• Gujarati News
  • Utility
  • Do Not Put All Your Money In One FD, Keep In Mind The Loan Tenure As Well; Taking Care Of These 6 Things Will Be Beneficial

કામની વાત:એક જ FDમાં તમામ પૈસા ન લગાવો, મેચ્યોરિટી પિરિયડ પણ ધ્યાનમાં રાખો; આ 6 ટિપ્સ ફોલો કરવાથી ફાયદો થશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિનિયર સિટીઝનના નામની FD કરાવી તમે વધારે વ્યાજ મેળવી શકો છો
  • નાની નાની રકમની FD અલગ અલગ બેંકમાં કરાવવી જોઈએ

જો તમે ફાઈનાન્સ પ્લાનિંગ તરીકે FD અર્થાત ફિક્સ્ડ ડિપોઝિટનો પ્લાન બનાવી રહ્યા હો તો તેના પહેલાં તમારે ઘણી વસ્તુ સમજી લેવાની જરૂર છે. FD કરાવતાં પહેલાં કેટલીક વાતોનું ધ્યાન ન રાખવાથી તમને નુક્સાન થઈ શકે છે. આ ટિપ્સ ફોલો કરી તમે નુક્સાનથી બચી શકો છો.

FDની ટાઈમ લિમિટ
FD કરાવતાં સમયે તેનો ટેન્યોર અર્થાત ટાઈમ લિમિટ નક્કી કરતાં પહેલાં વિચારો. મેચ્યોરિટી પિરિયડ પહેલાં વિડ્રોલ કરવા પર તમારે દંડ ભરવો પડી શકે છે. આમ કરવા પર 1% પેનલ્ટી આપવી પડી શકે છે. તેનાથી ડિપોઝિટ પર મળતું કુલ વ્યાજ ઓછું થઈ જાય છે. તેથી વધારે વ્યાજની લાલચમાં લાંબો પિરિયડ નક્કી ન કરો.

એક જ FDમાં તમામ પૈસા ન લગાવો
જો તમે એક જ બેંકમાં 10 લાખ રૂપિયાની FDમાં રોકાણ કરવા જઈ રહ્યા હો તો રોકાઈ જાઓ. એક જ બેંકને બદલે એકથી વધારે બેંકમાં 1 લાખ રૂપિયાની 9 FD અને 50 હજાર રૂપિયાની 2 FDમાં રોકાણ કરો. તેથી જો અચાનક તમને પૈસાની જરૂર પડે તો તમે તમારી જરૂરિયાત પ્રમાણે FD તોડાવી શકો છો.

5 વર્ષની FD પર ટેક્સ છૂટ
ટેક્સ સેવિંગ FDમાં 5 વર્ષનું રોકાણ કરવા પર ઈન્કમ ટેક્સમાં છૂટ મળે છે. તેમાં મૂળ રકમ સાથે મળતાં વ્યાજ પર પણ કોઈ ટેક્સ આપવો પડતો નથી. જો તમારી FD પર કોઈ એક નાણાકીય વર્ષનું વ્યાજ 10 હજાર રૂપિયા હોય તો તેના પર 10%નું TDS કપાય છે. જો તમે PAN પ્રોવાઈડ ન કરાવ્યું હોય તો 20%નો ટેક્સ કપાય છે.

વ્યાજનું વિડ્રોલ
બેંકમાં અગાઉ ક્વાર્ટર અને એન્યુઅલી વ્યાજ વિડ્રોલ કરવાનો ઓપ્શન મળતો હતો. હવે કેટલીક બેંક મંથલી વિડ્રોલ ઓપ્શન પણ આપી રહી છે. તમે તમારી જરૂરિયાત પ્રમાણે ઓપ્શનની પસંદગી કરી શકો છો.

FD પર લોન પણ લઈ શકાય છે
તમે તમારી FDના 90% રકમ સુધીની લોન પણ લઈ શકો છો. માની લો કે તમારી FDની રકમ 1.5 લાખ રૂપિયા છે તો તમે 1 લાખ 35 હજાર રૂપિયાની લોન લઈ શકો છો. જો તમે FD પર લોન લો છો તો તમારે મળતાં વ્યાજના 1થી 2% વધારે વ્યાજ ચૂકવવું પડશે. ધારો કે તમારી FD પર 4%નું વ્યાજ મળે છે તો તમને 5થી 6% વ્યાજ દરે લોન મળી શકે છે.

સિનિયર સિટીજનને એક્સ્ટ્રા વ્યાજ
બેંક સિનિયર સિટીઝનને FD પર 0.50% સુધી વધારે વ્યાજ આપે છે. તેવામાં તમારા ઘરમાં કોઈ વડીલ હોય તો તમે FD તેમનાં નામે કરી લાભ ઉઠાવી શકો છો.