• Gujarati News
 • Utility
 • Don't Make The Mistake Of Running When The Dog Attacks You, Otherwise There Will Be A Chance Of Getting Bitten

કૂતરું પાળતાં પહેલાં:પાલતું કૂતરું કોઇને કરડી જાય તો? કૂતરાના માલિકને સજા થાય? પેટ ડૉગને ટ્રેનિંગ કઈ રીતે આપવી?

22 દિવસ પહેલા
 • કૉપી લિંક

છેલ્લાં ઘણા દિવસથી દેશના અલગ-અલગ વિસ્તારમાં કુતરા કરડવાની ઘટના વિશે જાણકારી મળે છે. જેમાં અમુકવાર તો એવી ઘટનાઓ બને છે કે, હોસ્પિટલમાં પણ સારવાર લેવી પડે છે. જો ઘટના પર નજર નાખવામાં આવે તો ગાઝિયાબાદના સંજય નગર સેક્ટર-23માં 10 વર્ષિય બાળકને કુતરુ કરડી ગયું હતું. ઘણી કોશિશ કર્યા બાદ બાળકને બચાવી લેવામાં આવ્યું હતું, પરંતુ બાળકને કાન અને ચહેરા પર 150 ટાંકા લેવા પડ્યા હતા.

આજે કામના સમાચારમાં જણાવીશું કે, કુતરુ કરડે છે ત્યારે કઇ વાતને ધ્યાનમાં રાખવી જોઇએ, કુતરુ કરડે છે ત્યારે કોને સજા થાય છે?

ઉપરના ગ્રાફિકના પોઇન્ટને દિલ્હીનાં ઉદાહરણથી સમજીએ.
1957ના DMC એક્ટ એટલે કે Delhi Municipal Corporation Act એક્ટ મુજબ ઘરમાં કૂતરું રાખવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. આ સાથે જ કૂતરાને હડકવાની રસી આપેલી હોવી જોઈએ. રસી લીધા પછી જ કૂતરાનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આ માટે દિલ્હીવાસીઓએ 500 રૂપિયા ફી પણ ચૂકવવી પડશે.

DMCના જણાવ્યા અનુસાર કુતરાનું રજીસ્ટ્રેશન એક વર્ષ માટે માન્ય રાખવામાં આવે છે. એક વર્ષ બાદ કૂતરાનું રજીસ્ટ્રેશન રિન્યુ કરાવવું પડે છે.

આવો જાણીએ ઘર કે બહાર કોઇ જગ્યાએ કુતરુ કરડવાની કોશિશ કરે છે ત્યારે શું કરવું જોઇએ?

બ્રિડર અને ડોગ બિહેવિયર એક્સપર્ટ ફૈઝ મોહમ્મદ ખાન આ સ્થિતિમાં સલાહ આપે છે કે…

ઘણા લોકો કોઇ પાલતું કુતરાને જુએ છે કે, તુરંત જ ઓ માય ગોડ, ધ ડોગ ઇઝ સો ક્યુટ કહીને તરત જ તેની પાસે જાય છે ને માથા પર હાથ ફેરવે છે. આ પ્રકારનું વર્તન બિલકુલ ન કરો. સૌથી પહેલાં માલિકને પુછો કે, કુતરું ફ્રેન્ડલી છે કે નહી.

જો તમે લિફ્ટમાં કે ક્યાંય કૂતરાને અચાનક જુઓ છો કૂદકા ન મારો
જ્યારે કુતરાને આંટો મારવા લઇ જાઓ છો તો કોઈ મજબૂત વ્યક્તિને લઈ જાઓ એટલે કે ઘરના કોઈ બાળક કે વૃદ્ધ વ્યક્તિ સાથે તમારા પાલતુ કૂતરાને બહાર ન મોકલો.

પેટ પેરેન્ટ માટે આ રહી સલાહ
દિલ્હીના ડોગ ટ્રેનર, બિહેવિયર સ્પેશિયાલિસ્ટ, વીરેશ શર્મા, જણાવે છે કે, કૂતરાના માલિકે ધ્યાન રાખવું પડશે કે પાલતુ કૂતરો બીજાને કરડે નહીં.

માલિકે કુતરાને સામાજીક રહેવાની ટેવ પાડવી જોઇએ.

 • માલિક જ્યારે કુતરાને બહાર લઇ જાય છે ત્યારે લોકો સાથે રહેવાની ટેવ પાડવી જોઇએ. જેથી કોઇ અજાણ્યા લોકોને મળે છે ત્યારે ડરવાની કે કરડવાની કોશિશ ન કરે.
 • કૂતરાને ફરવા લઈ જાઓ, તેને લિફ્ટમાં લઈ જાઓ અથવા ગમે ત્યાં લઈ જાઓ, પછી તેને એવી રીતે બાંધો કે તે છુટી ન જાય.
 • માલિક તેના કૂતરાને નજીક જ રાખે. દોરડાને વધારે ઢીલું ન કરો.

કોઇ ગલીમાં કે પછી રસ્તા પર શેરીના કુતરા દોડવાની કે કરડવાની કોશિશ કરે તો, કેવી રીતે બચી શકાય?

 • ફૈઝ મોહમ્મદ ખાન અનુસાર, જો તમે બાઇક પર જાઓ છો, તો ત્યાંથી ઝડપથી બહાર નીકળવાનો પ્રયાસ કરો. દેશના દરેક કૂતરાનો મુડ કેવો હોય છે તે જાણી શકતા નથી. શેરી કૂતરાઓને બીજી જગ્યાએ મોકલવાની અને તેમનો વસ્તી વધારો કંટ્રોલ કરવાની જવાબદારી પાલિકાની છે.
 • જો તમે ચાલીને જઇ રહ્યા છો તો દોડવાની કે ભાગવાની ભૂલ બિલકુલ ન કરો. જો કુતરુ તમારી ઉપર હુમલો કરવાની કોશિશ કરે છે તો, પથ્થરથી ડરાવો. મોટાભાગના શ્વાન તેનાથી દૂર થઈ જાય છે. જો નથી જતો તો બીજી રીતે તમે દુર થઈ જાઓ. આ સલામત રસ્તો છે. થોડા સમય પછી કોઈની મદદથી ત્યાંથી બહાર નીકળો.

નાનાં બાળકોને કૂતરું કરડે, ત્યારે શું કરવું જોઇએ?
ડૉ. સાદ અસલમ ખાન જણાવે છે કે,

 • જો બાળકને કુતરુ કરડે છે, તો તેને ઘરે લઈ જાઓ.
 • નળમાં પાણી ચાલુ કરો અને જ્યાં કૂતરુ કરડ્યું હોય તે જગ્યાને પાણીથી ધોઈ નાખો.
 • તેનાથી લોહી બંધ થશે. કૂતરું કરડ્યા બાદ જે વાયરસ શરીરમાં પ્રવેશે છે તે પાણીને કારણે બહાર આવશે.
 • થોડીવાર પછી એ જગ્યાને સાબુ અને પાણીથી ધોઈ લો. લોહીને બહાર આવવા દો. આવું 15-20 મિનિટ કરો.
 • હવે આ વિસ્તારને સ્વચ્છ કપડાથી સાફ કરો અને કોઈપણ પ્રકારનું ક્રીમ ન લગાવો.
 • નજીકના ડૉક્ટર અથવા આરોગ્ય સંભાળ કેન્દ્રની સીધી મુલાકાત લો. ડૉક્ટર પાસેથી સારવાર લો.
 • જો તમે કૂતરા પર નજર રાખી શકો છો, તો તેને 10 દિવસ સુધી રાખો. જો તેને હડકવા છે, તો તે 10 દિવસમાં મૃત્યુ પામે છે. જો નહીં જીવિત રહેશે.
 • ડોક્ટરને કૂતરાના મૃત્યુ વિશે જાણ કરો.આ વસ્તુ સારવારમાં ઉપયોગી થશે.