• Gujarati News
 • Utility
 • Do Not Feed A Sleeping Baby, If The Baby Cries Continuously For 3 Hours Then Change Your Routine

પહેલી વાર માતા બનો છો તો જરુર વાંચો:ઊંઘતા બાળકને ન ખવડાવો, જો બાળક 3 કલાકથી સતત રડે છે તો તમારાં રુટિનમાં બદલાવ લાવો

18 દિવસ પહેલા

પહેલી વાર જ્યારે કોઈ સ્ત્રી માતા બને છે, ત્યારે માતૃત્વ સાથે જોડાયેલી ઘણી બાબતો તેના માટે નવી હોય છે. બાળકને દૂધ પીવડાવતી વખતે તેને ઘણી સમસ્યાઓ પણ થાય છે. આજે અમે કામનાં સમાચારમાં બ્રેસ્ટ ફીડિંગ સાથે જોડાયેલી અમુક બાબતો વિશે જણાવીશું. ગાયનેકોલોજીસ્ટ ડૉ. રીતુ સેઠી અને પીડીયાટ્રીક ડૉ. પ્રદીપ જૈન આ તમામ પ્રશ્નોના જવાબ આપશે.

ચાલો એક નજર કરીએ કે WHOશું કહે છે?

 • 6 મહિના સુધીનાં બાળકોને બ્રેસ્ટ ફીડિંગ જ કરાવવું જોઈએ એટલે કે તેને માતાનું દૂધ જ પીવડાવવું.
 • 2 વર્ષ સુધીનાં બાળકોને બહારનાં દૂધ સાથે બ્રેસ્ટ ફિડિંગ કરાવવું જોઈએ.
 • 6 મહિના સુધી બાળકનો ખોરાક સંપૂર્ણપણે માતાનાં દૂધ પર આધારિત છે, તેથી માતાએ તેમનાં ભોજન પર વધુ ધ્યાન આપવું જોઈએ.

બાળકનાં જન્મ પછી માતાએ પહેલી વાર દૂધ ક્યારે પીવું જોઈએ?

 • જ્યારે માતા પહેલીવાર બાળકને પોતાનાં ખોળામાં લે છે, ત્યારે જ તેને દૂધ પીવડાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
 • બાળકને જન્મ આપ્યા બાદ માતાના શરીરમાં ખાસ દૂધ બને છે, જેને કોલોસટ્રમ કહેવામાં આવે છે.
 • આ દૂધ બાળકને ઘણાં પ્રકારનાં ઇન્ફેક્શનથી બચાવે છે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

 • જો માતા ઊંઘમાં છે તો બાળકને સૂતા-સૂતા દૂધ પીવડાવવાનું ટાળો.
 • દૂધ પીવડાવતાં સમયે જો કોઈ તકલીફ થાય તો ધીરજ રાખો.
 • બ્રેસ્ટફિડિંગ કરાવવામાં એક માતા પ્રેક્ટિસથી જ પરફેક્ટ બની શકે છે.

બાળકને કેટલી વાર દૂધ પીવડાવવું જોઈએ?

 • બાળકને વારંવાર દૂઘ પીવડાવવાથી માતાનાં બ્રેસ્ટમાં દૂધ બનવા લાગે છે.
 • નવજાત શિશુને દિવસમાં 8થી 12 વાર દૂઘ પીવડાવી શકાય છે.
 • જ્યારે ભૂખ લાગે છે, ત્યારે બાળક એક સંકેત આપે છે, જે માતાએ સમજવું પડશે.
 • ભૂખ લાગતાં જ તે મોં ખોલીને હાથ-પગ હલાવવા માંડશે.
 • વધારે ભૂખ લાગતાં જ બાળક જોરજોરથી રડવા લાગે છે.

સ્તનપાન કરાવતી માતાનો સવારથી રાતનો આહાર કેવો હોવો જોઈએ?

 • સવારથી રાત સુધી માતાનાં ભોજનમાં ત્રણ મુખ્ય ભોજન અને ત્રણ નાસ્તાં હોવાં જોઈએ.
 • હ્યુમન મિલ્કમાં 90 ટકા પાણી હોય છે, માતા જેટલું વધારે પાણી પીશે તેટલો જ દૂધની સપ્લાઈ સારી રહેશે.
 • લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી માતાના શરીરમાં લોહતત્વ જળવાઈ રહેશે, એનીમિયાની સમસ્યા નહીં રહે અને તે માતાનાં દૂધનાં માધ્યમથી બાળકને પણ મળી રહેશે.
 • હાઈ પ્રોટીન ડાયટથી એનર્જી જળવાઈ રહેશે, માતાને આળસ નહીં આવે અને બાળક પણ સ્વસ્થ રહેશે.
 • ઓટમીલ, સાબુદાણા, મસૂરની દાળ, આ બધાથી દૂધની માત્રા અને ગુણવત્તા વધે છે, તેને રોજ ખાઓ.
 • જે મહિલાઓ બ્રેસ્ટફીડ કરાવે છે તેમણે ડેરી પ્રોડક્ટથી દૂર રહેવું જોઈએ. તેનાથી પેટ ફૂલવું અને ગેસની સમસ્યા થાય છે એટલાં માટે દહીં ખાવ. દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ સાથે જ તેમાં પ્રોબાયોટિક ગુણ પણ હોય છે, જે બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન પાચનમાં સુધારો કરે છે.

જન્મ બાદ બે-ત્રણ મહિના સુધી બાળકને શૂળની સમસ્યા રહે છે. ઘણી વખત નવજાત શિશુઓ સતત રડતાં હોય છે, આને કારણે તેમનાં પેટમાં દુખાવો થાય છે, તેને કોલિક એટલે કે શૂળ કહેવામાં આવે છે. જો કોઈ માતા તંદુરસ્ત અને યોગ્ય રીતે બાળકને ખવડાવી રહી છે તેમછતાં બાળક 3 કલાકથી વધુ રડતું હોય છે, તો સમજવું કે તે શૂળ હોઈ શકે છે.

જો બાળકને શૂળ હોય તો માતાએ આ રીતે પોતાની જાતને તૈયાર કરવી જોઈએ

 • માતાએ એવી કોઈપણ વસ્તુ ન ખાવી જોઈએ, જેનાથી એસિડિટીની સમસ્યા થાય.
 • કોબીજ, બ્રોકલી, લીફ કોબીજ જેવી વસ્તુઓ કે જેને ખાવાથી ગેસ થાય તો તેને ભોજનમાં ખાવાનું ટાળવું જોઈએ.
 • મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો.
 • બ્રેસ્ટફીડિંગ કરાવ્યા પછી બાળકની યોગ્ય સારવાર થાય તેનું ધ્યાન રાખો.
 • બાળકને અમુક સમયગાળાનાં અંતરે દૂધ પીવડાવો, જેથી દૂધ પચી જાય.

બ્રેસ્ટફીડિંગ કરાવતી વખતે આ 7 વાતોનું ધ્યાન રાખો

 • ડાયટ હેલ્થી રાખો, પાંદડાવાળા શાકભાજી ખાવ, પ્રોટીનયુક્ત ખોરાક લો.
 • ડૉક્ટરની સલાહ વગર વધારાની કેલરી ન ખાવી.
 • પુષ્કળ પાણી પીવો, કોફી, ઠંડા અને એનર્જી ડ્રિંક્સથી દૂર રહો.
 • બાળકને રેગ્યુલર બ્રેસ્ટ ફિ્ડિંગ કરાવો.
 • બ્રેસ્ટ ફીડ કરાવતી વખતે સ્ટ્રેસ વધારે હોય છે, તેનાથી બચો.
 • આરામ મહત્વપૂર્ણ છે કારણ કે, બ્રેસ્ટફીડિંગનાં તમામ હોર્મોન્સ મગજમાંથી મુક્ત થાય છે.
 • ડૉક્ટરને પૂછ્યા વગર કોઈપણ દવા ન લેવી.

બ્રેસ્ટફીડિંગ દરમિયાન શું ન ખાવું જોઈએ?

 • જો ખોરાક તંદુરસ્ત નહીં હોય, તો તમારાં દૂધને પણ નુકસાન કરશે.
 • પીડિયાટ્રિક્સ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, કેફીન માતાનાં શરીરથી થઈને બ્રેસ્ટ સુધી પહોંચે છે ને માતાનાં દૂધને અસર કરે છે.
 • જ્યારે બાળક દૂધ પીવે છે, ત્યારે તેનું પેટ કેફીન પચાવી શકતું નથી.
 • આ ઉંમરે બાળકનાં પેટમાં વડીલોનાં પેટમાં હોય તેટલો ગેસ્ટ્રિક રસ પેદા થતો નથી.
 • ચોકલેટ, ચા, ઠંડાપીણા, સોડા પીવાનું ટાળવું.
 • બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય તેમણે આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ.
 • સ્તનપાન કરાવતી વખતે માછલી ખાઈ શકાય છે, પરંતુ કેટલાક સીફૂડ્સ કે જેમાં મરક્યુરીનું પ્રમાણ વધુ હોય છે તેને ખાવાનું ટાળવું જોઈએ જેમ કે ટુના, સોર્ડફિશ, માર્લિન, લોબસ્ટર.