• Gujarati News
  • Utility
  • DRDO Has Started Two Short Term Online Courses, Registration Process For Admission In 12 Week Certificate Course Starts From Today

ઓનલાઈન કોર્સિસ:DRDOએ 2 શોર્ટ ટર્મ ઓનલાઈન કોર્સ શરૂ કર્યા, 12 અઠવાડિયાંના સર્ટિફિકેટ કોર્સમાં એન્ટ્રન્સ એક્ઝામથી એડમિશન થશે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવપમેન્ટ ઓર્ગેનાઈઝેશન)એ (AI) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ અને સાયબર સુરક્ષા પર 2 શોર્ટ ટર્મ ઓનલાઈન કોર્સિસ શરૂ કર્યા છે. આ શોર્ટ ટર્મ ઓનલાઈન કોર્સ અઠવાડિયામાં 5 દિવસ ચાલશે અને દરરોજ 2 કલાકના ક્લાસ રહેશે. આ કોર્સિસમાં સામેલ થનાર ઉમેદવાર 2 અલગ અલગ ઓનલાઈન શોર્ટ ટર્મ કોર્સમાં એડમિશન લઈ શકે છે.

12 અઠવાડિયાંનો હશે સર્ટિફિકેટ કોર્સ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ શોર્ટ ટર્મ પ્રોગ્રામ 12 અઠવાડિયાંનો એક સર્ટિફિકેટ કોર્સ છે. તેમાં પ્રોબેબિલિટી થ્યોરી, પેટર્ન રેકગ્નિશન, બિગ ડેટા એનાલિટિક્સ, કમ્પ્યૂટર વિઝન, નેચરલ લેંગ્વેઝ પ્રોસેસિંગ, ઓગ્મેન્ટેડ રિયાલિટી, ડીપ લર્નિંગ વગેરે વિષય આવરી લેવામાં આવે છે. તો સાયબર સુરક્ષાના કોર્સ પણ 12 અઠવાડિયાંનો ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સ છે. આ કોર્સિસમાં કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુઅટ સ્ટુડન્ટ પણ એડમિશન લઈ શકે છે.

એન્ટ્રન્સ ટેસ્ટથી એડમિશન થશે
આ બંને શોર્ટ ટર્મ ઓનલાઈન અભ્યાસક્રમમાં એડમિશન માટે એન્ટ્રન્સ આયોજન કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ માટે એન્ટ્રન્સ એક્ઝામ 20 ફેબ્રુઆરીએ થશે. તેનું પરિણામ 22 ફેબ્રુઆરીએ આવશે. એન્ટ્રન્સની કોઈ ફી નહિ હોય. જોકે કોર્સના એડમિશન ફી તરીકે 15 હજાર રૂપિયા આપવાના રહેશે.

28 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ
બંને કોર્સિસમા એડમિશન માટે એન્ટ્રન્સ એક્ઝામના રજિસ્ટ્રેશન ઓફિશિયલ વેબસાઈટ diat.ac.inનાં માધ્યમથી 28 જાન્યુઆરીથી શરૂ થશે. રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરનાર ઉમેદવારોએ એડમિશન કન્ફર્મ કરવા માટે 26 ફેબ્રુઆરી સુધી એડમિશન ફી જમા કરાવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...