• Gujarati News
  • Utility
  • Council Of Architecture Released The Date For The Second Test Paper, Now The Entrance Exam Will Be On July 11

NATA 2021:કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરે બીજી ટેસ્ટની તારીખ જાહેર કરી, 11 જુલાઈએ એન્ટ્રન્સ એક્ઝામ લેવાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઈચ્છુક કેન્ડિડેટ્સ NATAની ઓફિશિયલ વેબસાઈટ પર 30 જૂન પહેલાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે
  • CoAએ કોરોના સંક્રમણના વધતા જતા કેસને લીધે NATA 2021ની બીજી ટેસ્ટ પોસ્ટપોન કરી હતી

કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર (CoA)એ નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન આર્કિટેક્ચર (NATA) 2021ના બીજા પેપરની તારીખ જાહેર કરી છે. હવે આ પરીક્ષા 11 જુલાઈએ લેવામાં આવશે.
CoAએ કોરોના સંક્રમણના વધતા જતા કેસને લીધે NATA 2021ની બીજી ટેસ્ટ પોસ્ટપોન કરી હતી. બીજી ટેસ્ટનું રિવાઈઝ્ડ શેડ્યુલ ઓફિશિયલ વેબસાઈટ nata.in પર જાહેર કર્યું છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ NATAની ઓફિશિયલ વેબસાઈટ પર 30 જૂન પહેલાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

7 જુલાઈએ એડમિટ કાર્ડ જાહેર થશે
પરીક્ષામાં સામેલ થવા ઈચ્છુક કેન્ડિડેટ્સ 30 જૂન સુધી રજીસ્ટ્રેશન કરાવીને ફી સબમિટ કરી શકે છે. સેકન્ડ અટેમ્પ્ટ માટે એપ્લિકેશન ફોર્મમાં કરેક્શન માટે વિન્ડો 20થી 30 જૂન સુધી ઓપન રહેશે. પરીક્ષાનું એડમિટ કાર્ડ 7 જુલાઈએ ઓનલાઈન જાહેર કરવામાં આવશે. એન્ટ્રન્સ એક્ઝામ 11 જુલાઈએ લેવાશે અને રિઝલ્ટ 15 જુલાઈએ ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

વર્ષમાં બેવાર પરીક્ષા લેવાય છે
કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર (CoA) B.Arch પ્રોગ્રામમાં એડમિશન માટે દર વર્ષે NATA પરીક્ષાનું આયોજન કરે છે. આ પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવે છે, તેમાં કેન્ડિડેટ્સ પાસે એક કે બે અટેમ્પટમાં સામેલ થવાનો ઓપ્શન હોય છે.

આ રીતે રજીસ્ટ્રેશન કરો

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ nata.in પર જાઓ.
  • હોમપેજ પર ઓનલાઈન એપ્લિકેશન NATA-2021 લિંક પર ક્લિક કરો.
  • અહીં માગેલી તમામ ડિટેલ્સ ભરો.
  • એ પછી ઈમેજ અપલોડ કરો અને ફી ભરો.
  • કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરીને સેવ કરી લો.