• Gujarati News
  • Utility
  • Does Just Getting A Vaccine Make Antibodies? Can Corona Infection Be Detected In An Antibody Test; Learn More About It

કામના સમાચાર:શું માત્ર વેક્સિન લેવાથી એન્ટિબોડી બને છે? શું એન્ટિબોડી ટેસ્ટમાં કોરોના સંક્રમણ વિશે જાણી શકાય છે; જાણો તેના વિશેની સંપૂર્ણ જાણકારી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો તમે કોરોના સંક્રમણથી રિકવર થઈ ગયા છો તો લગભગ 2 અઠવાડિયા પછી તમે આ ટેસ્ટ કરાવી શકો છો
  • તેનો ટેસ્ટ કરાવવામાં લગભગ 500થી 1000 હજાર સુધીનો ખર્ચો આવે છે

સમગ્ર દેશમાં ફ્રન્ટલાઈન વર્કર્સ અને ગંભીર બીમારીથી પીડિત વૃદ્ધોને વેક્સિનનો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. તેને લઈને લોકોના મનમાં ઘણા સવાલ પણ છે. ઉદાહરણ તરીકે, જેમણે બંને ડોઝ લીધા છે, શું તેમને ત્રીજા ડોઝની જરૂર છે, આખરે તે કેવી રીતે ખબર પડશે કે ત્રીજા ડોઝની જરૂર છે કે નહીં. તેને જાણવા માટેની શું રીત છે? શું તેમાં વધારે ખર્ચો થાય છે?

આ તમામ સવાલના જવાબ 1 ટેસ્ટમાં સામે આવી જશે, જેનું નામ છે એન્ટિબોડી ટેસ્ટ. આજે કામના સમાચારમાં જાણો એન્ટિબોડી ટેસ્ટ કેવી રીતે અને ક્યાં કરવામાં આવી શકે છે? તેનાથી તમને કઈ કઈ બાબતોની જાણકારી મળશે અને કેટલા સમયમાં રિપોર્ટ મળશે...

એન્ટિબોડીનો અર્થ શું થાય છે?
જ્યારે કોઈ વાઈરસ તમારા શરીરમાં આવે છે તો તેની સામે લડવા માટે કેટલાક પ્રોટિન બને છે, જે વાઈરસની જેમ તમારા શરીરમાં હોય છે. આવા પ્રોટિનને જ એન્ટિબોડી કહેવામાં આવે છે.

શું એન્ટિબોડી ટેસ્ટથી ખબર પડે છે કે વેક્સિન કામ કરી રહી છે કે નહીં?
એન્ટિબોડી ટેસ્ટ કરાવવાથી એ જાણી શકાય છે કે, જે વેક્સિન આપણને આપવામાં આવી છે તે પૂરતી છે અથવા આપણે ફરીથી વેક્સિન લેવાની જરૂર છે. જો તમે વેક્સિનનાં બંને ડોઝ લઈ લીધા છે અને ટેસ્ટ પછી તમારી એન્ટિબોડીઝ ઓછી થઈ જાય છે તો તેનો અર્થ એ થયો કે વેક્સિનની અસર તમારા શરીરમાં ઓછી થઈ ગઈ છે, પરંતુ જો તમારા શરીરમાં એન્ટિબોડીઝ વધારે છે તો તેનો અર્થ એ થયો કે વેક્સિન હજી પણ કામ કરી રહી છે.

માત્ર વેક્સિન લેવાથી એન્ટિબોડી બને છે?
ના, માત્ર વેક્સિનથી એન્ટિબોડીઝ નથી બનતી. જો તમે કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છો અને તેના પછી એન્ટિબોડીઝ ટેસ્ટ કરાવો છો ત્યારે પણ તમારા શરીરમાં એન્ટિબોડી બનશે, જે ટેસ્ટ કરાવ્યા પછી ખબર પડશે. તમે ઈચ્છો તો આ વિશે ડૉક્ટરની પાસે સલાહ લઈ શકો છો.

એન્ટિબોડી ટેસ્ટ કરાવવામાં કેટલો ખર્ચો થાય છે?
તેનો ટેસ્ટ કરાવવામાં લગભગ 500થી 1000 હજાર સુધીનો ખર્ચો આવે છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ તાજેતરમાં એન્ટિબોડીની તપાસ માટે ડિપ્કોવેન કિટ બનાવી હતી, જેની કિંમત માત્ર 75 રૂપિયા છે.

રિપોર્ટ મળવામાં કેટલો સમય લાગે છે?
એન્ટિબોડી ટેસ્ટ કરાવ્યા પછી રિપોર્ટ મળવામાં વધારે સમય નથી લાગતો. તમને 1-2 કલાકની અંદર રિપોર્ટ મળી જાય છે.

શું એન્ટિબોડી ટેસ્ટમાં કોરોના સંક્રમણ વિશે જાણી શકાય છે?
ના, એન્ટિબોડી ટેસ્ટથી એ વાતની જાણકારી નથી મળતી કે તમે સંક્રમિત છો કે નહીં. આ ટેસ્ટથી તમારા શરીરમાં એન્ટિબોડીઝનું પ્રમાણ જ જાણી શકાય છે, જે સંક્રમણથી રિકવર થયા પછી બને છે અથવા વેક્સિન લીધા પછી.

રિકવરીનાં કેટલા દિવસ પછી આ ટેસ્ટ કરાવવો જોઈએ?
જો તમે કોરોના સંક્રમણથી રિકવર થઈ ગયા છો તો લગભગ 2 અઠવાડિયા પછી તમે આ ટેસ્ટ કરાવી શકો છો. કેમ કે સાજા થયાના 13-14 દિવસ પછી તમારા શરીરમાં એન્ટિબોડી બની જાય છે.