તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પેન્શનધારકોને સમયાંતરે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું પડે છે. તમે તેને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે જમા કરાવી શકો છો. પરંતુ મોટાભાગના લોકો તેને ઓફલાઈન જમા કરાવે છે. તેના કારણે ઘણી વખત બેંકોમાં ભીડ જોવા મળે છે. જો તમે નવેમ્બર 2020 માટે લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવા જઇ રહ્યા હો તો જાણી લો કે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ 67 લાખથી વધુ પેન્શનર્સને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) સબમિટ કરવા માટે ઘણા વિકલ્પો આપ્યા છે. એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ - 1995 (EPS-95) હેઠળ, બધા પેન્શનર્સે પેન્શન મેળવવા માટે દર વર્ષે લાઇફ સર્ટિફિકેટ (JPP)/ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) જમા કરાવવું પડે છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, કોરોના વાઇરસ રોગચાળાના આ સમયગાળામાં EPFOએ EPS-95 પેન્શનર્સને તેમના ઘરની નજીક અથવા ઘેરબેઠાં DLC જમા કરવા માટે ઘણા વિકલ્પો આપ્યા છે.
મંત્રાલયે કહ્યું કે, આમાંની કોઈપણ રીતે અથવા એજન્સી દ્વારા JPP સબમિટ કરશો તો તે કાયદેસર ગણાશે. EPS-95 પેન્શનર્સ EPFOની 135 રિજનલ ઓફિસ અને 117 જિલ્લા ઓફિસથી તો DLC જમા કરાવી જ શકાય છે. આ ઉપરાંત, તેઓ પેન્શન આપનારી બેંક અને નજીકની પોસ્ટ ઓફિસમાં પણ DLC જમા કરાવી શકે છે.
કોમન સર્વિસિસ સેન્ટર અને ઉમંગ એપ્લિકેશનથી પણ DLC સબમિટ કરાવી શકાય છે
દેશભરમાં ફેલાયેલા 3..65 લાખ કરતાં પણ વધારે કોમન સર્વિસિસ સેન્ટર (CSC) નેટવર્ક પર પણ DLC જમા કરાવી શકાય છે. EPS-95 પેન્શનર્સ ઉમંગ એપ્લિકેશનથી પણ DL:C સબમિટ કરી શકે છે.
IPPBએ તાજેતરમાં ડોરસ્ટેપ DLC સર્વિસ શરૂ કરી છે
તાજેતરમાં જ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ પણ પેન્શનર્સ માટે ડોરસ્ટેપ DLC સર્વિસ શરૂ કરી છે. પેન્શનર્સ નજીવી ફી ભરીને ડોરસ્ટેપ DLC સર્વિસ લેવા માટે રિક્વેસ્ટ નાખી શકે છે. રિક્વેસ્ટ સબમિટ કર્યા બાદ નજીકની પોસ્ટ ઓફિસમાંથી એક પોસ્ટમેન પેન્શનરના ઘરે આવશે અને તે DLC જનરેટ કરવાની પ્રોસેસ પૂરી કરશે.
હવે આખું વર્ષ ગમે ત્યારે DLC જમા કરાવી શકાશે
નવી ગાઇડલાઇન્સ મુજબ, EPS પેન્શનર્સ તેમની અનુકૂળતા અનુસાર વર્ષમાં કોઈપણ સમયે DLC સબમિટ કરાવી શકે છે. લાઇફ સર્ટિફિકેટ DLC સબમિટ થયાના એક વર્ષ સુધી માન્ય રહેશે. વર્ષ 2020માં જે પેન્શનર્સને પેન્શન પેમેન્ટ ઓર્ડ આપી દેવામાં આવ્યું છે તેમણે એક વર્ષ સુધી JPP અપલોડ કરવાની જરૂર નથી.
લગભગ 67 લાખ EPS પેન્શનર્સને લાભ થશે
અગાઉના તમામ પેન્શનર્સે નવેમ્બર મહિનામાં DLC જમા કરાવવાનું રહેતું હતું. આ કારણોસર, લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે પેન્શનર્સે લાંબી લાઇનમાં ઊભા રહેવું પડતું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ સુવિધાઓથી આશરે 67 લાખ EPS પેન્શનર્સને લાભ મળશે, જેમાંથી 21 લાખ વિધવા અથવા વિધુર, બાળકો અને અનાથ પેન્શનર્સ છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.