કામના સમાચારદિવાળી અને છઠ્ઠ પર ઘરે જવું છે:તત્કાલ નહીં, આ ટ્રિક અજમાવીને કન્ફર્મ ટિકિટ બુક કરો

એક મહિનો પહેલા

તત્કાલ ટિકિટના માધ્યમથી કન્ફર્મ ટિકિટ લેવી પોપ્યુલર છે. લોકો મોટાભાગે છેલ્લી મિનિટે ટિકિટ બુક કરવા માટે આ જ માધ્યમનો ઉપયોગ કરે છે. તેમાં ટિકિટ પણ સરળતાથી મળી જાય છે પણ જ્યારે તહેવારનો સમય આવે તો તત્કાલમાં પણ ટિકિટ મેળવવી મુશ્કેલ બની જાય છે. વિશેષ તો ટિનેજર્સ અને યંગસ્ટર્સ કે જે ઘરે તો જવાના હોય પણ ટિકિટ વિશે હજુ કશું જ વિચાર્યું પણ ન હોય. દિવાળીના 1-2 દિવસ પછી તેમની આંખો ખૂલે છે અને ટિકિટ બુક કરવાના જુગાડમાં લાગી જાય છે.

સૌથી પહેલા એ સમજીએ કે, તહેવારના સમયે તત્કાલમાં ટિકિટ બુક કરવામાં શું તકલીફ આવે?

 • ઓનલાઈન તત્કાલમાં ટિકિટ બુક કરાવતા સમયે માહિતી ભરવામાં જ એટલો સમય લાગી જાય કે, પૂરેપૂરો ક્વોટા બુક થઈ ચૂક્યો હોય છે અને પછી ટિકિટ મળતી જ નથી
 • જો તમે માહિતી ફટાફટ ભરી પણ લો તો બીજી સમસ્યા પેમેન્ટ સમયે ઊભી થાય. પેમેન્ટ માટે તમે જેવી કાર્ડની માહિતી ઉમેરો નેટવર્કનો ગોળો ફર્યા રાખે છે અને છેલ્લે ટાઈમ આઉટ થઈ જાય એટલે ટિકિટ બુક થાય જ નહીં
 • ઓફલાઈન તત્કાલ ટિકિટ માટે તમારે તમારી ઓફિસ સહિતનાં બધાં જ કામ છોડીને તમારે રેલવે કાઉન્ટરની લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે અને જો તેમાં પણ વારો છેલ્લે આવે તો ટિકિટ મળતાં-મળતાં રહી જાય.

હવે તમે કહેશો કે, આ બધું જ અમે જાણીએ છીએ તમારી પાસે આનું કોઈ સોલ્યુશન હોય તો જણાવો, જેના માધ્યમથી કન્ફર્મ ટિકિટ બુક કરાવી શકીએ.

પ્રશ્ન- કન્ફર્મ ટિકિટ બુક કરતાં પહેલાં આપણે કઈ બાબતોનું ઘ્યાન રાખવું જોઈએ?
જવાબ-
નીચે લખેલી ટિપ્સ ફોલો કરો-

 • બીજી કોઈ ચીલાચાલુ વેબસાઈટથી નહી પણ IRCTCથી ટિકિટ બુક કરો
 • ઈન્ટરનેટ કનેક્શનમાં કોઈ પ્રોબ્લેમ તો નથી ને તે તપાસો
 • જલદી પેમેન્ટ થાય તેવાં ઓપ્શન તપાસો જેમ કે- UPI કે પેટીએમ
 • જેટલી ટિકિટ બુક કરવા ઈચ્છો છો તેટલું બેલેન્સ બેન્ક એકાઉન્ટમાં પણ રાખવું

પ્રશ્ન- તત્કાલ સિવાય બીજો ક્યો વિકલ્પ છે કે જેના માધ્યમથી તમે કન્ફર્મ ટિકિટ બુક કરાવી શકો?
જવાબ-
માસ્ટર લિસ્ટ. હા IRCTCના માસ્ટર લિસ્ટ વિકલ્પથી તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકો, આ માધ્યમથી કન્ફર્મ ટિકિટ મળવાની સંભાવના વધી જાય છે.

પ્રશ્ન- શું છે માસ્ટર લિસ્ટ?
જવાબ- માસ્ટર લિસ્ટ એક પ્રકારનું ફીચર છે, જે IRCTCના એપ કે વેબસાઈટમાં ઉપલબ્ધ છે.

પ્રશ્ન- માસ્ટર લિસ્ટના માધ્યમથી તમે ટિકિટ કેવી રીતે કરી શકો?
જવાબ-
સૌથી પહેલા માસ્ટર લિસ્ટ બનાવો, આ માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.

 • IRCTCની એપ ઓપન કરીને તમારા ID અને પાસવર્ડ નાખીને લોગ-ઈન કરો.
 • મોબાઈલ સ્ક્રિન પર નીચે HOME પછી MY ACCOUNTનો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.
 • MY MASTER LIST પર ક્લિક કરો.
 • તમે પહેલાં કોઈ માસ્ટર લિસ્ટ બનાવ્યું હશે નહીં એટલે તેમાં NO RECORD FOUND લખેલું જોવા મળશે, તેની બાજુમાં રહેલા OK પર ક્લિક કરો.
 • હવે સ્ક્રિન પર ADD PASSENGER પર ક્લિક કરો.
 • હવે પેસેન્જરની માહિતી ભરો અને નીચે રેડ કલરથી લખેલા ADD PASSENGER પર ક્લિક કરો.
 • હવે પેસેન્જરની માહિતી સક્સેસફુલી સેવ થઈ જશે અને તમને દેખાવા લાગશે.

હવે લિસ્ટ બની ચૂક્યું છે તો ટિકિટ બુક કરવા માટે નીચેના ગ્રાફિક્સમાં આપેલ માહિતીને સ્ટેપવાઈઝ ફોલો કરો.

તો આ વાત થઈ માસ્ટર લિસ્ટ પર ટિકિટ બુક કરવાની. હવે તેની સાથે જોડાયેલા અમુક પ્રશ્નોના જવાબ જાણીએ

પ્રશ્ન- શું માસ્ટર લિસ્ટમાં પેસેન્જરની માહિતી ઉમેરવા માટેનો કોઈ નિશ્ચિત સમય છે કે તમે ગમે ત્યારે ઉમેરી શકો?
જવાબ-
હા, તમે માસ્ટર લિસ્ટમાં સવારના 9:55 થી 10:15 અને 10:55 થી 11:15 સુધી કોઈપણ પેસેન્જરની માહિતી ઉમેરી શકશો. તે સિવાય તમે ગમે ત્યારે માહિતી ઉમેરી શકો છો.

પ્રશ્ન- એક મહિનામાં કેટલી ટિકિટ બુક કરી શકાય?
જવાબ-
જો તમે IRCTCમાં પોતાનું આધાર લિન્ક કરો છો તો એક મહિનામાં 24 ટિકિટ બુક કરી શકો.

પ્રશ્ન- જો આધાર વેરિફાઈડ નથી તો તમે ટિકિટ બુક કરી શકો?
જવાબ-
આવી સ્થિતિમાં તમે 12 ટિકિટ બુક કરી શકો

પ્રશ્ન- જો મારે મારા IRCTC એકાઉન્ટને આધારથી લિંક કરવું છે તો શું કરું?
જવાબ-
આ સ્ટેપ્સને ફોલો કરો.

 • સૌથી પહેલા IRCTC એપ ઓપન કરીને તેમાં ID ને પાસવર્ડ નાખો.
 • હવે સ્ક્રિન પર HOME પેજ ખૂલશે, તેમાં નીચેની તરફ જાવ અને MY ACCOUNT પર ક્લિક કરો.
 • હવે LINK YOUR AADHAR પર ક્લિક કરો, તમને તમારો આધાર નંબર પૂછવામાં આવશે.
 • આધાર નંબર નાખશો એટલે જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે તેમાં OTP આવશે.
 • તે OTP તેમાં ઉમેરો, તેને આધાર વેરિફિકેશન માટે ઉપયોગમાં લેવાશે.
 • સ્ક્રિન પર નીચે તમારી આધાર કાર્ડની માહિતી દેખાશે, જેને ચેક કરીને VERRIFY બટન પર ક્લિક કરો.
 • તમારી પાસે મેસેજ આવી જશે અને તમારું આધાર કાર્ડ લિંક થઈ જશે.

ધ્યાનમાં રાખજો- ભારતીય રેલવે અનુસાર, ટિકિટ બુક કરવા માટે પેસેન્જરની પ્રોફાઇલ પણ આધાર સાથે વેરિફાઈડ જોઇએ. જે પછી તમે માસ્ટર લિસ્ટનો ઉપયોગ કરી શકો છો. ટિકિટ બુક કરવા માટે, તમે સીધા IRCTCમાં જઈ શકો છો-

https://www.irctc.co.in/nget/train-search

જાણવા જેવું
કેટલાક સામાન્ય લોકોના પ્રશ્નોથી તમે તમારી શંકાઓને દૂર કરો.

પ્રશ્ન- મારું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક નથી થઇ રહ્યું, મારે શું કરવું જોઇએ?
જવાબ:
અહીં તમારે કેટલીક બાબતોને ઠીક કરવી પડશે. દાખલા તરીકે, તમારું નામ અને સરનામું સુધારી લો. આધાર પર લખેલું છે તે મુજબ નામ-સરનામું નહી રાખો તો આધાર લિંક નહીં થાય.

પ્રશ્ન- મેં IRCTC એકાઉન્ટ પર મારું નામ સાહિલ વર્મા લખ્યું છે અને આધાર કાર્ડ પર સાહિલ કુમાર છે, તો શું આધાર લિંક નહીં થાય?
જવાબ:
હા, ચોક્કસ. આવી સ્થિતિમાં તમારી માહિતી મેચ નહીં થાય અને આધાર લિંક નહીં થાય.

સવાલ- IRCTC એકાઉન્ટ અને આધાર કાર્ડમાં નામ અલગ છે, છતાં આધાર લિંક કરવાનું છે, તો શું કરવું?
જવાબ:
આવી સ્થિતિમાં IRCTCમાં નવું એકાઉન્ટ બનાવવું પડશે, તેમાં એ જ નામ અને ડિટેઇલ્સ નાખવી પડશે, જે આધાર પર છે. આનાથી તમારી સમસ્યા ખતમ થઈ જશે.