તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • CRPF Will Recruit For The Post Of General Duty Medical Officer, Selection Will Be Done Through Direct Interview On 13th May.

સરકારી નોકરી:CRPF જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસરની પોસ્ટ પર ભરતી કરશે, 13 મેના રોજ ડાયરેક્ટ ઇન્ટરવ્યૂથી સિલેકશન થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહીને 75,000 રૂપિયા પગાર મળશે - Divya Bhaskar
સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહીને 75,000 રૂપિયા પગાર મળશે
  • આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી ટોટલ 50 જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 70 વર્ષથી ઓછી ના હોવી જોઈએ

સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (CRPF)એ જનરલ ડ્યુટી મેડિકલ સહિત અન્ય જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 13 મે, 2021ના રોજ થનારા વોક-ઇન-ઇન્ટરવ્યૂમાં સામેલ થઇ શકે છે, આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી ટોટલ 50 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે MBBSની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત કેન્ડિડેટ્સ પાસે ઇન્ટર્નશિપ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

જગ્યા: 50

જગ્યાસંખ્યા
જમ્મુ અને કાશ્મીર ક્ષેત્ર18
NE ઝોન06
સેન્ટ્રલ ઝોન19
સાઉથ ઝોન07

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 13 મે, 2021ના રોજ 70 વર્ષથી ઓછી ના હોવી જોઈએ.

સેલરી
સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહીને 75,000 રૂપિયા પગાર મળશે.

મહત્ત્વની તારીખ
વોક-ઈન-ઇન્ટરવ્યૂ: 13 મે, 2021( 9 વાગે)

સિલેક્શન પ્રોસેસ
કેન્ડિડેટ્સનું સિલેક્શન ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે. કોઈ લેખિત પરીક્ષા લેવામાં નહીં આવે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક ઉમેદવારે 13, 2021ના રોજ લેવાનારા વોક-ઈન-ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.