તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Deadline For Filling Up Exam Forms For Private Students Has Been Extended, Now Exam Forms Can Be Filled Up Till December 9, Can Be Amended Till December 14.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CBSE બોર્ડ એક્ઝામ 2021:પ્રાઇવેટ સ્ટુડન્ટ્સ માટે પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે 9 ડિસેમ્બર સુધી એક્ઝામ ફોર્મ ભરી શકાશે, 14 ડિસેમ્બર સુધી સુધારો કરી શકાશે

5 મહિનો પહેલા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 10મા-12મા ધોરણના પ્રાઈવેટ વિદ્યાર્થીઓને સેશન 2021 માટે પરીક્ષા ફોર્મ ભરવાની બીજી એક તક આપી. 10મા-12માના એવા પ્રાઈવેટ સ્ટુડન્ટ્સ, જેમણે હજુ સુધી પરીક્ષાનું ફોર્મ જમા નથી કરાવ્યું, તેઓ 5થી 9 ડિસેમ્બર 2020 સુધી ફોર્મ જમા કરાવી શકે છે તેમજ પરીક્ષા ફોર્મમાં સુધારો કરવાની છેલ્લી તારીખ 10થી 14 ડિસેમ્બર છે.

નોટિફિકેશન દ્વારા માહિતી આપી
આ અંગે બોર્ડે પોતાની ઓફિશિયલ વેબસાઈટ https://cbse.nic.in/ પર નોટિફિકેશન જારી કરીને જાણકારી આપી. બોર્ડની તરફથી જારી નોટિફિકેશનના અનુસાર, બોર્ડ પરીક્ષા 2020-21 માટે પ્રાઈવેટ અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સને પરીક્ષા ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ (લેટ ફી વગર) 11 નવેમ્બર 2020 હતી, જ્યારે લેટ ફી સાથે છેલ્લી તારીખ 21 નવેમ્બર 2020 નક્કી કરવામાં આવી હતી, જેને હવે વધારીને 9 ડિસેમ્બર કરવામાં આવી છે.

સ્ટુડન્ટ્સની વિનંતી બાદ નિર્ણય લેવામાં આવ્યો
હકીકતમાં પ્રાઈવેટ પરીક્ષા આપતા ઘણા સ્ટુડન્ટ્સે CBSEને પરીક્ષા ફોર્મમાં સુધારાને મંજૂરી આપવા માટે વિનંતી કરી હતી. જ્યારે કેટલા સ્ટુડન્ટ્સે પરીક્ષા ફોર્મ જમા કરાવવાની તારીખ વધારવાની વિનંતી પણ કરી હતી. સ્ડુડન્ટ્સની તરફથી મળેલી વિનંતીને ધ્યાનમાં રાખીને CBSEએ 10મા-12માના પ્રાઈવેટ સ્ટુડન્ટ્સ માટે પરીક્ષા ફોર્મ જમા કરાવવા/ફોર્મમાં કરેક્શન કરવા માટે વિન્ડો ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો