• Gujarati News
  • Utility
  • Correction Window Opened To Improve Application Form, Personal And Professional Details Can Be Changed Till January 28

NIFT 2020:એપ્લિકેશન ફોર્મમાં સુધારો કરવા કરેક્શન વિંડો ઓપન કરાઈ, 28 જાન્યુઆરી સુધી પર્સનલ અને પ્રોફેશનલ ડિટેલ્સમાં ફેરફાર કરી શકાશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIFT)એ એપ્લિકેશન ફોર્મ સુધારવા માટે કરેક્શન વિંડો ખોલી છે. પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ nift.ac.in પર જઇને કરેક્શન વિંડો એક્સેસ કરી શકે છે. ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે ઉમેદવારો ફક્ત તેમની પર્સનલ અને પ્રોફેશનલ ડિટેલ્સ બદલી શકશે. પરંતુ પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર નહીં કરી શકે.

14 ફેબ્રુઆરીએ પરીક્ષા લેવામાં આવશે
એપ્લિકેશન વિંડો 28 જાન્યુઆરી સુધી ખુલ્લી રહેશે. આ ઉપરાંત, જો NIFT એપ્લિકેશનમાં ફેરફાર કર્યા પછી ઉમેદવાર એન્ટ્રન્સ એક્ઝામ માટે અયોગ્ય હોવાનું જણાય તો પરીક્ષા ફી પરત કરવામાં આવશે નહીં. NIFT તમામ ઉમેદવારોની ડિટેલ્સ ચેક કરીને 1 ફેબ્રુઆરીના રોજ ઓફિશિયલ વેબસાઇટ પર NIFT એડમિટ કાર્ડ આપશે. 14 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત પરીક્ષા કેન્દ્રોમાં કમ્પ્યૂટર આધારિત મોડમાં પરીક્ષા લેવામાં આવશે.

કરેક્શન કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ nift.ac.in પર જાઓ.
  • ત્યારબાદ એડમિશનના ટેબ પર ક્લિક કરો અને પછી રજિસ્ટ્રેશન ફોર એડમિશન-2021 પર ક્લિક કરો.
  • NIFT લોગ ઇન વિંડો સ્ક્રીન પર ખૂલ્યા બાદ માગવામાં આવેલી માહિતી ભરો.
  • હવે તમારી જરૂરિયાત પ્રમાણે નિફટ એપ્લિકેશન ફોર્મમાં ફેરફાર કરો અને સબમિટ કરો.
અન્ય સમાચારો પણ છે...