લોકડાઉન વચ્ચે રાહત:બેંકોમાં ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ રાખતા ગ્રાહકોને ઈલેક્ટ્રોનિક કાર્ડ મળશે, RBIએ મંજૂરી આપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • RBIએ જણાવ્યું છે કે, આગામી સમયમાં બેંકોની તરફથી ખાતાધારકોને ઈલેક્ટ્રોનિક કાર્ડ જારી કરવામાં આવશે

ઘણી વખત એવી જરૂરિયાત આવી પડે છે, કે જેને પૂરી કરવા માટે આપણી પાસે પૂરતા પૈસા નથી હોતા. આપણી પાસે મર્યાદિત ઓપ્શન હોય છે. મિત્રો-સંબંધીઓથી ઉધાર લઈ શકાય છે. ક્રેડિટ કાર્ડ પર પર્સનલ લોન લઈ શકાય છે. પર્સનલ લોનમાં વ્યાજ દર વધારે હોય છે. આવી સ્થિતિમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ જાહેરાત કરતા જણાવ્યું છે કે, આગામી સમયમાં બેંકોની તરફથી ખાતાધારકોને ઈલેક્ટ્રોનિક કાર્ડ જારી કરવામાં આવશે. RBIએ નિયમો હળવા કરતા બેંકોમાં ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ રાખતા ગ્રાહકોને ઈલેક્ટ્રોનિક કાર્ડ જારી કરવાની મંજૂરી આપી છે. આ સુવિધા તે ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ માટે છે જે પર્સનલ લોનની જેવી છે. 

સરકારી અને ખાનગી બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા આપે છેઃ મોટાભાગની બેંક કરંટ અકાઉન્ટ, સેલરી અકાઉન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ (FD)પર આ સુવિધા આપે છે. કેટલીક બેંક શેર, બોન્ડ અને વીમા પોલિસી જેવી સંપત્તિના બદલે ઓવરડ્રાફટની સુવિધા આપે છે. આ ફેસિલિટીના અંતર્ગત બેંકથી તમે તમારી જરૂરિયાતના હિસાબથી પૈસા લઈ શકે છે અને બાદમાં આ પૈસા ચૂકવી શકો છો.

આ લોકોને મળશે લાભઃ RBIએ જણાવ્યું કે, જુલાઈ 2015ની માર્ગદર્શિકા અનુસાર, બેંકોને સેવિંગ અકાઉન્ટ અને કરંડ અકાઉન્ટના ગ્રાહકોને ડેબિટ કાર્ડ જારી કરવાની મંજૂરી આપી છે. આ સુવિધાનો લાભ ક્રેડિટ અને લોન અકાઉન્ટ હોલ્ડર્સને નહીં મળે. તેનો લાભ માત્ર બેંક ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ ઓપન કરનાર ગ્રાહકોને જ મળશે. 

RBI એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ઈલેક્ટ્રોનિક કાર્ડ ગ્રાહકોને આપવામાં આવેલી ઓવરડ્રાફ્ટ સુવિધાની માન્યતા વધુ સમયગાળા માટે જારી કરવામાં આવશે નહીં. તે ઉપરાંત આ ઈલેક્ટ્રોનિક કાર્ડ માત્ર દેશમાં જ ટ્રાંઝેક્શન માટે હશે. RBIએ આ સુવિધા શરૂ કરતા પહેલા બોર્ડ ઓફ ડિરેક્ટરને એક પ્લાન યોજના બનાવવાનું કામ આપ્યું છે. હાલમાં, અપેક્ષા છે કે બેંકો તેમના ખાતાધારકોને વહેલી તકે આ ખાસ સુવિધા પ્રદાન કરશે. 

કેવી રીતે મળશે ઓવરડ્રાફ્ટની સુવિધાઃ ઓવરડ્રાફ્ટની સુવિધા માટેની પ્રોસેસ બેંકમાંથી બીજી લોન લેવા જેવી જ છે. જો તમારું બેંકમાં સેલરી, કરંટ અકાઉન્ટ છે તો આ પ્રોસેસ થોડી સરળ થઈ જાય છે. જો બેંકમાં તમારી કોઈ FD નથી તો પહેલાં તમારે બેંકમાં કોઈ એસેટ્સ ગીરવે મૂકવી પડશે.

ત્યારબાદ જરૂરી ઔપચારિકતા પૂરી કર્યા બાદ બેંક તમને ઓવરડ્રાફ્ટની સુવિધા આપે છે. અત્યારે ઘણી બેંકો તેમના સારા ગ્રાહકોને પહેલાથી જ ઓવરડ્રાફ્ટની સુવિધા ઓફર કરે છે. આવું કરવાથી લોન લેવી સરળ થઈ જાય છે. 

બેંક નક્કી કરે છે કે ઓવરડ્રાફ્ટ અંતર્ગત તમે કેટલા પૈસા લઈ શકો છો. આ લિમિટ તે વાત પર નિર્ભર કરે છે કે આ સુવિધા માટે તમારે બેંકમાં ગીરવે શું મૂક્યું છે. સેલરી અને FDના કિસ્સામાં બેંક લિમિટ વધારે રાખે છે. 

તમે જે સમયગાળા માટે બેંકમાંથી પૈસા લો છો તેના અનુસાર તમારે વ્યાજ ચૂકવવું પડશે. તેનો અર્થ છે કે, જો તમે ડિસેમ્બર મહિનાની 25 તારીખે પૈસા લીધા છે અને તેને 25 જાન્યુઆરીએ ચૂકવણી કરી છે તો તમારે લગભગ એક મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે

અન્ય સમાચારો પણ છે...