• Gujarati News
  • Utility
  • Diwali Bhai Dooj Gifts Ideas; Best Diwali Bhai Dooj Gift Ideas For Your Brothers And Sisters

ભાઈબીજ ગિફ્ટ્સ આઈડિયા:સ્માર્ટ વોચ અથવા બ્લુટૂથ નેક બેન્ડ ગિફ્ટ માટે સારા ઓપ્શન, હેલ્થ સાથે એન્ટરટેઈનમેન્ટનું પણ ધ્યાન રાખશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈ કોમર્સ સાઈટ પર કેશબેક અને ડિસ્કાઉન્ટ સાથે ગેજેટ અવેલેબલ છે
  • નોઈઝ કલરફિટ પલ્સ વોચની ખરીદી 3000 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે કરી શકાય છે

6 નવેમ્બરે ભાઈબીજનો તહેવાર છે. આ દિવસે તમે તમારા ભાઈ બહેન માટે કોઈ ગિફ્ટ ખરીદવા માગતા હો તો હાલ તેનો બેસ્ટ સમય છે. કારણ કે હાલ મોટા ભાગની ઈ કોમર્સ વેબસાઈટ પર સેલ ચાલી રહ્યો છે. સેલમાં કેશબેક અને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે જ ઝડપી ડિલિવરી પણ મળી રહી છે. કેટલીક વેબસાઈટ પર દિવાળીથી ડીલ પૂરી થવાની છે. ડીલ સમાપ્ત થાય તે પહેલાં તમે ગિફ્ટ ખરીદી તેને બજેટ ફ્રેન્ડલી બનાવી શકો છો. તમારા ભાઈ-બહેનની હેલ્થ સાથે એન્ટરટેઈનમેન્ટનું પણ ધ્યાન રાખે તેવાં 10 ગેજેટનું લિસ્ટ અમે તૈયાર કર્યું છે. આ લિસ્ટમાંથી તમે ગિફ્ટ આપવા માટે એક કે તેથી વધારે ડિવાઈસ પસંદ કરી શકો છો....

નોઈઝ કલરફિટ પલ્સ SpO2 સ્માર્ટવોચ

તેની એક્ચ્યુઅલ કિંમત 4999 રૂપિયા છે. એમેઝોન પર તે 60%નાં ડિસ્કાઉન્ટ સાથે 1999 રૂપિયામાં મળી રહી છે. વોચમાં 8 સ્પોર્ટ્સ મોડ મળે છે. વોચ હાર્ટ રેટ અને સ્લીપ મોનિટર કરે છે.

Mi સ્માર્ટબેન્ડ 5

તેમાં 1.1 ઈંચની AMOLED ડિસ્પ્લે છે. બેટરી 125 mAhની છે. તેમાં રોપ સ્કિપિંગ, સ્ટેપ કાઉન્ટિંગ અને 11 પ્રકારના સ્પોર્ટ્સ મોડ મળે છે. આ બેન્ડ મેન્સ્ટ્રુઅલ સાઈકલ ટ્રેકિંગ અને નોટિફિકેશન સપોર્ટ કરે છે.

ઝેબ્રોનિક્સના આ સ્પીકરમાં USB, SD કાર્ડ અને FM રેડિયો મળે છે. સ્પીકર પર 1 વર્ષની વોરન્ટી મળે છે. તેના 9 કલર વેરિઅન્ટ અવેલેબલ છે.

નોઈઝના આ નેકબેન્ડને IPX5 રેટિંગ મળ્યું છે. તેમાં ઈન બિલ્ટ માઈક મળે છે. ચાર્જિંગ માટે તેમાં ટાઈપ C પોર્ટ મળે છે. 8 મિનિટના ચાર્જમાં તે 8 કલાકનું મ્યુઝિક બેકઅપ આપે છે.

પીટ્રોનના ઈયરબડ્સમાં 40mAhની બેટરી છે. તે 1 કલાકમાં ફુલ ચાર્જ થાય છે. કેસની બેટરી 4000mAh છે.

ઝેબ્રોનિક્સનો આ હેડફોન FM રેડિયો, SD માઈક્રો કાર્ડ અને AUX કનેક્ટિવિટી સાથે આવે છે. તેમાં બિલ્ટ ઈન માઈક છે. હેડફોન પર 1 વર્ષની વોરન્ટી મળે છે.

આ UV સેનિટાઈઝરમાં કોઈ પણ પ્રકારના લિક્વિડ, હીટ અથવા કેમિકલનો ઉપયોગ થતો નથી. તે સ્માર્ટફોન, જ્વેલરી, વોચ, મેકઅપ ટૂલ્સ, ટૂથબ્રશ, ચાકુ, ગ્લાસ, ક્રેડિટ કાર્ડ સહિતની આઈટમ્સ સેનિટાઈઝ કરે છે. તે 99.9% બેક્ટેરિયા નાશ કરે છે.

દિવાળીમાં સેલ્ફી, ફોટો અને વીડિયોગ્રાફીથી તમારો સ્માર્ટફોન ભરાઈ જાય તો તમે એક્સ્ટ્રા મેમરી માટે તમારા ભાઈને હાર્ડડ્રાઈવ આપી શકો છો. હાર્ડડ્રાઈવમાં 120Mbpsની સ્પીડે ડેટા ટ્રાન્સફર કરી શકાય છે.

બોટનો આ નેકબેન્ડ વજનમાં ઘણો હળવો છે. તેના પર કંપની 1 વર્ષની વોરન્ટી આપે છે.

સ્વદેશી કંપની MIVIના આ બ્લુટૂથ સ્પીકરમાં 1000mAhની બેટરી મળે છે. તેની કિંમત 598 રૂપિયા છે.