ઓનલાઈન પેમેન્ટથી કેશલેસ ટ્રાન્ઝેક્શન સરળ બન્યું છે, તો બીજી તરફ ઓનલાઈન ફ્રોડની ઘટનાઓ પણ ઝડપથી વધી રહી છે. UPI પેમેન્ટ ફ્રોડ અત્યારે સામાન્ય વાત થઈ ગઈ છે. જો કે, આપણે ઓનલાઈન UPI પેમેન્ટ કરતી વખતે કેટલીક સાવધાની રાખીએ તો છેતરપિંડીથી બચી શકીએ છીએ. જાણો એવી 5 વાતો જેનાથી તમે તમારા UPI પેમેન્ટને સુરક્ષિત બનાવી શકો છો.
UPI અને UPI પિન શેર ન કરવો
તમારો UPI અને UPI પિન કોઈની સાથે શેર ન કરો. બેંક અથવા કોઈ પણ અન્ય સરકારી સંસ્થા ક્યારેય તમને UPI અને UP પિન માટે પૂછતી નથી. ફ્રોડ કરનારા લોકો KYC અથવા તમારા અકાઉન્ટના અપડેશનના નામ પર તમારું UPI અને UPI પિન માગે છે. આવી સ્થિતિમાં આવા ફોન કોલ્સ અને મેસેજથી સાવધાન રહેવું.
મોબાઈલ અથવા લેપટોપનું એક્સેસ ન આપવું
તમને તમારા મોબાઈલ અથવા લેપટોપનું એક્સેસ કસ્ટમર કેર સેન્ટરને આપવાની જરૂર નથી. જો કોઈ તમને બેંક અકાઉન્ટમાં KYCના નામ પર તમારા મોબાઈલ ફોન અથવા કમ્પ્યુટરનું એક્સેસ લેવા માગે તો સાવધાન થઈ જવું. તે પણ ઓનલાઈન ફ્રોડ કરવાની નવી રીત છે.
નકલી સાઈટ્સથી બચવું
એવી વેબસાઈટ પર લેવડ-દેવડ ન કરો જે તમને રિવર્ડ અથવા પૈસા વગેરેની લાલચ આપે છે. ઘણી વખત જોવા મળે છે કે, UPI ટ્રાન્ઝેક્શન દ્વારા માત્ર 1 રૂપિયાનો ટ્રાન્ઝેક્શન કરવાનો મેસેજ આવે છે. અહીં વાસ્તવમાં તમારી પાસેથી 1 રૂપિયો લઈ તમને 2 રૂપિયા પાછા મોકલે છે અને તેના દ્વારા તમારો UPI પિન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે.
એક વખત તમારો પિન ફ્રોડ લોકોને મળી જાય તેના પછી તેઓ તરત ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. એટલા માટે કોઈપણ ટ્રાન્ઝેક્શન શરૂ કરતા પહેલા હંમેશાં એ ખાતરી કરો કે UPI યોગ્ય ખાતાધારક સાથે કનેક્ટેડ હોય.
UPI પિન ચેન્જ કરતા રહેવું
તમારે દર મહિને તમારો UPI પિન બદલતા રહેવું જોઈએ. જો તમે દર મહિને નથી બદલી શકતા તો દર ત્રણ મહિને UPI પિન એક વખત જરૂરથી બદલો.
UPI લિમિટ સેટ કરો
તમે UPI ટ્રાન્ઝેક્શન માટે ડેલી લિમિટ સેટ કરીને પણ UPI ફ્રોડથી બચી શકો છો. એટલે કે જો તમે 1 હજારની લિમિટ સેટ કરો છો તો એક દિવસમાં તમે UPI દ્વારા તેનાથી વધુની શોપિંગ અથવા ફંડ ટ્રાન્સફર નહીં કરી શકો. તેનાથી ફ્રોડ થશે તો પણ તમે મોટા નુકસાનથી બચી શકશો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.