તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Create A Blue Aadhaar Card For Children Under The Age Of 5, Know All The Information Related To It

UIDAI:5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવો વાદળી આધાર કાર્ડ, જાણો તેના સંબંધિત તમામ માહિતી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • UIDAIએ સોશિયલ મીડિયાપર જાણકારી આપતા જણાવ્યું છે કે, બાળકો માટે બાળ આધાર બનાવવાનું હોય છે

દેશમાં આધાર કાર્ડ બનાવતી સરકારી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ સોશિયલ મીડિયા પર જાણકારી આપતા જણાવ્યું છે કે, બાળકો માટે બાળ આધાર બનાવવાનું હોય છે. આ આધાર કાર્ડ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવે છે. બાળકો માટે જારી કરવામાં આવેલું આધાર વાદળી કલરનું હોય છે અને બાળક 5 વર્ષનું થાય ત્યારે આ આધાર અમાન્ય થઈ જાય છે. તેથી તેને પોતાની નજીકના કાયમી આધાર કેન્દ્રમાં જઈને આધાર નંબર સાથે બાળકની બાયોમેટ્રિક માહિતી રજિસ્ટ્રર્ડ કરાવવાની હોય છે.

સામાન્ય આધાર કરતા બાળ આધાર કેટલું અલગ હશે
UIDAIએ સ્પષ્ટ કર્યું છે કે, બાળ આધારમાં બાયોમેટ્રિક આઈડેન્ટિફિકેશન જેવા આઈરિસ સ્કેન અથવા ફિંગરપ્રિન્ટ સ્કેનની જરૂર નહીં પડે. જ્યાં પણ બાળકની ઓળખની જરૂર હશે ત્યાં તેના માતા પિતા સાથે જશે. જો કે, બાળક પાંચ વર્ષની વય વટાવતા જ તેને સામાન્ય આધાર કાર્ડ આપવામાં આવશે. તેમાં તમામ બાયોમેટ્રિક ડિટેઈલ્સ હશે.

કેવી રીતે તમારા બાળક માટે બાળ આધાર બનાવવું
તમારા બાળકની સાથે આધાર એનરોલમેન્ટ સેન્ટર જવું અને ફોર્મ ભરવું. સેન્ટર પર બાળકોના માતાપિતામાંથી કોઈ એકનું જીવન પ્રમાણપત્ર લઈને જવું. સેન્ટર પર બાળકોનો ફોટો ક્લિક કરવામાં આવશે જે બાળ આધાર પર લગાવવામાં આવશે. બાળ આધાર માતા પિતામાંથી કોઈ એકના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. અહીં બાળકોની કોઈ બાયોમેટ્રિક ડિટેઈલ લેવામાં નહીં આવે. તેના માટે તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આપવો પડશે. વેરિફિકેશન અને રજિસ્ટ્રેશન બાદ કન્ફર્મેશન મેસેજ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. કન્ફર્મેશન મેસેજ મળ્યાના 60 દિવસની અંદર માતા પિતાના રજિસ્ટર્ડ સરનામા પર આધાર મોકલવામાં આવશે.

વાદળી કલરનું હોય છે બાળ આધાર
વાદળી કલરનું આધાર અન્ય આધારની જેમ જ માન્ય છે. નવી નીતિ અનુસાર, UIDAI વાદળી રંગના આધાર (એટલે કે બાળ આધાર) 0-5 વર્ષના બાળકો માટે જારી કરે છે. બાળક જ્યારે 5 વર્ષનું થઈ જશે ત્યારે આ આધાર અમાન્ય થઈ જશે અને તેને નજીકના કાયમી નોંધણી કેન્દ્રમાં જવું પડશે અને તે જ આધાર નંબર સાથે તેની વસ્તી વિષયક અને બાયોમેટ્રિક વિગતોને અપડેટ કરવી પડશે. નહીં આધાર અમાન્ય થઈ જશે.