જરૂરિયાતના સમાચાર:ડેન્ગ્યુના કહેરથી ઘણા શહેરો ત્રાહીમામ પોકારી ગયા, જાણો તેના લક્ષણો, કેવી રીતે તેનાથી બચી શકાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેન્ગ્યુ મચ્છર દિવસમાં જ કરડે છે અને આ મચ્છરોનો પ્રકોપ વરસાદ બાદ વધારે વધે છે

દેશના ઘણા રાજ્યોમાં ડેન્ગ્યુનો કહેર સતત વધી રહ્યો છે. દરરોજ ડેન્ગ્યુના નવા કેસ સામે આવી રહ્યા છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઓરિસ્સા, અને જમ્મુ કશ્મીર સહિત ઘણા રાજ્યોમાં લોકોની સ્થિતિ ડેન્ગ્યુથી ખરાબ થઈ રહી છે. અત્યાર સુધી મધ્ય પ્રદેશનમાં ડેન્ગ્યુના 11,000 કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે યુપીમાં 2016 બાદ આ વર્ષે સૌથી વધારે કેસ મળ્યા છે. તેવી જ રીતે જમ્મુ- કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે.

ડેન્ગ્યુ એક પ્રકારનો વાયરસ છે, જે એડીજ મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુ મચ્છર દિવસમાં જ કરડે છે અને આ મચ્છરોનો પ્રકોપ વરસાદ બાદ વધારે વધે છે. જાણો ડેન્ગ્યુના લક્ષણો....