તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Customers Will Now Be Able To Do All Banking Related Work At Home With One Call, The Bank Announced A Toll Free Number.

SBI ગ્રાહકોને રાહત:ગ્રાહકો હવે એક કોલ કરીને બેંકિંગ સંબંધિત તમામ કામ ઘરેબેઠા કરી શકશે, બેંકે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SBIના ટોલ ફ્રી નંબર 1800 112 211 અથવા 1800 425 3800 પર કોલ કરીને બેંકિંગ સંબંધિત સુવિધાનો લાભ ઉઠાવી શકાશે

કોરોનાની બીજી લહેરથી દેશમાં સ્થિતિ વધુ વિકટ બની ગઈ છે. દરરોજ લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તમે ઘરે રહીને સુરક્ષિત રહી શકો છો. કોરોનાનાં વધતા કેસોની વચ્ચે ભારતીય સ્ટેટ બેંક (SBI)એ પોતાના કસ્ટમર્સ માટે કોન્ટેક્ટલેસ સર્વિસની શરૂઆત કરી છે. હવે યુઝર્સ ઘરેબેઠા ફોન પર જ બેંક સંબંધિત ઘણા કામ કરી શકશે.

SBIએ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો
SBIએ પોતાના ગ્રાહકો માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, ઘરે રહો, સુરક્ષિત રહો...અમે તમારી સેવા માટે હાજર છીએ. SBI તમને સંપર્ક વિનાની સેવા પૂરી પાડે છે જે તમને તમારી તાત્કાલિક બેંકિંગ જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરશે. અમારા ટોલ ફ્રી નંબર 1800 112 211 અથવા 1800 425 3800 પર કોલ કરો.

એક ફોન પર આ તમામ સુવિધાઓ મળશે
SBIએ પોતાના ટ્વીટની સાથે એક વીડિયો અટેચ કરીને જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ નંબર પર કોલ કરીને કસ્ટમર્સ કઈ કઈ સેવાઓનો લાભ ઘરેબેઠા લઈ શકે છે. વીડિયોના અનુસાર, અકાઉન્ટ બેલેન્સ, અને લાસ્ટ 5 ટ્રાન્ઝેક્શન, ATMને બંધ અથવા ચાલુ કરવા, ATM પિન અથવા ગ્રીન પિન જનરેટ કરવા, નવા ATM માટે અપ્લાય કરવા માટે આ ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો. જણાવી દઈએ કે, SBIના 44 કરોડથી વધુ ગ્રાહકો છે.