તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાઈરસ કટોકટી દરમિયાન લોકોને આર્થિક સંકડામણ ન રહે તે હેતુથી એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ હાલમાં લગભગ 8 કરોડ EPF ખાતાધારકોને રાહત આપવા માટે તેમની થાપણોને ઉપાડવાની સુવિધા આપી છે. તેના અંતર્ગત 15 દિવસની અંદર 10.02 લાખ ક્લેમ દ્વારા કુલ 3,600.5 કરોડ રૂપિયા EPFO દ્વારા જારી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જો તમે પણ PF (પ્રોવિડન્ટ ફંડ) અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો આ પૈસા તમારા વૃદ્ધાવસ્થામાં કેટલા કામ આવશે. જો જરૂરી ન હોય તો PF ઉપાડવાનું ટાળવું. તેના પર 8.5 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. આ સમયે EPFમાંથી જેટલી મોટી રકમ ઉપાડવામાં આવશે, રિટાયરમેન્ટ ફંડ પર તેની એટલી જ અસર પડશે.
તમારા ફંડ પર કેટલી અસર થશે
અંદાજિત ગણતરી મુજબ, તમારા રિટાયરમેન્ટમાં 20 અથવા 30 વર્ષનો સમય બાકી છે અને અત્યારે તમે પીએફ અકાઉન્ટમાંથી 1 લાખ રૂપિયા ઉપાડો છો તો તેનાથી તમારા રિટાયરમેન્ટ ફંડ પર 11.69 લાખ રૂપિયાની અસર પડશે.
કેટલો કટ થાય છે PF?
નિયમ અનુસાર, સેલરી મેળવનારા લોકોએ તેમના પગાર અને મોંઘવારી ભથ્થાના 12 ટકા રકમ PF અકાઉન્ટમાં આપવી ફરજિયાત છે. એમ્પ્લોયર પણ કર્મચારીના PF અકાઉન્ટમાં સમાન યોગદાન આપે છે. આ રકમને રિટાયરમેન્ટ બાદ ઉપાડવામાં આવે છે. જો કે, રિટાયરમેન્ટ પહેલા પણ PF ઉપાડી શકાય છે તેના માટે કેટલીક શરતો છે. PF અકાઉન્ટમાં યોગદાન કરવામાં આવેલ ભાગ પર કમ્પાઉન્ડિંગના આધાર પર વ્યાજ મળે છે.
ક્લેમની પ્રોસેસના 72 કલાકની અંદર મળે છે રકમ
શ્રમ મંત્રાલયના જણાવ્યા મુજબ, ચુકવણી આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. EPFOએ છેલ્લા 10 દિવસની અંદર આ દાવાઓનું સમાધાન કર્યું છે. છે. હાલમાં, સંપૂર્ણ KYC ( નો યોર કસ્ટમર) થયેલા ખાતાઓની અરજી પર 72 કલાકની અંદર કામ થઇ જાય છે.
75% ઉપાડની મંજૂરી
એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને તાજેતરમાં આશરે 8 કરોડ EPF ખાતા ધારકોને રાહત આપીને તેમની થાપણો ઉપાડની સુવિધા આપી છે. EPFOએ તેના માટે EPF સ્કીમ 1952માં ફેરફાર કરતા જણાવ્યું કે, કર્મચારીઓ જમા કરેલી 75% રકમ અથવા ત્રણ મહિનાના પગારની બરાબર રકમ ઉપાડી શકે છે. આ રકમનો ઉપયોગ કર્મચારી તેમની જરૂરિયાતો માટે કરી શકે છે અને તેને ફરીથી જમા કરવાની જરૂર રહેશે નહીં.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.