તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Covid Policy Can Be Purchased And Renewed By September, Insurance Regulator Extends Deadline

કોરોના કવરેજ પોલિસી:કોવિડ પોલિસીને સપ્ટેમ્બર સુધીમાં ખરીદી અને રિન્યુ કરાવી શકાશે, ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરીએ સમયમર્યાદા વધારી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18થી 65 વર્ષના લોકો માટે કોવિડ કવરેજવાળી બે સ્ટાન્ડર્ડ પોલિસી-કોરોના કવચ અને કોરોના રક્ષક છે
  • કોરોના કવચમાં પોલિસીહોલ્ડરને સારવાર ખર્ચ આપવામાં આવે છે, કોરોના રક્ષકવાળાને વીમાની સંપૂર્ણ રકમ મળે છે

જો તમે કોરોના કવરેજવાળી ઈન્શ્યોરન્સ પોલિસી નથી લીધી તો તમે તેને સપ્ટેમ્બર સુધી ખરીદી શકો છો અને જો પહેલાથી જ ખરીદેલી છે તો તેનું કવરેજ લંબાવી શકો છો. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરીએ કોરોનાવાઈરસથી ફેલાયેલી મહામારીના વધતા કેસને ધ્યાનમાં રાખતા વીમા કંપનીઓનો સપ્ટેમ્બર સુધી માટે નવી કોવિડ પોલીસ વેચવા અને જૂની પોલિસીને રિન્યુ કરવાની મંજૂરી આપી છે.

વીમા કંપનીઓને 31 માર્ચ 2021 સુધી પોલિસી જાહેર કરવાની મંજૂરી હતી
IRDAIએ 18થી 65 વર્ષના લોકોને કોવિડની કવરેજવાળી બે સ્ટાન્ડર્ડ પોલિસી- કોરોના કવચ અને કોરોના રક્ષક જાહેર કરવાને લઈને વીમા કંપનીઓ માટે ગત વર્ષે જૂનમાં ગાઈડલાઈન જાહેર કરી હતી. વીમા કંપનીઓને 31 માર્ચ 2021 સુધી આ પોલિસી જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે વીમા કંપનીઓ 30 સપ્ટેમ્બર 2021 સુધી આવી હેલ્થ પોલિસી વેચી શકશે અને તેને રિન્યુ કરી શકશે.

સાઢા ત્રણ, સાઢા છ અને સાઢા નવ મહિના માટે રિન્યુ કરાવવાની સુવિધા આપવામાં આવી હતી
વીમા કંપનીઓએ જાન્યુઆરી સુધી 1.28 કરોડ કોવિડની ઈન્શ્યોરન્સ સ્ટાન્ડર્ડ પોલિસી વેચી હતી જેનાથી તેમને 1,000 કરોડ રૂપિયાથી વધારે પ્રીમિયમ મળ્યું હતું. નિયમોના અનુસાર, કસ્ટમરની અનુકૂળતા મુજબ કોવિડ પોલિસીને 31 માર્ચ 2021 સુધી સાઢા ત્રણ, સાઢા છ, સાઢા નવ મહિના માટે રિન્યુ કરાવવાની સુવિધા હતી.