તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Deposit Rs 150 In The Name Of The Daughter In This Special Scheme Of LIC, You Will Get Rs 22 Lakh At The Time Of Marriage, Know The Complete Information

LICની નવી યોજના:LICની આ ખાસ સ્કિમમાં દીકરીના નામે 150 રૂપિયા જમા કરો, લગ્નના સમયે 22 લાખ રૂપિયા મળશે, જાણો સંપૂર્ણ માહિતી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સ્કિમનું નામ LIC કન્યાદાન પોલિસી છે
  • દીકરીના લગ્ન નહીં થાય ત્યાં સુધી દર વર્ષે અભ્યાસ અને બીજા ખર્ચ માટે 1 લાખ રૂપિયા મળશે

જો તમે તમારી દીકરી માટે પૈસા બચાવી રહ્યા હોવ તો તમારી પાસે એક શાનદાક સ્કિમ છે. જ્યાં તમે તમારી દીકરીના સારા ભવિષ્ય માટે રોકાણ કરી શકો છો. આજે અમે તમને LICની એક એવી પોલિસી વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમે તમારી દિકરીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકશો.

દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ તેના માટે એક ખાસ સ્કિમ રજૂ કરી છે. આ સ્કિમનું નામ LIC કન્યાદાન પોલિસી (LIC Kanyadaan policy) છે. દેશમાં ઓછી આવક ધરાવતા પરિવારો માટે LICએ આ યોજના શરૂ કરી છે. LICની આ સ્કિમ ઓછી આવક ધરાવતા માતા-પિતાને તેમની દીકરીઓના લગ્ન માટે પૈસા ભેગા કરવામાં મદદ કરે છે. તેમાં દીકરીના અકાઉન્ટમાં એક સાથે 22 લાખ રૂપિયા મળશે.

શું છે સ્કિમ?
LICની આ પોલિસી અંતર્ગત તમારે દરરોજ માત્ર 150 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે તમારી દીકરીના લગ્ન હશે ત્યારે 22 લાખ રૂપિયા મળશે. આ પોલિસી લીધા બાદ જો પિતાનું મૃત્યુ થઈ જાય છે તો રોકાણ નહીં કરવું પડે. પોલિસી તેવી જ રીતે ચાલુ રહેશે. તે ઉપરાંત પિતાના મૃત્યુ થવા પર 10 લાખ રૂપિયા તાત્કાલિક આપવામાં આવશે. તે સિવાય જો પિતાનું મૃત્યુ એક્સિડન્ટમાં થઈ જાય છે તો 20 લાખ રૂપિયા મળે છે.

આ પોલિસીની વિશેષતા
આ પોલિસીની સૌથી મોટી ખાસિયત એ છે કે જ્યાં સુધી દીકરીના લગ્ન નથી થતા ત્યાં સુધી દર વર્ષે અભ્યાસ અથવા બીજા ખર્ચ માટે 1 લાખ રૂપિયા મળતા રહેશે. તેમજ આ પોલિસી પણ ચાલુ રહેશે. આ પોલિસી અંગે વધુ જાણકારી માટે LICની વેબસાઈટ વિઝિટ કરી શકો છો અથવા તમારા નજીકના LIC એજેન્ટ પાસેથી સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...