કામના સમાચાર:તમે પણ જમવાની ઉપર મીઠું ભભરાવો છો? તો થઇ જાવ સાવધાન, મોતની છે શક્યતા તો કિડનીને પણ થશે નુકસાન

3 મહિનો પહેલા

જેમ મીઠા વગરનો ખોરાક ખાઈ શકાતો નથી, તો શરીર માટે પણ મીઠું જરૂરી છે. લીવર, હાર્ટ સહિત અનેક અંગોની કામગીરી માટે મીઠું અત્યંત જરૂરી છે, વધુ પડતું મીઠું પણ શરીર માટે નુકસાનકારક છે. મીઠું એક એવું તત્વ છે, જેનું યોગ્ય માત્રામાં સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાંધેલા ખોરાક પર મીઠું ભભરાવું તમારા માટે ઝેર સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે ખોરાકની ઉપર કાચું મીઠું ખાવાથી શું નુકસાન થાય છે?

જો તમે પણ ઉપરથી મીઠું ભભરાવો છો તો આ લેટેસ્ટ રિસર્ચ વાંચો
11 જુલાઈના રોજ યુરોપિયન હાર્ટ જનરલમાં એક નવું સંશોધન પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જે મુજબ જે લોકો ભોજનમાં ઉપરથી મીઠું ઉમેરતા હોય છે તે લોકોને સામાન્ય લોકો કરતાં 28 ટકા વધારે મોતનું જોખમ રહે છે. આ રિસર્ચ 50 લાખ લોકો પર કરવામાં આવ્યું હતું.

તો આ પહેલાં ઇંગ્લેન્ડની જર્નલ 'ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન'ના એક રિસર્ચમાં સામે આવ્યું હતું કે, દુનિયામાં સૌથ વધું મીઠું ભારતીયો આરોગી જાય છે. આજે કામના સમાચારમાં ગુડગાંવની પારસ હોસ્પિટલના ચીફ ડાયેટિશિયન, નેહા પઠાનિયાએ મીઠાથી થતા નુકસાન અને કેટલા પ્રમાણમાં મીઠાનું સેવન કરવું જોઈએ.

મીઠાંમાં સોડિયમ અને પોટેશિયમ બંને હોય છે. સોડિયમથી માણસના શરીરમાં પાણીના લેવલથી લઈને ઓક્સિજન અને બીજા પોષક તત્વો અંગ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. જેના કારણે આપણે ઉર્જાથી ભરપૂર રહીએ છીએ.

સવાલ : એક દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ?
જવાબ : સામાન્ય ભાષામાં સમજવામાં આવે છે આપણે ફક્ત 5 ગ્રામ જ મીઠું દરરોજ ખાવું જોઈએ. અને દરેક ખોરાકમાં એક નાની ચમચી જ મીઠું હોવું જોઈએ.
તો યાદ રાખો કે, એક દિવસમાં 2.3 સોડિયમ મળે છે, જે તમને 5 ગ્રામ મીઠામાંથી મળી જાય છે.

તો ઘણા લોકોને આદત થાય છે કે, ખોરાક ઉપરથી મીઠું ભભરાવીને ખાઈ છે. તો આવો જાણીએ તે ફાયદાકારક છે કે નુકસાનકારક.

તો જમવામાં ઉપરથી મીઠું નાખવું નુકસાનકારક છે.
જેના કારણે કિડની અને હાર્ટને લગતી બીમારીઓ થઇ શકે છે.

ઘણા લોકો તો એવી રીતે ખોરાકમાં ઉપરથી મીઠું નાખે છે, જાણે કોઈ નશો કરતા હોય. આ આદત એ હદે થઇ જાય છે કે, ખોરાકમાં મીઠું બરાબર હોય છતાં પણ ઉપરથી ન નાખે તો ખાઈ નથી શકતા.

સંદર્ભ : ડો.હરજીત કૌર, ડાયટિશિયન ને ન્યૂટ્રીશનિસ્ટ અમનદીપ હોસ્પિટલ, અમૃતસર

સવાલ : ખોરાક સાથે પાકેલું મીઠું કે પછી ઉપરથી નાખવામાં આવેલું મીઠું, કયું સારું છે?
જવાબ : જયારે મીઠું ખોરાક સાથે રંધાઈ જાય છે ત્યારે આયર્નનું સ્ટ્રકચર બદલાઈ જાય છે અને તમારું શરીર આ ખોરાકને જલ્દી જ પચાવી લે છે.

કાચું મીઠું, જે તમે ઉપરથી નાખીને કે ભભરાવીને ખાઓ ચો તો મીઠાના સ્ટ્રકચરમાં કોઈ ફેરફાર થતો નથી. જેના કારણે કાચું મીઠું હાઈપરટેન્શન અને હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે.

તો હવે સવાલ એ થાય છે કે, તમને ખબર કેવી રીતે પડે છે કે તમે વધારે મીઠું ખાધું છે. આવો જાણીએ

સવાલ : સોડિયમ અને મીઠાનું લેવલ કેવી રીતે ચેક કરવામાં આવે છે?
જવાબ : આ માટે તમે ડાયટિશિયન અથવા ન્યૂટ્રીશનિસ્ટની મદદ લઇ શકો છો.
બ્લડટેસ્ટ કરવાથી ખબર પડે છે કે, શરીરમાં સોડિયમ, પોટેશિયમ અને ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણ કેટલું છે. ડોક્ટર સોડિયમનું પ્રમાણ જોઈને જ મીઠાનું લેવલ કહી શકે છે.
દર 6 મહિને અથવા તો વર્ષમાં એક વાર બ્લડ ટેસ્ટ અચૂક કરાવવો જોઈએ.

આવો જાણીએ સોડિયમ અને મીઠા વચ્ચે શું તફાવત છે?
પેક્ડ ફૂડમાં સોડિયમ હોય છે. ખાવાની કોઈ પણ વસ્તુ બહારથી ખરીદો છો તો સોડિયમ લેવલ અચૂક ચેક કરવું જોઈએ. સોડિયમ લેવલ દરેક ફૂડ પેકેટ પર લખેલું હોય છે, લોકો તેને મીઠાનું પ્રમાણ સમજી લે છે. તે ખોટું છે. સોડિયમ ફક્તને ફક્ત મીઠાનો એક ભાગ છે. તેથી તમારે કોઈ પણ વસ્તુ ખાતા પહેલાં મીઠાનું લેવલ ચેક કરવું જોઈએ.

મીઠામાં સોડિયમ કેટલું હોય છે, આવો જાણીએ.
1/4 ચમચી મીઠું = 575 મિલીગ્રામ સોડિયમ
1/2 ચમચી મીઠું = 1,150 મિલીગ્રામ સોડિયમ
3/4 ચમચી મીઠું = 1,725 મિલીગ્રામ સોડિયમ
1 ચમચી મીઠું = 2,300 મિલીગ્રામ સોડિયમ
આ એક અંદાજિત ડેટા છે અને નાની ચમચીના આધારે માપવામાં આવે છે

સંદર્ભ : અમેરિકન હાર્ટ એસોસીએશન

અત્યાર સુધી આપણે સાદા મીઠાની વાત કરી હતી, પરંતુ ભારતમાં સાદા ઉપરાંત 2 વધુ મીઠા છે, જેને સ્વાદમાં ખાવામાં આવે છે. સિંધાલૂણ અને સંચળ. લોકો મોટાભાગે ઉપવાસ દરમિયાન સિંધાલૂણ ખાય છે અને સંચળને જામફળ અથવા ફળો પર ભભરાવીને ખાવામાં આવે છે. નીચેના ચાર્ટમાં વાંચો આ ત્રણ પ્રકારનું મીઠું ખાવાથી શું ફાયદો થાય છે.

જો તમે વિચારી રહ્યા છો કે આજથી આપણે મીઠું ઓછું ખાશું અથવા તો બિલકુલ ખાવાનું બંધ કરી દઈએ છીએ તો તે ખોટું છે. કારણ કે શરીરને મીઠાની જરૂર હોય છે. ઓછું મીઠું ખાવું તમારા માટે જોખમી પણ હોઈ શકે છે. તેથી દરરોજ તમારા શરીરને જોઈએ તેટલું મીઠું અચૂક ખાવું જોઈએ.

ઓછું મીઠું ખાવાથી શું થાય છે?

  • લો બીપીના દર્દી બની શકો છો.
  • ટાઈપ -2 ડાયાબિટીસના દર્દી થઇ શકો છો.
  • ઊલટીની પણ સમસ્યા થઇ શકે છે.
  • મગજ અને હાર્ટમાં સોજો આવી શકે છે.