સુવિધા / IRCTCની વેબસાઈટ પરથી ખાલી સીટોનું વિવરણ જોઈ શકાય છે

Details of the vacant seats can be seen from the IRCTC website

 • એયરલાઈન ની ટિકિટની જેમ જ ભારતીય રેલવેની વેબસાઈટમાં પણ સીટોને વિવિધ રંગોમાં દર્શાવવામાં આવે છે
 • ત્યારબાદ ક્લાસ અને કોચને આધારે તમે સીટ અવેલબિલિટી ચેક કરી શકાય છે

Divyabhaskar.com

Sep 08, 2019, 05:18 PM IST

યુટિલિટી ડેસ્કઃ ઇન્ડિયન રેલવે દ્વારા રિઝર્વ્ડ ચાર્ટ્સ ઓનલાઇન જોવાની સુવિધા આપવામાં આવી રહી છે. તેની મદદથી યુઝર ટ્રેનમાં ટિકિટ બુક કરાવતાં પહેલાં સીટનું સ્ટેટસ જોઈ શકશે. આ સુવિધા દરરોજ ટ્રેનમાં મુસાફરી કરતા અને અચાનક મુસાફરી કરતાં લોકો માટે ફાયદાકારક સાબિત થઈ છે.

IRCTCની વેબસાઈટ પરથી સ્ટેટસ જોવાના સ્ટેપ્સ

 • IRCTCની વેબસાઈટ https://www.irctc.co.in/nget/train-search પર જાઓ. સ્ક્રીન પર ડાબી બાજુએ 'Charts/Vacancy' વિકલ્પ નજર આવશે.
 • આ વિન્ડો પર તમારી મુસાફરીની જાણકારી જેમકે ટ્રેન નંબર, મુસાફરીની તારીખ અને બોર્ડિંગ સ્ટેશન ભરવાની રહેશે.
 • ત્યારબાદ ક્લાસ અને કોચને આધારે તમે સીટ અવેલબિલિટી ચેક કરી શકો છો.
 • ત્યારબાદ કોઈ એક કોચ નંબર પર ક્લિક કરીને તમે આખા કોચનું વિવરણ જોઈ શકો છો.

IRCTC આ નવા ફીચર્સ

 • એરલાઈનની ટિકિટની જેમ જ ભારતીય રેલવેની વેબસાઈટમાં પણ સીટોને વિવિધ રંગોમાં દર્શાવવામાં આવે છે. આ રંગ બુક્ડ ટિકિટ, વેકન્ટ ટિકિટ અને પાર્શિયલી બુક્ડ ટિકિટને આધારે આપવામાં આવે છે.
 • આ ફીચર ક્લાસ અને કોચને આધારે ખાલી સીટોનું વિવરણ આપે છે. આ માહિતી રિઝર્વેશન લિસ્ટના પ્રથમ ચાર્ટને આધારે ઉપલબ્ધ હોય છે. આ ચાર્ટ ટ્રેનના પ્રસ્થાનના 4 કલાક પહેલાં તૈયાર થાય છે.
 • ટ્રેનના બીજા ચાર્ટ પરથી પણ ખાલી સીટોનું વિવરણ જોઈ શકાય છે, જે ટ્રેનના પ્રસ્થાનનાં 30 મિનિટ પહેલાં તૈયાર થાય છે.
X
Details of the vacant seats can be seen from the IRCTC website
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી