• Home
  • Utility
  • Coronavirus (COVID 19) Health Insurance Plan Updates On Health Insurance Coverage Questions

ઇન્શ્યોરન્સ પોલિસી લેતાં પહેલાં ચકાસો કે તેમાં કોરોના વાઇરસ જેવી મહામારી કવર થશે કે નહીં, કંપનીની હોસ્પિટલનું નેટવર્ક પણ ચેક કરો

Coronavirus (COVID 19) Health Insurance Plan Updates On Health Insurance Coverage Questions
X
Coronavirus (COVID 19) Health Insurance Plan Updates On Health Insurance Coverage Questions

  • કોરોના વાઇરસથી દેશમાં 5 મૃત્યુ થઈ ચૂક્યાં છે અને સેંકડો લોકો તેનાથી પીડિત છે
  • ભારતમાં સારવાર વાર્ષિક 17%ના દરથી મોંઘો થઈ રહ્યો છે

દિવ્ય ભાસ્કર

Mar 23, 2020, 10:56 AM IST

યુટિલિટી ડેસ્કઃ કોરોના વાઇરસનો કેર સતત વધતો જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં એક સવાલ છે કે શું તેમની આરોગ્ય વીમા યોજના કોરોના વાઇરસ જેવા રોગોની સારવારનો ખર્ચ કવર કરશે કે નહીં? આ સિવાય જે લોકો નવો પ્લાન લેવાનું વિચારી રહ્યા છે તેમને પણ કોરોનાના કવર વિશે ઘણા પ્રશ્નો છે. જો તમે પણ અત્યારે કોરોના અથવા અન્ય રોગોની સારવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી લેવાનું વિચારી રહ્યા હો તો અમે તમને આરોગ્ય વીમા પોલિસી લેતી વખતે શું ધ્યાનમાં રાખવું તે વિશે જણાવી રહ્યા છીએ.

કોરોના વાઇરસ જેવી મહામારી કવર થશે કે નહીં?

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લેતા પહેલા ખાતરી કરો કે તેમાં મહામારી જેવા સ્વાઈન ફ્લૂ અથવા કોરોના વાઇરસ જેવા રોગચાળા ઉપરાંત અન્ય તમામ રોગોની સારવારનો ખર્ચ કવર થાય છે કે નહીં. કોઈપણ વ્યક્તિ જેણે કોઈપણ કંપનીનો આરોગ્ય વીમો લીધો હોય તે કોરોનાની સારવારનો દાવો કરવા માટે પાત્ર છે. પરંતુ શરત એ છે કે પોલિસીમાં 30 દિવસનો વેટિંગ પિરિયડ પૂરો થઈ ગયો હોય અને તે વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ થઇને કોરોના વાઇરસની સારવાર કરાવી રહી હોય. જો કે, ઘણી વીમા કંપનીઓ હવે કોરોના વાઇરસ માટે એક અલગ વીમા પોલિસી લાવી છે.

પહેલેથી રહેલા રોગો કવર થયેલા છે કે નહીં

તમામ હેલ્યત ઇન્શ્યોરન્સ પ્લાન અગાઉના તમામ રોગો કવર કરી લે છે. પરંતુ તેમને 48 મહિના પછી જ કવર કરવામાં આવે છે. કેટલાક આને 36 મહિના પછી આવરી લે છે. જો કે,પોલિસી ખરીદતી વખતે પૂર્વ-અસ્તિત્વમાં રહેલા રોગો વિશે જણાવવું મહત્ત્વપૂર્ણ છે. તેનાથી ક્લેમ સેટલમેન્ટમાં મુશ્કેલી આવતી નથી. કો-પેમેન્ટ ફીચર ચકાસી લેવું. દરેક પ્લાનમાં આ ફીચર હોય એવું જરૂરી નથી. પરંતુ સિનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં આ સુવિધા હોઈ શકે છે. વૃદ્ધ લોકો માટે પ્રીમિયમ દર પણ વધારે છે. કો-પેમેન્ટનો અર્થ એ છે કે ક્લેમનો એક ભાગ તમે ભરશો અને એક કંપની ભરશે. કો-પેમેન્ટમાં તમારો ચૂકવણીનો હિસ્સો પૂર્વનિર્ધારિત છે. કો-પેમેન્ટનો ઓપ્ળન લેવાથી પ્રીમિયમ ઘટી જાય છે.

શું કવર થશે અને શું નહીં તે સમજી લો

દરેક વીમા કંપનીના પોતાના નિયમ હોય છે. એ પ્રમાણે જ તે પોલિસી બનાવે છે. હેલ્થ પોલિસી ખરીદતાં પહેલાં એ સમજી લો કે તેમાં કેટલું અને કેવું આર્થિક કવર મળશે?

હોસ્પિટલનું નેટવર્ક

કોઈપણ હેલ્થ પ્લાનમાં રોકાણ કરતા પહેલાં ખાતરી કરો કે તમે યોજના હેઠળ આવનારી નેટવર્ક હોસ્પિટલો ધ્યાનમાં લીધી છે. નેટવર્ક હોસ્પિટલો એ હોસ્પિટલોનું એક ગ્રૂપ છે જે તમને તમારા કરન્ટ હેલ્થ પ્લાનને રિડિમ કરવાની મંજૂરી આપે છે. હંમેશાં એ જ પ્લાનમાં જો જે તમારા વિસ્તારમાં મહત્તમ અને સારી નેટવર્ક હોસ્પિટલ આપે છે, નહીં તો ઇમરજન્સી સિચ્યુએશનમાં તમારું રોકાણ કામમાં આવશે નહીં.

લિમિટ અથવા સબ-લિમિટવાળો પ્લાન લો

હોસ્પિટલમાં પ્રાઇવેટ રૂમના ભાડાંની મર્યાદાને ટાળો. સારવાર દરમિયાન તમારા માટે એ જરૂરી નથી કે તમને કયા રૂમમાં રાખવામાં આવશે. ખર્ચ માટે કંપની દ્વારા લિમિટ અથવા સબ-લિમિટ નક્કી કરવી તમારા માટે યોગ્ય નથી. પોલિસી લેતી વખતે આ વાત ધ્યાનમાં રાખો. સબ-લિમિટનો અર્થ રિ-ઇમ્બર્સમેન્ટની લિમિટ નક્કી કરવાથી છે. ઉદાહરણ તરીકે, જો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો રૂમ ભાડાં પર વીમાની રકમના એક ટકા સુધી જ લિમિટ હોઈ શકે છે. આ રીતે, પોલિસીની વીમા રકમ ભલે ગમે તેટલી હોય મર્યાદા કરતા વધારે ખર્ચ કરવા પર હોસ્પિટલનું બીલ ખિસ્સામાંથી ચૂકવવું પડી શકે છે.

ટર્મ ઇન્શ્યોરન્સમાં કોરોના વાઇરસથી મૃત્યુ કવર થશે

જો કોઈ વ્યક્તિ કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામે અને જો તેણે ટર્મ ઇન્શ્યોરન્સ લઈ રાખ્યો હોય તો તેના નોમિનીને તેની પોલિસીનો લાભ મળશે. ટર્મ ઇન્શ્યોરન્સ જીવન વીમા પોલિસીનો એક પ્રકાર છે, જે મર્યાદિત સમયગાળા માટે નિશ્ચિત ચુકવણી દરે કવરેજ પ્રદાન કરે છે. જો પોલિસીના સમયગાળા દરમિયાન વીમાપાત્ર વ્યક્તિ મૃત્યુ પામે તો મૃત્યુ લાભની રકમ નોમિનીને ચૂકવવામાં આવે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી