મહારાષ્ટ્ર અને અમેરિકામાં હાલ ઈંડાની અછત સર્જાઈ છે. જો કે, બંને જગ્યાએ ઈંડાની અછત સર્જાવાનું કારણ એકદમ અલગ છે.
મહારાષ્ટ્રમાં માગ વધુ અને સપ્લાય ઓછી
અહી દરરોજ 2.25 કરોડથી પણ વધુ ઈંડાની માગ છે પણ રાજ્યમાં ફક્ત 1.25 કરોડ ઈંડાનું જ ઉત્પાદન થાય છે એટલે કે ઈંડાની માગ સામે તેનું સપ્લાય પ્રમાણમાં ઓછુ છે. આ કારણોસર રાજ્યમાં નિરંતર ઈંડાની માગ વધી રહી છે.
અમેરિકામાં બર્ડફ્લૂ અને મોંઘવારી
થોડા દિવસો પહેલા અમેરિકામાં બર્ડફ્લૂ ફેલાયો હતો. તે સિવાય મરઘીને ખવડાવવામાં આવતા દાણા, તેલ અને લેબર કોસ્ટની વધતી કિંમતોના કારણે ઈન્ડસ્ટ્રીએ ભારે નુકશાનનો સામનો કરવો પડ્યો. આ જ કારણોસર અમેરિકામાં ઈંડાની અછત સર્જાઈ અને ભાવમાં એકાએક વધારો થયો.
આજે કામના સમાચારમાં જાણીશું કે, ઈંડાની જગ્યાએ આપણે બીજુ શું ખાઈ શકીએ? ઈંડાની ન્યૂટ્રિશન વેલ્યૂ શું છે? એક દિવસમાં તમે કેટલા ઈંડા ખાઈ શકો છો? અને ઈંડા ખાવાથી શરીરને શું-શું નુકશાન પહોંચે છે? તે પણ જાણીશું.
પ્રશ્ન- મહારાષ્ટ્રમાં ઈંડાની અછત છે તો આ પરિસ્થિતિનું સમાધાન કેવી રીતે કરવામાં આવી રહ્યું છે?
જવાબ- મહારાષ્ટ્રમાં કર્ણાટક, તમિલનાડુ અને તેલંગણાથી ઈંડા મંગાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ રાજ્યનો પશુપાલન વિભાગ સબસિડી અને બીજી સુવિધાઓ આપીને ઈંડાનું ઉત્પાદન વધારવાના પ્રયાસ કરી રહ્યું છે. એક ઈંડાની ન્યૂટ્રિશન વેલ્યૂ નીચે લખેલા પોઈન્ટ્સ પરથી સમજો...
પ્રશ્ન- જો ઈંડાની અછત આપણા રાજ્યમાં પણ સર્જાય તો આપણે કેવી-કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે?
જવાબ-
પ્રશ્ન- બિસ્કિટ, કેક અને બેકરીની બીજી વસ્તુઓમાં લોકો મોટાભાગે ઈંડા મિક્સ કરે છે તો તેની અવેજીમાં શેનો ઉપયોગ કરી શકાય?
જવાબ- બેકિંગમાં સામાન્ય રીતે જુદી-જુદી વસ્તુઓને એકબીજા સાથે મિક્સ કરવા માટે ઈંડાનો ઉપયોગ કરવામાં આવે છે. ઈંડાનાં કારણે બેકરી આઈટમ સોફ્ટ પણ બને છે. કેક અને બ્રેડને ફૂલાવવા માટે પણ ઈંડાની જરુરિયાત પડે છે.
જો ઈંડા ન હોય તો બેકિંગ માટે તમે આ 10 વસ્તુઓનો ઉપયોગ કરી શકો
પ્રશ્ન- બાળકો, વૃદ્ધ કે પુખ્ત વયનાં લોકો માટે એક દિવસમાં કેટલા ઈંડા ખાવા ફાયદાકારક સાબિત થઈ શકે?
જવાબ- તમારા શરીરને પ્રોટિનની કેટલી જરુરિયાત છે, તે બાબત પર આધાર રાખે છે કે તમે એક દિવસમાં કેટલા ઈંડા ખાઈ શકો છો?
બાળકો- નાના બાળકોને એક કે બે ઈંડા ખવડાવી શકાય પણ તેઓને દરરોજ ન ખવડાવવા. અઠવાડિયામાં એક કે બે વાર જ તેઓેને ઈંડા ખવડાવવા. પ્રોટિનનાં અન્ય સ્રોત જેમ કે, દૂધ અને દાળ પણ ખવડાવો.
વૃદ્ધ - 1 કે 2થી વધુ ઈંડા ન ખવડાવવા. વધુ ઈંડા ખાવાના કારણે પાચનતંત્ર બગડી શકે. ઈંડાનો સફેદ ભાગ ખાવો સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થઈ શકે.
ગર્ભવતી મહિલાઓ- તેઓએ ઈંડાનો સફેદ ભાગ જ ખાવો જોઈએ. પહેલી પ્રેગ્નન્સી પછી તેઓને પ્રોટિનની વધુ જરુર પડે છે. 1-2થી વધુ ઈંડા ખાવા તમારા માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે.
પુખ્ત વયનાં લોકો- બોડી બિલ્ડિંગ કરતાં પુખ્ત વયનાં લોકોએ ઈંડાનો ફક્ત સફેદ ભાગ જ ખાવો જોઈએ. જો તમે જીમ નથી જાતા તો દિવસનાં 3-4 ઈંડાથી વધુ ન ખાવા.
નોંધ - ઈંડા ખાવાની યોગ્ય રીત તેને બાફીને ખાવાની છે
પ્રશ્ન- ઈંડુ સડેલું છે કે સારું? તેની ઓળખ કેવી રીતે કરશો?
જવાબ- આ બે રીતથી તમે ઓળખી શકશો કે, તમારુ ઈંડુ સડેલું છે કે સારું?
તમે પાણીમાં ડૂબોડીને ઈંડુ સડેલું છે કે સારું તે ઓળખી શકો છો. તેના માટે એક મોટા ગ્લાસનો ઉપયોગ કરો. જો તેમાં ઈંડુ નાખો ને તે પાણીમાં નીચે બેસી જાય તો તે ફ્રેશ રહેશે અને જો તે ઉપર તરી આવે તો સમજી લેવું કે, તે જૂનુ થઈ ગયું છે. આ સિવાય સડેલું ઈંડુ પણ પાણીની ઉપર તરવા લાગે છે.
ફોડીને પણ જાણી શકો છો કે, ઈંડુ કે સડેલું છે કે સારું? જો ઈંડુ સડેલું હશે તો પીળો ભાગ સફેદ ભાગમાં ભળી ગયો હશે. તેને તમે અલગ કરી શકો નહી. ફ્રેશ ઈંડામાં પીળો અને સફેદ ભાગ બંને અલગ રહે છે.
હવે ઈંડા સાથે જોડાયેલા મિથ્યો પર એક નજર કરીએ...
મિથ : ઈંડામાં કોલેસ્ટ્રોલ લેવલ ખૂબ જ વધારે હોય છે
ફેક્ટ- ઈંડામાં કોલેસ્ટ્રોલ હોય છે અને હાર્ટની બીમારીથી પીડાતા લોકોએ દરરોજ ઈંડા ખાવા જોઈએ નહી. આ સાથે અન્ય વસ્તુઓ કે જેમાં ટ્રાન્સફેટ અને સેચ્યુરેટેડ ફેટ વધુ હોય છે, તેનાથી પણ કોલેસ્ટ્રોલ લેવલ વધી શકે છે. હાર્ટની બીમારીથી પીડાતા લોકોએ ઈંડાનો ફક્ત સફેદ ભાગ જ ખાવો જોઈએ.
મિથ : દરેક ઈંડાની અંદર બેબી ચિકન હોય છે
ફેક્ટ- એવું નથી. ફક્ત ફર્ટિલાઈઝ્ડ ઈંડાની અંદર જ બેબી ચિકન હોય છે. હ્યુમન કન્ઝમ્પશન એટલે કે માણસોના ખાવા માટે ઉત્પાદિત કરેલા ઈંડા ફર્ટિલાઈઝ્ડ હોતા નથી.
મિથ : પીરિયડ્સમાં ઈંડા ખાવા ન જોઈએ
ફેક્ટ- આ વાત સાવ ખોટી છે. તમે પીરિયડ્સના સમયે પણ ઈંડા ખાઈ શકો છો.
મિથ : કાચા ઈંડા ખાવા વધુ લાભદાયી હોય છે
ફેક્ટ- ના, કાચા ઈંડામાં અનેક પ્રકારનાં હાનિકારક બેક્ટેરિયાનો સમાવેશ થાય છે. તમે સાલ્મોનેલા બેક્ટેરિયાની ચપેટમાં આવી શકો છો. તેના કારણે તમને ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. તે સિવાય પેટમાં દુખાવો, ડાયરિયા, ઊલ્ટી અને તાવની સમસ્યા પણ થઈ શકે છે.
મિથ : ઈંડાનો પીળો ભાગ ખાવાના કારણે તમારો વજન વધી શકે
ફેક્ટ- ઈંડાનાં પીળા ભાગમાં ફેટ હોય છે. તેને વધુ ખાવાથી તમારો વજન વધી શકે
મિથ : દરરોજ ઈંડા ન ખાવા જોઈએ
ફેક્ટ- એક લિમિટમાં તમે દરરોજ ઈંડા ખાઈ શકો છો. તેમાં કોઈ જ વાંધો નથી
જાણવા જેવું
ફક્ત મરઘીનાં જ નહી આ પ્રાણીઓનાં ઈંડા પણ તમે ખાઈ શકો છો
ક્વેલ કે બટેરનાં ઈંડા - આ ઈંડા મરઘીનાં ઈંડા કરતા નાના હોય છે. તેમાં વિટામીન-D અને વિટામીન-B12 ભરપૂર માત્રામાં મળી રહે છે
માછલીનાં ઈંડા- રોહા અને હિલ્સૂ માછલીનાં ઈંડા ખાઈ શકાય. હિલ્સા માછલીનાં ઈંડા બાંગ્લાદેશ અને પૂર્વીય ભારતનાં લોકો ખાય છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ સામેલ હોય છે. રોહૂ માછલીનાં ઈંડાઓને KVR કહેવામાં આવે છે. તે ખૂબ જ મોંઘા હોય છે અને તેમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ અને એન્ટી-ઓક્સિડન્ટ સામેલ હોય છે.
ગૂઝ કે બતકનાં ઈંડા- બતકનાં ઈંડાઓમાં વિટામીન-B કોમ્પલેક્સ ભરપૂર માત્રામાં મળી રહે છે. તેનો પીળાશ પડતો ભાગ મરઘીનાં ઈંડાઓ કરતાં મોટો હોય છે.
ટર્કીનાં ઈંડા- આ ઈંડા બતકનાં ઈંડા જેવા જ દેખાય છે પણ તેનો સફેદ અને પીળો ભાગ થોડો ઘાટો હોય છે.
એમુનાં ઈંડા- એમુ ઓસ્ટ્રેલિયાનું એક પક્ષી છે, તેનું એક ઈંડુ અંદાજે 1 કિલો વજન ધરાવતું હોય છે.
ઓસ્ટ્રિચનાં ઈંડા- ઓસ્ટ્રિચ ધરતીનું સૌથી મોટુ પક્ષી છે. તેનું એક ઈંડુ અંદાજે 2 કિલોનું હોય છે. જો કે, તેની ન્યૂટ્રિશન વેલ્યૂ મરઘીનાં ઈંડા જેટલી જ હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.