• Gujarati News
  • Utility
  • Daytime Sleeping Is Good Or Bad; Dietician And Fitness Expert Nidhi Pandey On Health Benefits Of Napping

ઊંઘના ફાયદા-નુક્સાન:બપોરે ઊંઘવાથી કબજિયાત, ગેસ અને અપચો થવાનું જોખમ, જાણો દિવસમાં કયા લોકોએ ઊંઘવું જોઈએે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઠંડી ચાલી રાહી છે અને બપોરે જમ્યા પછી ઊંઘ પણ આવે છે, પરંતુ બપોરની ઊંઘ સ્વાસ્થ્ય માટે સારી ગણાતી નથી. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, શિયાળામાં દિવસે ઊંઘવાથી તમને ગેસ, કબજિયાત, અપચો જેવી પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ સિવાય મેદસ્વિતા અને ડાયાબિટીસનું જોખમ રહે છે.

આયુર્વેદમાં પણ દિવસમાં ન સૂવા માટે કહેવામાં આવ્યું છે ખાસ કરીને શિયાળામાં. શિયાળામાં દિવસે સૂવાથી કફ અને પિત્તનું સંતુલન બગડી જાય છે. તેને લીધે ઘણી બીમારી થઈ શકે છે. જોકે આયુર્વેદમાં કેટલાક લોકોને દિવસે ઊંઘવાની પણ છૂટ આપાઈ છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, વડીલો, શ્રમિકો અને જે લોકોએ તેમનું વજન વધારવું છે. આવા લોકો દિવસે પણ ઊંઘી શકે છે પરંતુ જમ્યા પછી તરત નહિ.

સમયની ઊણપ હોય તો પાવર નેપ લઈ શકાય છે
રાયપુરમાં ડાયટિશિયન અને ફિટનેસ એક્સપર્ટ ડૉ. નિધિ પાંડેય જણાવે છે કે ઘણા લોકોને ઊંઘ આવવામાં અને ભૂખ લાગવામાં કન્ફ્યુશન રહે છે. આવા લોકો ઊંઘ આવવા પર કશુંક ખાઈને તેને દૂર કરવાનો પ્રયાસ કરે છે અને ભૂખ લાગવા પર ઊંઘવાનો પ્રયાસ કરે છે જેથી ભૂખ શાંત થઈ જાય, પરંતુ આવું બિલકુલ ન કરવું જોઈએ. જો ટાઈમની ઊણપ હોય તો પાવર નેપ લઈ શકો છો.

AIIMS દિલ્હીના ડૉક્ટર ઉમા કુમાર જણાવે છે કે મારા મત પ્રમાણે, પાવર નેપ લેવી સારી રહેશે. પરંતુ તેને લીધે રાતે ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે. જોકે બપોરે ઊંઘી જવાથી ફૂર્તિ આવે છે.

સર્કેડિયન રિધમ ક્યારે ઊંઘવું અને ક્યારે ઊઠવું તે જણાવે છે
સ્ટડી પ્રમાણે, આશરે 50% લોકોને બપોરે ઊંઘવાથી ફાયદો થતો નથી. આવા લોકોમાં સર્કેડિયન રિધમ હોય છે. તે શરીરને જણાવે છે કે ક્યારે ઊંઘવું અને ક્યારે ઊઠવું. જો તમને દિવસે ઊંઘ નથી આવતી તો તેનાથી ખબર પડે છે કે તમારા શરીરને આરામની જરૂર નથી.

સ્વસ્થ લોકો ગરમીના દિવસોમાં બપોરે ઊંઘી શકે છે
સ્વસ્થ લોકો માત્ર ગરમીની સીઝનમાં બપોરે જોકું ખાઈ શકે છે. જો કે, ઉનાળામાં રાત નાની હોય છે આથી ઘણીવાર ઊંઘ પૂરી થતી નથી. આ ઉપરાંત શરીરમાં થાક પણ વધારે લાગે છે. દિવસે સૂતા ઊંઘ પૂરી થઈ જાય છે.

ઠંડીમાં દિવસ નાનો હોય છે, આથી આપણે બપોરે ના સૂવું જોઈએ. આથી તમે વર્કઆઉટ અને કસરત કરી શકશો નહિ. આ ઉપરાંત જે લોકો વહેલા ઉઠીને દિનચર્યા શરુ કરે છે તેઓ બપોરે થોડીવાર ઊંઘી શકે છે. જેથી આખો દિવસ ફ્રેશ રહે.

દિવસમાં ઊંઘવાથી કયા લોકોને ફાયદો થાય છે?
વિદ્યાર્થીઓ

કેમ: સ્ટુડન્ટ વારંવાર અભ્યાસ કરવાને લીધે થાકી જાય છે. બપોરે થોડીવાર આરામ કરવાથી મગજને આરામ મળે છે.

વૃદ્ધ
કેમ: દિવસમાં શરીરને આરામ આપવા થોડા સમય માટે ઊંઘી શકો છો. તેનાથી ગેસ કે અપચો જેવી તકલીફથી રાહત મળી શકે છે.

દુઃખી લોકો
કેમ: બપોરની ઊંઘ આવા લોકોને દુઃખ ભૂલવા મદદ કરી શકે છે. જે લોકોને વધારે ગુસ્સો આવે છે, તેમને મગજ શાંત રાખવામાં મદદ મળી શકે છે.

શ્રમિક
કેમ: આવા લોકો જે વધારે મહેનત અને શારીરિક શ્રમવાળું કામ કરે છે, તેઓ પણ ઊંઘી શકે છે. તેનાથી થાક ઓછો થશે અને શરીર ફરીથી એક્ટિવ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...