દુનિયાના સૌથી મોટો સફેદ હીરો 'ધ રોક'ની જીનીવામાં હરાજી થવા જઈ રહી છે. નાશપતિ આકારનો આ સફેદ હીરો ગોલ્ફ બોલ જેટલો મોટો છે. આ દુર્લભ સફેદ હીરાને દક્ષિણ આફ્રિકાની ખાણમાંથી કાઢવામાં આવ્યો હતો. જેનું વજન 228.31 કેરેટ છે.
'ધ રોક'ની સાથે 'ધ રેઈડ' હીરાની પણ હરાજી થશે
આ હરાજી ક્રિસ્ટીઝ દ્વારા કરવામાં આવેલા વેચાણનો એક ભાગ છે. ક્રિસ્ટીઝ જ્વેલરી વિભાગના વડા મેક્સ ફોસેટે જણાવ્યું હતું કે, "આવા મોટા પથ્થરોનું વજન જાળવવા માટે ઘણીવાર કદમાં ઘટાડો કરવો પડે છે."
'ધ રેડ ક્રોસ' ડાયમંડની પણ થશે હરાજી
આ હરાજીમાં 'ધ રોક' ઉપરાંત 'ધ રેડ ક્રોસ' ડાયમંડની પણ હરાજી કરવામાં આવશે. 205.7 કેરેટના આ હીરાને 'ધ રેડ ક્રોસ ડાયમંડ' નામ આપવામાં આવ્યું છે. તે પીળા રંગનો છે. તેની હરાજીમાંથી મળેલી રકમનો એક ભાગ રેડ ક્રોસ સોસાયટીને જશે. જેમાંથી મળેલા નાણાં લોકોને સ્વચ્છ પાણી પહોંચાડવા માટે ખર્ચવામાં આવશે.
દક્ષિણ આફ્રિકાની ખાણમાંથી મળ્યો છે આ દુર્લભ હીરો
આ હીરાના ભૂતપૂર્વ માલિક દ્વારા કાર્ટિયર નેકલેસ તરીકે પહેરવામાં આવ્યો હતો. અગાઉ 2017માં 163.41 કેરેટના સફેદ હીરાની હરાજી કરવામાં આવી હતી. ત્યારે તેની હરાજીનો રેકોર્ડ બન્યો હતો. હીરાના મુખ્ય ઉત્પાદક રશિયા પરના પ્રતિબંધો તેમજ કોરોના મહામારીના નિયંત્રણો હળવા થવાને કારણે VIP કાર્યક્રમો ફરી શરૂ થયા છે. જેના કારણે વૈશ્વિક હીરાના ભાવમાં વધારો થયો છે.
'ધ રેડ ક્રોસ' ડાયમંડની પણ હરાજી કરવામાં આવશે
આ હરાજીમાં "ધ રેડ ક્રોસ ડાયમંડ" પણ વેચવામાં આવશે. તે 205.07 કેરેટનો પીળો કુશન આકારનો પથ્થર છે. આ કિંમતી હીરો સૌપ્રથમ 1918 માં લંડનમાં ક્રિસ્ટીઝમાં વેચવામાં આવ્યો હતો. ત્યારે વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને લંડનના લોકોએ બ્રિટનને મદદ કરવા માટે તેમનો કિંમતી સામાન હરાજી દ્વારા વેચ્યો હતો. આ હરાજીમાંથી 10,000 પાઉન્ડ મળ્યા હતા. આ પૈસાથી બ્રિટિશ રેડ ક્રોસ સોસાયટીને મદદ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.