રાહત / ઈ-વોલેટ્સના KYC અપડેટની ડેડલાઈન 29 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવી

Deadline for KYC update of e-wallets extended till February 29

  • KYC કરાવવાની તારીખને 31 ઓગસ્ટથી વધારીને 29 ફેબ્રુઆરી સુધી કરવામાં આવી છે
  • મોબાઈલ વોલેટ પ્રોવાઇડર્સે તેના ગ્રાહકો પાસે જઈને વેરિફિકેશન કરવાનું રહેશે

Divyabhaskar.com

Sep 07, 2019, 04:17 PM IST

યુટિલિટી ડેસ્કઃ PhonePe (ફોનપે), Paytm (પેટીમ), Amazon Pay (એમેઝોન પે) સહિતના અનેક પેમેન્ટ વોલેટ એપ ઉપયોગ કરતા યુઝર્સને RBIએ રાહત આપી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પેમેન્ટ વોલેટ એપ ઉપયોગ કરતા યુઝર્સને KYC કરાવવા માટે 6 મહિનાનો વધુ સમય આપ્યો છે. KYC કરાવવાની તારીખને 31 ઓગસ્ટથી વધારીને 29 ફેબ્રુઆરી સુધી કરવામાં આવી છે.

RBIના આ નિર્ણયથી KYC અપડેટ ન કરાવેલા યુઝર્સ 29 ફેબ્રુઆરી સુધી કોઈ પણ રોકટોક વગર ડિજિટલ વોલેટનો ઉપયોગ કરી શકશે. RBIએ જણાવ્યું કે આ નવી ડેડલાઇનને ફરી વધારવામાં આવશે નહીં. RBIએ તમામ ઈ-વોલેટ પ્લેટફોર્મ્સને જણાવ્યું છે કે, 'સલાહ આપવામાં આવે છે કે KYC, અનુકરણ માટે PPI (પ્રી -પેઈડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ)ની સમયસીમાં વધારવામાં આવી છે. આ સમયસીમાંમાં હવે કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.'

KYC અપડેટ નિયમોનું પાલન કરવાનો અર્થ એ થાય છે કે, મોબાઈલ વોલેટ પ્રોવાઇડર્સે તેના ગ્રાહકો પાસે જઈને વેરિફિકેશન કરવાનું રહેશે. આ અગાઉ આંશિક વેરિફિકેશન થતું હતું, જેને સ્માર્ટફોનના માધ્યમથી પૂરું કરવામાં આવતું હતું.

ભારતીય પ્રૌદ્યોગિકી પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આશા વ્યક્ત કરી છે કે, સરકાર કોઈ વિકલ્પ શોધશે, જેથી મોબાઈલ યુઝર્સે ફેસ ટૂ ફેસ વેરિફિકેશન ન કરાવવું પડે.

X
Deadline for KYC update of e-wallets extended till February 29
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી