• Gujarati News
  • Utility
  • Deposit Only Rs 100 In RD Every Day And Get Rs 2 Lakh In 5 Years, Post Office Is Paying Interest At 5.8%

રોકાણ:રિકરિંગ ડિપોઝિટમાં દરરોજ માત્ર 100 રૂપિયા જમા કરો અને 5 વર્ષમાં 2 લાખ રૂપિયા મેળવો, પોસ્ટ ઓફિસ 5.8% લેખે વ્યાજ આપી રહી છે

દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્કીમમાં તમારે દર મહિને મિનિમમ 100 રૂપિયાનું રોકાણ કરવું પડે છે
  • 5 વર્ષ સુધી દરરોજ 100 રૂપિયાનું રોકાણ કર્યું તો 70 હજાર રૂપિયા ભેગા થશે

પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) સ્કીમ હેઠળ, તમે નાની-નાની રકમ ભેગી કરીને મોટી રકમનું ફંડ બનાવી શકો છો. પોસ્ટ ઓફિસ RD પર 5.8% વ્યાજ ચૂકવે છે. આ સ્કીમની વિશેષ વાત એ છે કે, આમાં તમને FD કરતાં વધુ સારું વ્યાજ મળે છે અને સાથે જ તમારા પૈસા પણ સલામત રહે છે. અહીં તમને જણાવવામાં આવ્યું છે તમે કેવી રીતે RDમાં દરરોજ 100 રૂપિયાનું રોકાણ કરીને મોટી રકમ તૈયાર કરી શકો છો.

RD કેવી રીતે કામ કરે છે?
પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ મોટી રકમ ભેગી કરવામાં તમને મદદ કરી શકે છે. તમે તેનો ઉપયોગ પિગી બેંક તરીકે કરી શકો છો. તેનો અર્થ એ કે તમે દર મહિને પગાર આવ્યા બાદ એક ચોક્કસ રકમ ચૂકવતા રહો. 5 વર્ષ પછી મેચ્યોર થયા બાદ તમારા હાથમાં એક મોટી રકમ હશે.

5 વર્ષ સુધી દરરોજ 100 રૂપિયાનું રોકાણ કર્યું તો 70 હજાર રૂપિયા ભેગા થશે
જો તમે ઈન્ડિયા પોસ્ટની RDમાં દરરોજ 100 રૂપિયા અથવા દર મહિને 3 હજાર રૂપિયાનું રોકાણ કર્યું તો 5 વર્ષ પછી વાર્ષિક 5.8% વ્યાજ દર અનુસાર, 5 વર્ષ પછી તે લગભગ 2,09,090 રૂપિયા હશે. એટલે કે, તમને વ્યાજ રૂપે 29,090 મળશે.

SBIમાં RD કરી તો કેટલા રૂપિયા મળશે?
જો તમે SBIમાં RD કરાવી અને દર મહિને 100 રૂપિયા અથવા 3 હજાર રૂપિયાનું રોકાણ કર્યું તો 5 વર્ષ પછી વાર્ષિક 5.8% વ્યાજના દર અનુસાર તે લગભગ 2,06,909 રૂપિયા હશે. એટલે કે, તમને વ્યાજ રૂપે 26,909 રૂપિયા મળશે.

100 રૂપિયા જમા કરીને સ્કીમ શરૂ કરાવી શકાય
આ RD સ્કીમમાં તમારે દર મહિને ન્યૂનતમ 100 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. તમે આના કરતાં 10ના ગુણાંકમાં કોઈપણ રકમ જમા કરી શકો છો. મહત્તમ જમા રકમ પર કોઈ મર્યાદા નથી.

બેંક અથવા પોસ્ટ ઓફિસમાં RD અકાઉન્ટ ખોલાવી શકશો
RD એક પ્રકારની સ્મોલ સેવિંગ સ્કીમ છે. કોઈપણ વ્યક્તિ પોસ્ટ ઓફિસ સિવાય બેંકોમાં પણ પોતાનું ખાતું ખોલી શકે છે. પોસ્ટ ઓફિસ RDનો સમયગાળો 5 વર્ષ છે. આ સમયગાળો પૂરો થયા બાદ તેને બીજા 5 વર્ષ માટે પણ વધારી શકાય છે. જો કે, આ સમયગાળો વાર્ષિક ધોરણે વધશે. એટલે કે તમારે તેને 5 વર્ષ પછી દર વર્ષે વધારવો પડશે.

અન્ય સમાચારો પણ છે...