• Gujarati News
  • Utility
  • Don't Make The Mistake Of Drawing Out With A Pen Or Pencil, You Can Become A Victim Of Serious Problems

પ્રાઈવેટ પાર્ટમાં ફસાઈ શકે છે મેન્સ્ટ્રુઅલ કપ:પેન કે પેન્સિલથી બહાર કાઢવાની ભૂલ કરશો નહી, ગંભીર સમસ્યાના શિકાર બની શકો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

પીરિયડ દરમિયાન દરેક મહિલા આરામદાયક અનુભવવા ઈચ્છે છે. તે ઈચ્છે છે કે, આ સમય દરમિયાન લીકેજથી કપડાં પર દાગ ન લાગે. મહિલાઓ પોતાના અનુભવ એકબીજા સાથે શેર કરતી રહેતી હોય છે અને તેમાં જ એક વાત જાણવા મળી કે, આજકાલ મોટાભાગના લોકો મેન્સ્ટ્રુઅલ કપ યૂઝ કરવાની સલાહ આપી રહ્યા છે.

કામના સમાચારમાં આ ટોપિકને અમે મહિલા રીડર અને ઓફિસ કલિગની સિક્વેસ્ટ પર પસંદ કર્યો છે. તે અમારા માધ્યમથી એ જાણવા માગતી હતી કે, મેન્સ્ટ્રુઅલ કપ યૂઝ કરતાં સમયે કઈ-કઈ સાવચેતીઓ રાખવી જોઈએ?

અમે આ ટોપિક પર ભોપાલની ગાયનેકોલોજિસ્ટ ડૉ. રોમિકા કપૂર, ગુડ઼ગાવની ક્લાઉડ નાઈન હોસ્પિટલની ગાયનેકોલોજિસ્ટ ડૉ. રિતુ સેઠી, મણિપાલ ગાઝિયાબાદની ડૉ. વિનીતા દિવાકર અને ડૉ. અલેક્ઝેંડ્રે પુપો સાથે વાત કરી.

શરુઆત ક્રિએટિવથી કરીએ...

પ્રશ્ન-1 આજકાલ મહિલાઓ ખાસ કરીને યંગ જનરેશન મેન્સ્ટ્રુઅલ કપ યૂઝ કરી રહી છે, હું પણ યૂઝ કરુ છું, તે કેટલું સુરક્ષિત છે?
જવાબ- ડૉ. વિનીતા દિવાકર કહે છે કે, બીજાની નકલ કરીને કોઈપણ કામ કરવું યોગ્ય નથી. મેન્સ્ટ્રુઅલ કપનો સંબંધ હાઈજીન અને તમારા સ્વાસ્થ્ય સાથે છે. એટલા માટે તેનો યૂઝ કરતાં પહેલાં તમારે અનેક વાતોનું ધ્યાન રાખવું પડશે. ઘણી મહિલાઓ માટે મેન્સ્ટ્રુઅલ કપ યૂઝ કરવો દર્દનાક અનુભવથી ઓછો નથી. આ માટે તમારે ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી. તેને યૂઝ કરવા માટે અને તેની સાફ-સફાઈ માટે જે પણ માર્ગદર્શિકા છે, તેને ફોલો કરવી જોઈએ.

પ્રશ્ન-2 હું એક 22 વર્ષની વર્કિંગ વુમન છું. હું એ જાણવા માગુ છુ કે, શું લગ્ન પહેલાં તેનો ઉપયોગ કરી શકાય? મેં એમ પણ સાંભળ્યું છે કે, તેના કારણે અપરિણીત છોકરીઓમાં હાયમેન ફાટી જવાની સંભાવના રહે છે?
જવાબ- ડૉ. રોમિકા કપૂર કહે છે કે, એ વાત સાચી છે કે તેના ઉપયોગથી હાઈમન ફાટી જવાની સંભાવના રહે છે એટલે કે હાઈમનનું પટલ તૂટી જાય છે. એટલા માટે આજના સમયમાં એ જાણવું જરુરી છે કે, પરિણીત મહિલાઓ તેનો ઉપયોગ કરે કે અપરિણીત. જો તમે ફિઝીકલી એક્ટિવ છો અને કોઈ ફિઝીકલ રિલેશનમાં છો તો તેનો ઉપયોગ કરી શકો. જેને લગ્ન પહેલાં પોતાની વર્જિનિટી ખોવાનો ડર સતાવતો હોય તે તેને યૂઝ ન કરે.

પ્રશ્ન-3 કોઈએ મને કહ્યું કે, કપની સાઈઝ એ વાત પર પણ આધાર રાખે છે કે, મહિલાએ બાળકનો જન્મ નોર્મલ ડિલીવરીથી થયો છે કે નહી? શું તે સાચુ છે?
જવાબ- ડૉ. રોમિકા કપૂર કહે છે કે, આ વાતનો તેની સાથે કોઈ જ સંબંધ નથી. મહિલા તેના શરીર મુજબ કપની સાઈઝ પસંદ કરી શકે. બજારમાં જુદી-જુદી સાઈઝનાં કપ મળી રહે છે.

ડૉ. રિતુ સેઠી કહે છે કે, જે મહિલાઓની ડિલિવરી નોર્મલ થાય, તેમની વજાઈનાનો શેપ થોડો પહોળો હોય છે. એટલા માટે કપની સાઈઝ થોડી અલગ હોય શકે. તમને કઈ સાઈઝનો મેન્સ્ટ્રુઅલ કપ ફીટ આવશે તે તમને તમારા ડૉક્ટર જ જણાવી શકશે.

પ્રશ્ન-4 મારી ઉંમર 21 વર્ષ છે, હું અને મારી ફ્રેન્ડ પહેલા પેડ યૂઝ કરતા હતા પણ હવે દેખાદેખીમાં અમે મેન્સ્ટ્રુઅલ કપ યૂઝ કરી રહ્યા છીએ, એક કે બે વાર તે વજાઈનામાં ફસાઈ ગયું હતું ને તેને બહાર કાઢવામાં ખૂબ જ તકલીફ પડી હતી, તેને પેન્સિલથી બહાર કાઢવાની પણ ટ્રાય કરી હતી, શું તે જીવલેણ છે?
જવાબ- ડૉ. રોમિકા કપૂર કહે છે કે, વજાઈનામાં મેન્સ્ટ્રુઅલ કપ ફસાઈ જવું એ જીવલેણ સાબિત થઈ શકે. તેને વજાઈનામાં દાખલ કરતાં સમયે પણ તકલીફ આવી શકે. આ વાત પર અમુક મહિલાઓ ધ્યાન પણ દેતી નથી. તેના કારણે શરીરમાં ઇન્ફેક્શન પણ ફેલાઈ શકે.

આ જ રીતે જ્યારે મેન્સ્ટ્રુઅલ કપને રિમૂવ કરવાનો સમય આવે ત્યારે પણ અમુક મહિલાઓએ તકલીફોનો સામનો કરવો પડે છે. તે તેને બહાર કાઢવા માટે પેન કે પેન્સિલ જેવી વસ્તુઓનો પણ ઉપયોગ કરે છે. તેને જલ્દી-જલ્દી બહાર કાઢવાના ચકકરમાં ઘણીવાર તેણે સ્ક્રેચીઝનો સામનો પણ કરવો પડે છે.

આ સમયે બેક્ટેરિયલ ઈન્ફેક્શન થવાની આશંકાઓ પણ રહે છે. જો તે અંદર યોગ્ય રીતે ચિપક્યું હોય તો તેને ડિસ્ચાર્જ કરી શકાય. એટલે રાહ જોયા વિના ગાયનેક અથવા ટ્રેન્ડ નર્સનો કોન્ટેક્ટ કરો અને તેની મદદથી તુરંત જ તેને દૂર કરો.

બળજબરીપૂર્વક મેન્સ્ટ્રુઅલ કપ બહાર કાઢવાના કારણે આ સમસ્યાઓ થઈ શકે

  • બેક્ટેરિયલ ઈન્ફેક્શન
  • ટોસિક શોક સિન્ડ્રોમ
  • ડિસ્ચાર્જ

મેન્સ્ટ્રુઅલ કપ યૂઝ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો તે પહેલાં આ જરુરી વાતો વાંચી લેજો

  • મેન્સ્ટ્રુઅલ કપ 6-12 કલાક જ યૂઝ કરવો જોઈએ.
  • જો મોડું થાય તો હેવી ફ્લો લીક થવાનો ભય રહે છે
  • તેને દૂર કરતાં પહેલાં હાથોને પણ સારી રીતે સાફ કરી લો
  • પહેલી આંગળી કે અંગૂઠાની મદદથી આરામથી બહાર કાઢો
  • સીલ જ્યારે આંગળીનાં પ્રેશરથી ખુલી જાય ત્યારે જ બહાર કાઢો
  • કપ જો વજાઈનાની અંદર ફસાઈ જાય તો તેને બળજબરીપૂર્વક બહાર કાઢો
  • ક્યારેય પણ કપ બહાર કાઢવા માટે તેજ ધારવાળી કે પેન્સિલ જેવી વસ્તુઓને અંદર ન નાખવી

પ્રશ્ન-5 પીરિયડ શરુ થયાનાં કેટલા સમય પછી કપ યૂઝ કરવો યોગ્ય છે?
જવાબ-
ડૉ. રિતુ સેઠીના મત મુજબ જો તમે મેન્સ્ટ્રુઅલ કપ યૂઝ કરવાની રીત ડૉક્ટર પાસેથી શીખી લીધી છે તો તમે તેને પીરિયડ દરમિયાન યૂઝ કરી શકો છો. તેના માટે કોઈ ફિક્સ સમય નથી. હા, એટલું જરુર કે જો તમારી ઉંમર નાની છે તો બીજાની દેખાદેખીમાં ટ્રાય કરશો નહી. ડૉક્ટર મળીને ચેક કરો કે, મેન્સ્ટ્રુલ કપ યૂઝ કરવા માટે તમારી વજાઈના હેલ્થી છે કે નહી.

પ્રશ્ન-6 જો આપણે ડૉક્ટર કે કોઈ એક્સપર્ટ પાસેથી મેન્સ્ટ્રુઅલ કપ લગાવવાનું શીખ્યા નથી અને જાતે જ ઉપયોગ કરવાનું ચાલુ કરી દઈએ તો શું કોઈ સમસ્યા આવી શકે?
જવાબ- ડૉ. રિતુ સેઠીનાં મત મુજબ તેને લગાવવાથી અમુક ફિઝીકલ સમસ્યા આવી શકે જેમ કે-
ડિસ્કમ્ફર્ટ - અમુક લોકો કંઈપણ જાણ્યા વિના પોતાની ઈચ્છા પ્રમાણે વજાઈનામાં તેને લગાવવાની કોશિશ કરે છે, જેના કારણે તેને ડિસ્કમ્ફર્ટ ફિલ થાય છે.
લીકેજ- જ્યારે તમને તેને લગાવવાની રીત જ ખબર નથી તો તેને ખોટી રીતે વજાઈનામાં દાખલ કરી લેશો અને લીકેજની પ્રોબ્લેમ આવી શકે.

પ્રશ્ન-7 ટ્રાવેલ દરમિયાન હું તેનો યૂઝ કરવાનું વિચારી રહી છું, જો તે રસ્તામાં જ ફુલ થઈ જાય છે અને મારી પાસે તેને રિપ્લેસ કરવાનું બીજુ કોઈ ઓપ્શન નથી તો તે કેટલું રિસ્કી છે?
જવાબ- ડૉ. રોમિકા કપૂર કહે છે કે, જો ટ્રાવેલ દરમિયાન તમારી પાસે તેને ચેન્જ કરવાનો ઓપ્શન નથી તો તે રિસ્કી છે. જો તે ફૂલ થઈ ગયું તો ઓવરફ્લો થઈ શકે. લીકેજની પ્રોબ્લેમ થઈ શકે. તેની સાથે જ તમને વજાઈનાના ભાગમાં દુખાવો પણ થઈ શકે. આ બધી જ સમસ્યા તમારા યૂટ્રસની પોઝિશન પર આધારિત છે.

પ્રશ્ન-8 મારા લગ્નને 1 જ વર્ષ થયું છે. મેં ફેમીલી પ્લાનિંગ માટે IUD કરાવ્યું છે, એવામાં મેન્સ્ટ્રુઅલ કપનો યૂઝ કરવો યોગ્ય છે?
જવાબ- ડૉ. એલેક્ઝેંડ્રે પુપોના મત મુજબ મેન્સ્ટ્રુઅલ કપ બનાવનારી અનેક કંપની IUDની સાથે મેન્સ્ટ્રુઅલ કપ યૂઝ કરવાની સલાહ આપશે નહી. જો તમે ગર્ભનિરોધક ઉપાય IUD લગાવી રાખ્યું છે તો તમે મેન્સ્ટ્રુઅલ કપ યૂઝ કરી શકશો નહી. જે સ્ત્રીઓને કોન્ડોમની એલર્જી હોય તેમણે લેટેક્ષ-ફ્રી કપનો ઉપયોગ કરવો જોઈએ.

પ્રશ્ન-9 જો તમે મેન્સ્ટ્રુઅલ કપ યૂઝ કરી રહ્યા છો તો યુરિન સમયે કોઈ તકલીફ આવી શકે?
જવાબ- ડૉ. એલેક્ઝેન્ડ્રે પુપોના મતે મેન્સ્ટ્રુ્લ કપ લગાવવાથી યુરિન સમયે કોઈપણ તકલીફ થશે નહી પરંતુ, જો પ્રેશર મહેસૂસ ન થાય તો તેનો અર્થ એવો થાય છે કે, આ કપ થોડો વધારે યુટ્રસની અંદર જવો જોઈએ.

જાણવા જેવું
વર્ષ 1930માં એક મહિલાએ પહેલીવાર મેન્સ્ટ્રુઅલ કપ બનાવ્યો હતો.
આજે આપણે જે મેન્સ્ટ્રુઅલ કપના પ્રોટોટાઇપની ચર્ચા કરી રહ્યા છીએ, તે સૌથી પહેલા વર્ષ 1930માં આવ્યો હતો. અમેરિકન અભિનેતા અને શોધક લિયોના વી. ચાલ્મર્સે વર્ષ 1937માં તેને પેટન્ટ કરવા માટે અરજી કરી હતી.

પહેલા આ કપ હાર્ડ રબરમાંથી બનાવવામાં આવતો હતો. બીજા વિશ્વયુદ્ધ બાદ રબરની અછત સર્જાઇ હતી, ત્યારબાદ ચાલ્મર્સની ટીમે તેનું સોફ્ટ વર્ઝન બનાવવાનું શરૂ કર્યું હતું. જેને ‘વલ્કેનાઇઝ્ડ રબર’ કહેવામાં આવે છે. તેનું ડિસ્પોઝેબલ વર્ઝન આવ્યું હોવા છતાં આ પ્રયોગ સફળ થઇ શક્યો નહોતો. મહિલાઓએ કહ્યું કે, જ્યારે આપણે સરળતાથી આપણું ખરાબ લોહી વહાવી શકીએ છીએ અથવા ફેંકી શકીએ છીએ તો પછી કપમાં આ લોહીને સાચવી રાખવા કોણ માગે છે?