• Home
  • Utility
  • Don't take the stress out of a bad time in an economic downturn, keep an emergency fund ready

આર્થિક મંદીમાં ખરાબ સમયમાંથી બહાર આવવા સ્ટ્રેસ ન લો, ઇમરજન્સી ફંડ તૈયાર રાખો

Don't take the stress out of a bad time in an economic downturn, keep an emergency fund ready
X
Don't take the stress out of a bad time in an economic downturn, keep an emergency fund ready

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 06:05 PM IST

યુટિલિટી ડેસ્કઃ કોરોના વાઇરસને કારણે બજારમાં મંદી ચાલી રહી છે. ઘણા લોકોને તેમની નોકરી ગુમાવવાનો ડર પણ છે. આવા ખરાબ સમયમાંથી બહાર આવવા મની મેનેજમેન્ટ યોગ્ય હોવું બહુ જરૂરી છે. આર્થિક સંકટના આ યુગમાં સાવચેતી રાખવી જરૂરી છે. અહીં એવી કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જેને અપનાવીને તમે સરળતાથી ખરાબ સમયનો સામનો કરી શકો છો.

બચત વધારવા પર ફોકસ કરો

આર્થિક મંદીના સમયમાં તમારે વ્યર્થ ખર્ચ બંધ કરવો પડશે. આ માટે તમે બહાર ખાવાની ફ્રીક્વનસી ઘટાડી શકો છો અને રજાઓ પર તમારા ખર્ચ પર નિયંત્રણમૂકી શકો છો. આ સિવાય ફિલ્મ જોવાતી લઇને શોપિંગ કરવા જેવા રોજિંદા કાર્યો પણ થોડા સમય માટે મુલતવી રાખો તો તે તમારા માટે જ ફાયદાકારક બનશે.

ઇમરજન્સી ફંડ બનાવો

જો કોઈ કારણોસર તમે આર્થિક સંકટનો ભોગ બનો તો તમારે તમારા ઘરના ખર્ચ માટે ઓછામાં ઓછી 3 મહિના માટે જરૂરી રકમ ઇમરજન્સી ફંડમાં રાખવી જોઈએ. તમે આ ફંડ કોઈ બેંકના બચત ખાતામાં અથવા મ્યુચ્યુઅલ ફંડના લિક્વિડ ફંડમાં બનાવી શકો છો.

મેડિકલ ઇન્શ્યોરન્સ જરૂરી

મેડિકલ ઇન્શ્યોરન્સ તમને સમયસર પૂરતી સહાય પૂરી પાડે છે. આર્થિક મંદીના સમયમાં જો તમારા અથવા તમારા પરિવારને કોઈ મેડિકલ ઇમરજન્સીની પરિસ્થિતિ આવે તો તમે હેલ્થ પોલિસીના આધારે તેને સરળતાથી પાર કરી શકશો. જો તમારી પાસે હેલ્થ પોલિસી ન હોય તો તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.

મોટું રોકાણ કરવાનું ટાળો

આર્થિક મંદીના સમયમાં તમારે મોટું રોકાણ કરવાનું ટાળવું જોઈએ. તેમજ, તમારે સંપત્તિમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ. રોકાણથી હવે નફો મેળવવાની સંભાવના બહુ ઘટી ગઈ છે. આવી સ્થિતિમાં જો તમે મોટું રોકાણ કરશો તો તમારા પૈસા બ્લોક થઈ શકે છે.

સ્ટ્રેસ ન લો

આર્થિક સંકટ સમયે નકારાત્મક ન કરો. તણાવ લેવાથી તમારી સમસ્યા હલ નહીં થાય. પરંતુ તમારા પારિવારિક જીવનને વધુ અસર કરશે. આ પરિસ્થિતિને ટાળવા માટે તમારે મિત્રો અને પરિવાર સાથે સારો સમય પસાર કરવો જોઈએ. આ તમને ખરાબ સમયનો સામનો કરવા માટેનું મનોબળ આપશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી