દિલ્હી યુનિવર્સિટીમાં વિવિધ 1145 નોન ટીચિંગ પદો પર ભરતી માટે એપ્લિકેશન પ્રોસેસની ડેડલાઈન નજદીક આવી રહી છે. જો તમે આ ભરતી માટે અરજી કરવા માગો છો તો તમારી પાસે 3 જ દિવસનો સમય છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદો માટે ઓફિશિયલ સાઈટ recruitment.nta.nic.in અથવા du.ac.inનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.
પદોની સંખ્યા: 1145
પદ | સંખ્યા |
હિન્દી ટ્રાન્સલેટર | 2 |
જુનિયર એન્જિનિયર | 10 |
અસિસ્ટન્ટ મેનેજર ગેસ્ટ હાઉસ | 1 |
સીનિયર પર્સનલ અસિસ્ટન્ટ | 05 |
નર્સ | 07 |
જુનિયર વર્ક અસિસ્ટન્ટ (એન્જિનિયરિંગ સર્વિસ) | 35 |
મેડિકલ ઓફિસર | 15 |
અસિસ્ટન્ટ રજિસ્ટાર | 06 |
સીનિયર અસિસ્ટન્ટ | 45 |
યોગ ઓર્ગેનાઈઝર | 01 |
અસિસ્ટન્ટ | 80 |
સ્ટેનોગ્રાફર | 77 |
લાઈબ્રેરી અટેન્ડન્ટ | 109 |
લેબ અટેન્ડન્ટ | 152 |
એન્જિનિયરિંગ અટેન્ડન્ટ (ઈલેક્ટ્રિક ખલાસી, બેલદાર) | 52 |
સિક્યોરિટી ઓફિસર | 01 |
લેબ અસિસ્ટન્ટ | 53 |
સીનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ | 58 |
ટેક્નિકલ અસિસ્ટન્ટ | 51 |
પ્રાઈવેટ સેક્રેટરી | 02 |
યોગ્યતા
આ પદો માટે 10-12 પાસ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા IIT સર્ટિફિકેટ હોલ્ડર અરજી કરી શકે છે. પદાનુસાર યોગ્યતા જાણવા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.
વય મર્યાદા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 27થી 45 વર્ષની હોવી જોઈએ. પદ પ્રમાણે વય મર્યાદા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.
એપ્લિકેશન ફી
જનરલ- 1000 રૂપિયા
OBC / EWS- 800 રૂપિયા
SC / ST / PH- 600 રૂપિયા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા અને પર્સનલ ઈન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.
આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 28 એપ્રિલ પહેલાં ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.