કરવું
માર્ગ પરિવહન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ આદેશનું પાલન કરવાની સલાહ આપી છે. મંત્રાલયે જણાવ્યું કે, આ મુશ્કેલ સમયમાં કામ કરી રહેલા નાગરિકો, ટ્રાન્સપોર્ટર્સ અને અન્ય સંગઠનોના હિતમાં એડવાઈઝરીનું સંપૂર્ણ રીતે પાલન કરો. જેથી તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

છઠ્ઠી વખત માન્યતા લંબાવાઈ
મંત્રાલયે કોવિડને ધ્યાનમાં રાખતા છઠ્ઠી વખત વાહન સાથે સંબંધિત દસ્તાવેજોની માન્યતા અવધિ વધારી છે. સૌથી પહેલા 30 માર્ચ 2020ના રોજ ડ્રાઈવિંગ લાઈસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, વાહન પરમિટ અને અન્ય જરૂરી દસ્તાવેજોની માન્યતા અવધિ વધારી હતી. ત્યારબાદ 9 જૂન 2020, 24 ઓગસ્ટ 2020, 27 ડિસેમ્બર 2020, 26 માર્ચ 2021ના રોજ પણ આ દસ્તાવેજોની માન્યતા અવધિ વધારવામાં આવી હતી.