તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • DFCCIL Sarkari Naukri | DFCCIL Junior Executive, Junior Manager & Executive Recruitment 2021: 1074 Vacancies For Junior Executive, Junior Manager & Executive Posts, Dedicated Freight Corridor Corporation Of India Limited Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:DFCCILના જુનિયર મેનેજર સહિતના પદો પર અરજી કરવા માટે ગણતરીના દિવસો બાકી, 23 જુલાઈ સુધી અરજી કરી શકાશે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી 1074 પદો પર ભરતી કરવામાં આવશે
  • 18થી 30 વર્ષ સુધીના ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે

DFCCIL (ડેડિકેટેડ ફ્રૅટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ )એ જુનિયર મેનેજર, જુનિયર એક્ઝિક્યુટિવ સહિતના વિવિધ પદો માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરી છે. જો તમે આ ભરતી માટે અરજી કરવા માગો છો તો તમારી પાસે હવે 3 જ દિવસનો સમય છે. DFCCIL 23 જુલાઈ સુધી જ ઉમેદવારોની અરજી મંજૂર કરશે.

ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદો માટે અરજી કરવા ઓફિશિયલ વેબસાઈટ dfccil.comનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી 1074 પદો પર ભરતી કરવામાં આવશે.

પદોની સંખ્યા- 1074

પદસંખ્યા
જુનિયર એક્ઝિક્યુટિવ (ઓપરેશન્સ એન્ડ BD)225
જુનિયર એક્ઝિક્યુટિવ (સિગ્નલ એન્ડ ટેલિકમ્યુનિકેશન)145
જુનિયર એક્ઝિક્યુટિવ (ઈલેક્ટ્રિકલ)135
જુનિયર એક્ઝિક્યુટિવ (મિકેનિકલ)14
જુનિયર મેનેજર (સિવિલ)31
જુનિયર મેનેજર (ઓપરેશન્સ એન્ડ BD)77
જુનિયર મેનેજર (મિકેનિકલ)3
એક્ઝિક્યુટિવ (સંચાલન અને BD)237
એક્ઝિક્યુટિવ (સિવિલ)73
એક્ઝિક્યુટિવ (ઈલેક્ટ્રિકલ)42
એક્ઝિક્યુટિવ (સિગ્નલ અને ટેલિકોમ)87
એક્ઝિક્યુટિવ (મિકેનિકલ)3

યોગ્યતા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારો માટે પદાનુસાર અલગ અલગ યોગ્યતા નક્કી કરવામાં આવી છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોવા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન વિઝિટ કરી શકો છો.

વય મર્યાદા
અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18થી 30 વર્ષ સુધી હોવી જરૂરી છે. વય મર્યાદામાં છૂટછાટ અને પદાનુસાર વય મર્યાદા જોવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

સિલેક્શન પ્રોસેસ
આ પદો માટે યોગ્ય ઉમેદવારોનું સિલેક્શન ઓનલાઈન CBT પરીક્ષા અને ચિકિત્સા પરીક્ષણને આધારે કરવામાં આવશે.

ફી
જુનિયર મેનેજર (UR/ OBC-NCL/EWS): 1000 રૂપિયા
એક્ઝિક્યુટિવ (UR/ OBC-NCL/EWS): 900 રૂપિયા
જુનિયર એક્ઝિક્યુટિવ (UR/ OBC-NCL/EWS):700 રૂપિયા

આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદો માટે ઓફિશિયલ વેબસાઈટ dfccil.comનાં માધ્યમથી ડેડલાઈન પહેલાં અરજી કરી શકે છે.