• Gujarati News
  • Utility
  • Don't Click On Any Link Without Thinking; Empty Your Bank Account, SBI Warned Customers

બેંકિંગ ફ્રોડ:કોઈપણ લિંક પર વિચાર્યા વગર ક્લિક ન કરશો; તેનાથી તમારું બેંક અકાઉન્ટ ખાલી થઈ શકે છે, SBIએ ગ્રાહકોને સાવધાન કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • SBIએ તેના ગ્રાહકોને ખાસ ઈમેલ મોકલીને અને ટ્વિટર દ્વારા ચેતવણી આપી

કોરોનાવાઈરસના કારણે દેશમાં લોકડાઉન છે. આવી સ્થિતિમાં લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે. તેનાથી ઓનલાઈન છેતરપિંડી થવાની સંભાવના વધી જાય છે. તેને ધ્યાનમાં રાખતા ભારતીય સ્ટેટ બેંક (SBI)એ તેના ગ્રાહકોને ખાસ ઈમેલ મોકલીને અને ટ્વિટર દ્વારા ચેતવણી આપી છે. બેંકે ગ્રાહકોને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન સાઈબર ક્રાઈમથી બચવા માટે 6 જરૂરી વાતોનું ધ્યાન રાખવા માટે કહ્યું છે. જાણો તેના વિશે...

  • SBIએ ગ્રાહકોને અજાણી લિંક પર ક્લિક ન કરવા જણાવ્યું છે. આવી લિંક દ્વારા OTP (વન ટાઈમ પાસવર્ડ) અને બેંક અકાઉન્ટ સંબંધી જરૂરી જાણકારી માગવાનો પ્રયાસ કરવામાં આવે છે. આજકાલ ગ્રાહકોને EMI (ઈક્વિટેડ મન્થલી ઇન્સ્ટોલમેન્ટ), ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)અને પીએમ કેર્સ ફંડમાં ડોનેશનના નામ પર નકલી લિંક પર ક્લિક કરાવે છે. ત્યારબાદ તેઓ તમારા અકાઉન્ટ સંબંધી જરૂરી ડેટા એકત્રિત કરીને તમારું અકાઉન્ટ ખાલી કરી શકે છે.
  • SBIએ તેના ગ્રાહકોને નોકરી અથવા કેશ પ્રાઈઝ જીતવાની સ્કીમથી પણ સાવધાન રહેવા જણાવ્યું છે. તેમાં SMS,ઈમેલ અથવા ફોનકોલ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવે છે. સમયાંતરે તમારું ઓનલાઈન બેંકિંગનું લોગિન, ટ્રાન્ઝેક્શન પાસવર્ડ વગેરે બદલતા રહેવું. તેને કોઈની પણ સાથે શેર ન કરો.
  • કોઈ પણ બેંક તેના ગ્રાહકોને કોલ, SMS અથવા ઈમેલ દ્વારા OTP અને પાસવર્ડ જેવી કોઈ જાણકારી નથી માગતી. આવી સ્થિતિમાં જો કોઈ તમારી પાસેથી આ જાણકારી માગે છે તો સાવધાન થઈ જાઓ અને કોઈપણ પ્રકારની માહિતી શેર ન કરો.
  • બેંકનો ફોન નંબર, એડ્રેસ અથવા અન્ય કોઈ જાણકારી ગૂગલ પર સર્ચ ન કરો. જરૂરી નથી કે ઈન્ટરનેટ પર રહેલી તમામ જાણકારી યોગ્ય હોય. બેંક સંબંધી કોઈપણ જાણકારી SBIની સત્તાવાર વેબસાઈટ https://www.sbi.co.in/ પર તમને સરળતાથી મળી જશે.
  • જો તમારી સાથે કોઈ પણ પ્રકારનું બેંકિંગ ફ્રોડ થાય છે તો તેને છુપાવો નહીં. તમારા બેંક અકાઉન્ટ સંબંધી કોઈ પણ છેતરપિંડી વિશેની જાણ થાય તો તરત નજીકના પોલીસનો સંપર્ક કરવો અને સંપૂર્ણ જાણકારી આપવી. સાથે તમારી નજીકની SBI બ્રાંચમાં તેના વિશે જાણકારી આપો.

સતત વધી રહ્યા છે બેંકિંગ ફ્રોડના કેસ 
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ડિજિટલ ટ્રાન્ઝેક્શનના કારણે વર્ષ 2018-19માં 71,543 કરોડ રૂપિયાની બેંકિંગ છેતરપિંડી થઈ હતી. આ સમયગળામાં બેંક છેતરપિંડીના 6800થી વધુ કેસ સામે આવ્યા હતા. વર્ષ 2017-18માં બેંક છેતરપિંડીના 5916 કેસ સામે આવ્યા હતા. તેમાં 41,167 રૂપિયાથી વધારેની છેતરપિંડી થઈ હતી. ગત 11 નાણાકીય વર્ષમાં બેંક છેતરપિંડીના કુલ 53,334 કેસ સામે આવ્યા હતા, જ્યારે તેના દ્વારા 2.05 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. 

અન્ય સમાચારો પણ છે...