• Gujarati News
  • Utility
  • CRPF Announces Recruitment For 2439 Posts Of Paramedical Staff, Selection Will Be Based On Direct Interview Without Examination

સરકારી નોકરી:CRPFએ પેરામેડિકલ સ્ટાફની 2439 જગ્યા પર ભરતી જાહેર કરી, પરીક્ષા વગર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂને આધારે સિલેક્શન થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારની ઉંમર 62 વર્ષથી વધારે ના હોવી જોઈએ
  • વોક-ઈન-ઇન્ટરવ્યૂનું આયોજન 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન થશે

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)એ દેશભરમાં સ્થિત CAPF હોસ્પિટલમાં પેરામેડિકલ સ્ટાફની ભરતી માટે અરજી માગી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 2439 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ખાસ વાત તો એ છે કે, આ જગ્યા માટે કેન્ડિડેટ્સની પરીક્ષા લેવામાં નહીં આવે. તેમની સિલેક્શન ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે. વોક-ઈન-ઇન્ટરવ્યૂનું આયોજન 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2021 દરમિયાન કરવામાં આવશે.

લાયકાત
આ જગ્યા માટે CEPF,AR અને સશસ્ત્ર બળના સેવાનિવૃત્ત કેન્ડિડેટ્સ અપ્લાય કરી શકે છે.

જગ્યાની સંખ્યા- 2439

જગ્યાસંખ્યા
આસામ રાઈફલ્સ (AR)156
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)365
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)1537
ઈન્ડો-ટિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)130
સર્વિસ સિલેક્શન બોર્ડ (SSB)251

ઉંમર
ઉમેદવારની ઉંમર 62 વર્ષથી વધારે ના હોવી જોઈએ. ઉંમર સાથે જોડાયેલી જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

મહત્ત્વની તારીખ
વોક-ઈન-ઇન્ટરવ્યૂ: 13થી 15 સપ્ટેમ્બર

સિલેક્શન પ્રોસેસે
કેન્ડિડેટ્સનું સિલેક્શન કોઈ પણ લેખિત પરીક્ષાને બદલે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂને આધારે થશે.

આ રીતે અપ્લાય કરો
CRPF પેરામેડિકલ સ્ટાફની ભરતી માટે યોગ્ય અને ઈચ્છુક કેન્ડિડેટ્સ નક્કી કરેલી તારીખ અને સમયે ઇન્ટરવ્યૂમાં સામેલ થઈ શકે છે. ઉમેદવારે તેમની સાથે ઓરિજીનલ ડોક્યુમેન્ટ અને તેની ઝેરોક્ષ (સેવાનિવૃત્તિ પ્રમાણપત્ર/PPO, ડિગ્રી, ઉંમર પ્રમાણપત્ર અને અનુભવ પ્રમાણપત્ર) સાથે લઇ જવી. આ ઉપરાંત 3 પાસપોર્ટ સાઈઝના ફોટા પણ લઈ જવા.

અન્ય સમાચારો પણ છે...