તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Don't Worry If The ATM Card Is Lost, You Can Block The Card With A Single Call From Home; SBI Explained The Whole Process

કાર્ડ બ્લોક કરવાની પ્રોસેસ:ATM કાર્ડ ખોવાઈ જાય તો ચિંતા ન કરશો, તમે ઘરેબેઠા એક કોલથી કાર્ડને બ્લોક કરાવી શકો છો; SBIએ સંપૂર્ણ પ્રોસેસ જણાવી

5 દિવસ પહેલા
 • કૉપી લિંક

જો તમારું ડેબિટ કાર્ડ ખોવાઈ ગયું છે અથવા ચોરાઈ ગયું હોય તો તમારે તેને બ્લોક કરવા માટે બેંક જવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલ દ્વારા તેને બંધ અથવા બ્લોક કરી શકો છો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકો માટે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કાર્ડ બ્લોક કરવાની સંપૂર્ણ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ જણાવવામાં આવી છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે કેવી રીતે તમારું કાર્ડ બ્લોક કરી શકો છો.

કેવી રીતે બ્લોક કરવું?

 • ડેબિટ કાર્ડને બ્લોક કરવા માટે સૌથી પહેલા તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 1800 112 211 અથવા 1800 425 380 પર કોલ કરો.
 • ત્યારબાદ કાર્ડ બ્લોક કરવા માટે 0 નંબર બટન દબાવો.
 • તેના બીજા સ્ટેપમાં 1 નંબર બટનને દબાવીને ATM કાર્ડના છેલ્લા 5 ડિજિટ એન્ટર કરવા પડશે.
 • તેને કન્ફર્મ કરવા માટે 1 નંબર બટનને ફરી એક વખત દબાવવું પડશે.
 • હવે તમારું કાર્ડ બ્લોક થઈ જવાનો મેસેજ તમારા મોબાઈલ નંબર પર આવી જશે.

બીજું કાર્ડ પણ ઓર્ડર કરી શકો છો

 • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 1800 112 211 અથવા 1800 425 380 પર કોલ કરો.
 • જો તમે કાર્ડનું રિપ્લેસમેન્ટ ઈચ્છો છો તો તેના માટે હવે 1 નંબર બટન દબાવવું પડશે.
 • બીજા સ્ટેપમાં તમારા રજિસ્ટર્ડ ડેટ ઓફ બર્થ યરને એન્ટર કરો.
 • હવે 1 નંબર બટનને દબાવીને કન્ફર્મ કરી દો.
 • ત્યારબાદ કાર્ડ તમારા રજિસ્ટર્ડ એડ્રેસ પર મોકલવામાં આવશે અને બેંકની તરફથી કાર્ડ માટે રિપ્લેસમેન્ટ ચાર્જ અકાઉન્ટમાંથી કટ કરવામાં આવશે.
 • કાર્ડના રિપ્લેસમેન્ટની જાણકારી મેસેજ દ્વારા મળતી રહેશે.

ઘરેબેઠા તમારું ડિપોઝિટ ઈન્ટરેસ્ટ સર્ટિફેકેટ ડાઉનલોડ કરી શકો છો
SBIના કસ્ટમર ઘરેબેઠા પોતાનું ઈન્ટરેસ્ટ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે છે. તમે 4 સ્ટેપમાં સરળતાથી ડિપોઝિટ ઈન્ટરેસ્ટ સર્ટિફિકેટને તમારા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર મેળવી શકો છો. ઈન્ટરેસ્ટ ડિપોઝિટ સર્ટિફિકેટ બેંકની તરફથી કસ્ટમરને એક ફાઈનાન્શિયલ યરમાં તેની FD અને સેવિંગ અકાઉન્ટ પર મળતા વ્યાજની ડિટેઈલ હોય છે. અહીં જાણો તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે.

 • સૌથી પહેલા SBI ક્વિક એપ ખોલો અને 'વિથ આઉટ લોગ ઈન સેક્શન' પર જવું.
 • ત્યારબાદ હવે અકાઉન્ટ સર્વિસિસમાં જવું. ફરી 'ડિપોઝિટ ઈન્ટરેસ્ટ' પર ક્લિક કરો.
 • તમારી ડિટેઈલ્સ નાખીને પાસવર્ડ સેટ કરો.
 • ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર ડિપોઝિટ ઈન્ટરેસ્ટ સર્ટિફેકટ આવી જશે.