ફીચર આર્ટિકલ:દિવ્ય ભાસ્કર એજ્યુકેશન ફેર 2021 બતાવી રહ્યું છે કરિયરનો સાચો રસ્તો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રિઝલ્ટ આવતાંની સાથે જ હવે વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનને લઈને ચિંતિત થવા લાગ્યા છે. હાલની સ્થિતિમાં એક બાજુ કોવિડને લીધે ઘણું બધું અટકી પડ્યું છે અને બીજી તરફ વિદ્યાર્થીઓ એક સારા ઓપ્શનની શોધમાં છે. તેવામાં દિવ્ય ભાસ્કર એજ્યુકેશન ફેર 2021 ઘરે બેઠેલા સ્ટુડન્ટ્સની મદદ કરવા માટે એકદમ કાર્યરત છે. આ એજ્યુકેશન ફેર વિદ્યાર્થીઓને શિક્ષણ, વ્યક્તિગત લક્ષ્યો અને જીવનમાં પ્રોફેશનલ રસ્તા માટે તેમના ઝુનૂનને શોધવામાં મદદ કરી રહ્યું છે, જે તેમને સપનાની કારકિર્દીની ટોચ પર લઈ જશે.

આ એજ્યુકેશન ફેરમાં દેશની ઘણી ફેમસ સંસ્થા ભાગ લઇ રહી છે. હાલ મહામારીને લીધે દિવ્ય ભાસ્કરે ફેરનું આયોજન સંપૂર્ણ વર્ચ્યુઅલ રાખ્યું છે, પરંતુ લેટેસ્ટ ટેક્નોલોજીની મદદથી આ ફેરમાં વિદ્યાર્થીઓને એવું લાગશે જાણે તેઓ જીવંત એજ્યુકેશન ફેરમાં ભાગ લઇ રહ્યા છે. જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 કે ગ્રેજ્યુએશન એક્ઝામ પાસ કરી છે તેમના માટે આ ઓનલાઈન એજ્યુકેશન ફેર એક મોટી તક છે.

આ ઓનલાઈન ફેરમાં દેશની ટોપ યુનિવર્સિટીઝ, કોલેજ, કોચિંગ સેન્ટર અને અબ્રોડ એજ્યુકેશન કન્સલટન્ટ સામેલ થઈ રહ્યા છે, જેથી એક જ પ્લેટફોર્મ પર દરેક સબ્જેક્ટ અને કરિયર માટે જરૂરી કોર્સની જાણકારી મળી શકે. સાથે જ પરંપરાગત પુસ્તકોથી અલગ શીખવાની તકની સાથે તેમને કોઈ પણ વિષયને સારી રીતે સમજાવવામાં આવશે.

આ એજ્યુકેશન ફેરમાં કોલેજ દ્વારા કાઉન્સિલિંગ માટે કોલ બેક સુવિધા પણ આપવામાં આવી રહી છે, જેની મદદથી વિદ્યાર્થીઓ એડમિશન સાથે સંબંધિત કોઈપણ વિષય પર એક્સપર્ટની સલાહ લઈ શકે છે. આ પ્રકારના એજ્યુકેશન ફેરની વેબસાઈટ પર હેલ્પ ડેસ્કનો પણ એક ઓપ્શન છે, જ્યાં વિદ્યાર્થીઓ સંબંધિત શૈક્ષણિક સંસ્થાઓ વિશે માહિતી મેળવી શકે છે.

જે યુનિવર્સિટીઓ મુખ્યત્વે તેમાં ભાગ લઈ રહી છે તેમાં Sage University, Ganpat University, Rabindranath Tagore University, SAM Global University, Indore Institute of Science & Technology, Karunya University, AKS University સામેલ છે. આ એજ્યુકેશન ફેર વિશે વધુ જાણકારી માટે ક્લિક કરો.