તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોજગારની તક:નાનાં શહેરો અને ગામડાંઓનાં ‘કોમન સર્વિસ સેન્ટર’ કેન્દ્રો પર 20 લાખ ડિજિટલ કેડેટ્સની ભરતી થશે

નવી દિલ્હી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દરેક કોમન સર્વિસ સેન્ટર(CSC) પર 5 ડિજિટલ કેડેટ્સની ભરતી થશે
 • આખા દેશમાં આશરે 4 લાખ CSC છે
 • સિલેક્ટ કરવામાં આવેલા ડિજિટલ કેડેટ્સને મફતમાં ટ્રેનિંગ મળશે

સરકારી ઈ-ગવર્નન્સ સેવા CSC(કોમન સર્વિસ સેન્ટર) 20 લાખ ડિજિટલ કેડેટ્સની ભરતીની યોજના બનાવી રહ્યા છે. ભરતીની પ્રક્રિયા આ વર્ષે જ પૂરી થઇ જશે. આખા દેશમાં આશરે 4 લાખ CSC છે, જે નાના શહેરોમાં અને ગામડાંમાં અલગ-અલગ સરકારી અને એન્ટરપ્રાઈઝ સેવા આપે છે. 

CSCના સીઈઓ દિનેશ ત્યાગીએ સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, દરેક CSC પર 5 ડિજિટલ કેડેટ્સની ભરતી થશે. આ ડિજિટલ કેડેટ નાગરિકોને ડોરસ્ટેપ સેવા આપશે. તેઓ ગ્રામ્ય ઈ-સ્ટોર્સ, ખેડૂત ઈ-માર્કેટના ડિલિવરી એજન્ટ અને CSCના અન્ય સરકારી એજન્સીઓના સર્વેનું કામ કરશે. યોગ્ય કેડેટની નોંધણીની પ્રકિયા 1 મહિનામાં પૂરી દેવાશે. વેરિફિકેશન પછી ભરતીની પ્રક્રિયા શરુ થશે. કેડેટ્સને તેમના કામ પ્રમાણે પગારની ચૂકવણી થશે.

ઘર-ઘર સુધી સરકારી યોજનાઓ પહોંચાડશે
સ્ટેટમેન્ટ પ્રમાણે, ડિજિટલ કેડેટ સરકારી યોજનાઓ અને કાર્યક્રમોની ડોર-ટુ-ડોર જાણકારી પહોંચાડશે. તેઓ નાગરિકોને કોવિડ-19 દરમિયાન સરકારે જાહેર કરેલી યોજનાઓથી પણ માહિતગાર કરશે. ડિજિટલ કેડેટ્સ લોકોની ક્રેડિટ પ્રોફાઈલ તૈયાર કરવા અને બેન્કિંગ ચેનલથી ક્રેડિટ અપાવામાં મદદ કરશે.

CSCમાં ડિજિટલ કેડેટ તરીકે કામ કરવા માટે ઉમેદવારે પોતાના નજીકના CSC VLI(વિલેજ લેવલ એન્ટરપ્રાઈઝ)ની મદદથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ રજીસ્ટ્રેશન CSC IDથી થશે. અરજી માટે જરૂરી યોગ્યતા પણ CSC VLI પર જણાવેલી છે.

CSC VLI તરફથી સિલેક્ટ કરવામાં આવેલા ડિજિટલ કેડેટ્સને મફતમાં ટ્રેનિંગ આપવામાં આવશે. CSC ટ્રેનિંગ અને સ્કિલ ડેવલપમેન્ટનો ખર્ચો ઉપાડશે. આખા દેશમાં ડિજિટલ કેડેટ્સને ટીશર્ટ અને ટોપી મફતમાં આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો