• Gujarati News
  • Utility
  • Department Of Education, Gujarat Invites Applications For Recruitment On 780 Posts Of Assistant Professor, Deadline For Application Is 21st December.

સરકારી નોકરી:ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, ગુજરાતે આસિસ્ટન્ટ પ્રોફેસરની 780 પોસ્ટ પર ભરતી માટે અરજીઓ માગી, અપ્લાય કરવા માટે છેલ્લી તારીખ 21 ડિસેમ્બર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કમિશ્નરેટ ઓફ હાયર એજ્યુકેશન, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, ગુજરાતે કોલેજોમાં વિવિધ વિષયોના આસિસ્ટન્ટ પ્રોફેસર પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. વિવિધ વિષયોમાં કુલ 780 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો છેલ્લી તારીખ એટલે કે 21 ડિસેમ્બર, 2020 સુધી ઓનલાઇન મોડમાં અરજી કરી શકે છે.

એલિજિબિલિટી
સંબંધિત વિષયમાં વ્યક્તિ માન્ય યુનિવર્સિટી અથવા ઇન્સ્ટિટ્યૂટમાંથી ઓછામાં ઓછા 55% માર્કસ સાથે માસ્ટર્સ અને NET અથવા UGC ધોરણો અનુસાર PHD થયેલી હોવી જોઈએ. PHD થિસીસનું મૂલ્યાંકન બે બાહ્ય રેફરીઓ દ્વારા થયેલું હોવું જરૂરી છે. આ ઉપરાંત, ફરજિયાત શરતોમાં ઉમેદવારો દ્વારા PHD માટે વાઇવા આપેલી હોવી પણ સામેલ છે.

સેલરી
પસંદ કરેલા ઉમેદવારોને દર મહિને 40,176 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે.

એપ્લિકેશન ફી
જનરલ કેટેગરી - 250 રૂપિયા
લોકલ SC, ST, PH - 100 રૂપિયા

કેવી રીતે અરજી કરવી?
ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ www.rascheguj.in દ્વારા 21 ડિસેમ્બર, 2020 સુધીમાં ઓનલાઇન મોડમાં અરજી કરી શકે છે.

સિલેક્શન પ્રોસેસ
આ પોસ્ટ્સ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી UGC રેગ્યુલેશન - 2018 મુજબ કરવામાં આવશે. પોસ્ટ્સ અનુસાર, શોર્ટલિસ્ટેડ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂ દરમિયાન સિલેક્શન કમિટી પસંદ કરેલા ઉમેદવારો અને પ્રતીક્ષી ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરશે. આ ઉમેદવારો ભવિષ્યમાં ખાલી પડેલી સીટ્સ માટે સિલેક્ટ થઈ શકશે.